સેલવાસમાં દિવ્યાંગોને 3 ઇ-રિક્ષાનું વિતરણ
જય કોર્પ કંપનીએ સીએસઆર અંતર્ગત દિવ્યાંગ લાભાર્થીઓને ઇ-રિક્ષા આપી સ્વરોજગાર અને આત્મનિર્ભરતા માટે સહયોગ કર્યો.વાપીઃ સેલવાસ સ્થિત જય કોર્પ કંપની દ્વારા સીએસઆર અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે ત્રણ દિવ્યાંગોને ઇ-રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગોને સ્વરોજગારના માધ્યમથી આત્મનિર્ભર બનાવવાનો અને તેમને સ્થાયી આજીવિકાની તકો પૂરી પાડવાનો છે. તમામ લાભાર્થીઓને ઇ-રિક્ષાનું વિતરણ રેસિડેન્શિયલ ડેપ્યુટી કલેક્ટર અમિત કુમારના હસ્તે કરવામાં આવ્યું હતું. ઇ-રિક્ષા મેળવનાર લાભાર્થીઓમાં અશ્વિન રમેશ બોરસા- ગલોંડા,અનિલ સોન્યા નડગે- માંદોની, અને વિનય ધાવજી માહલા-ગામ રૂદાના સામેલ છે. કંપની તરફથી યુવાનોને ડ્રાઇવિંગની તાલીમ આપીને ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવામાં સહયોગ કરવા જેવી પહેલ પણ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward