Bhopal ISBT Fire: ભોપાલ ISBTમાં આગથી અફરાતફરી, અમદાવાદ-સુરત રૂટની બસો પણ ભડભડ સળગી, કારણ અકબંધ
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલા ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનલ (ISBT)માં રવિવારે રાત્રે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની ઝપેટમાં ખાનગી ટ્રાવેલ કંપની વર્મા ટ્રાવેલ્સની 4 બસ સહિત આશરે 7 બસ આવી ગઈ હતી. અસરગ્રસ્ત બસોમાં નાગપુર-અમદાવાદ-સુરત રૂટ પર દોડતી બસોનો પણ સમાવેશ થાય છે.ભોપાલના ISBT બસ ટર્મિનલમાં રવિવારે સાંજે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગને કારણે બસ સ્ટેન્ડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોઈને મુસાફરો અને આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, બસમાં લાગેલા ACમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી.દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયોપ્રાથમિક માહિતી મુજબ, આગ ઝડપથી ફેલાતાં આસપાસ ઊભેલી બસો પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આશરે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.આગથી અસરગ્રસ્ત બસોમાં નાગપુર-અમદાવાદ-સુરત રૂટ પર દોડતી બસોનો પણ સમાવેશ થાય છે. બસના માલિક દીપક વર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.મુસાફરોની તમામ ટ્રીપ રદઆગની ઘટનાને પગલે મુસાફરોની તમામ ટ્રીપ રદ કરવામાં આવી છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
Read Full Story arrow_forward