android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: PM મોદીના પિતા પર અભદ્ર ટિપ્પણીથી પટનાથી ગુજરાત સુધી આક્રોશ;  સીએમ પટેલ અને નાયબ મુખ્યમંત્રી સંઘવી આક્રમક
calendar_today October 25, 2026

Ahmedabad: PM મોદીના પિતા પર અભદ્ર ટિપ્પણીથી પટનાથી ગુજરાત સુધી આક્રોશ; સીએમ પટેલ અને નાયબ મુખ્યમંત્રી સંઘવી આક્રમક

બિહારના પાટનગર પટના ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાનો ઉલ્લેખ કરીને કરવામાં આવેલી વિવાદાસ્પદ અને અભદ્ર ટિપ્પણીથી દેશભરના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પટનાથી દિલ્હી અને ગુજરાત સુધીના રાજકીય વર્તુળોમાં આ નિવેદન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અધ્યક્ષના આ વલણ સામે મોરચો ખોલી આકરા પ્રહારો કર્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નીતિ અને વિકાસના મોરચે હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે વ્યક્તિગત ગાળાગાળી અને કનિષ્ઠ માનસિકતા પર ઉતરી આવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વારમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે પટનામાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા દેશના ચૂંટાયેલા વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, શરમજનક અને સખત નિંદનીય છે. કોંગ્રેસ પાર્ટી વારંવાર સાબિત કરી ચૂકી છે કે જ્યારે તેઓ જમીની સ્તરે લોકકલ્યાણ, નીતિ કે વિકાસના મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સામનો કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેઓ વ્યક્તિગત હુમલાઓ અને અભદ્ર ભાષાના સૌથી નીચલા સ્તર સુધી પહોંચી જાય છે.દેશની જનતા આવા ગંદી માનસિકતાવાળા રાજકારણને ક્યારેય સ્વીકારશે નહીં.DyCM હર્ષ સંઘવીના રાહુલ ગાંધી અને ખડગે પર પ્રહારનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના સંસ્કાર અને નેતૃત્વ પર ગંભીર સવાલો ઉઠાવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂજ્ય પિતા વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી કોંગ્રેસ પાર્ટીની ઘટતી જતી રાજકીય સંસ્કૃતિ અને પોકળ માનસિકતાનો જીવંત પુરાવો છે.હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું રાજકારણ હવે જનહિત અને દેશના મૂળ મુદ્દાઓથી ભટકીને માત્ર અંગત અપમાનો અને અભદ્ર ટીકાઓ સુધી સીમિત રહી ગયું છે. વડાપ્રધાન 1.4 અબજ ભારતીયોના જનાદેશ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે. જાહેર જીવનમાં વિચારધારાના મતભેદો હોઈ શકે છે, પરંતુ સંવાદની ગરિમા તોડવી એ દેશના લોકોનું અપમાન છે. જનતા આ અહંકારનો યોગ્ય સમયે કડક જવાબ આપશે.પટનાના બાપુ ઓડિટોરિયમમાં શું બન્યું હતું?25ઓક્ટોબરના રોજ પટનાના બાપુ ઓડિટોરિયમમાં બિહારના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. શ્રીકૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસનો એક મોટો કાર્યક્રમ યોજાયો હતો.સભાને સંબોધતી વખતે મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર પ્રહારો કરી રહ્યા હતા, ત્યારે સભામાંથી એક વ્યક્તિએ અવાજ ઉઠાવીને કહ્યું, "મોદી નહીં જાય."આ સાંભળી ખડગે અકળાઈ ઊઠ્યા હતા અને આવેશમાં આવીને વડાપ્રધાન મોદીના સ્વર્ગસ્થ પિતાનો ઉલ્લેખ કરી અભદ્ર ટિપ્પણી કરી દીધી હતી.આ નિવેદન બાદ સભામાં હાજર કોંગ્રેસ કાર્યકરોએ તે અવાજ ઉઠાવનાર વ્યક્તિને પકડીને માર મારતાં સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો.આ પણ વાંચો: Ahmedabad: જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત પૂર્ણ કરી નાયબ મુખ્યમંત્રી અમદાવાદ પરત, ઔદ્યોગિક ક્ષેત્રે નવા રોકાણની મોટી તકો ખૂલી

Read Full Story arrow_forward
26 October Top News: રાહુલ ગાંધીનો કોર્ટ કેસ, વાવાઝોડાનું એલર્ટ અને બ્રિક્સ સંસદીય ફોરમ સહિતના દેશ-વિદેશના મુખ્ય અપડેટ્સ
calendar_today October 25, 2026

26 October Top News: રાહુલ ગાંધીનો કોર્ટ કેસ, વાવાઝોડાનું એલર્ટ અને બ્રિક્સ સંસદીય ફોરમ સહિતના દેશ-વિદેશના મુખ્ય અપડેટ્સ

26 ઓક્ટોબરનો દિવસ દેશના રાજકારણ, કુદરતી હવામાન અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ગતિવિધિઓની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે UPની MP-MLA કોર્ટના ચુકાદા અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો દિવસ છે. આ સાથે જ બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન આંધ્રપ્રદેશ અને ઓડિશાના તટો તરફ વધી રહ્યું છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બ્રિક્સ સંસદીય ફોરમનું ઉદ્ઘાટન થશે, તેમજ ગુજરાતમાં ચંદી પડવાની ઉજવણી અને રાજકીય હલચલ જોવા મળશે.રાહુલ ગાંધી પર માનહાનિ કેસમાં ચુકાદોકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર કથિત વિવાદિત ટિપ્પણી અંગેના 2018ના માનહાનિ કેસમાં UPની MP-MLA કોર્ટ 26 ઓક્ટોબરે ફેંસલો સંભળાવશે. જો 2 વર્ષથી વધુની સજા થશે, તો તેમની સાંસદ સભ્યતા રદ થઈ શકે છે.બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનનું તીવ્ર એલર્ટબંગાળની ખાડીમાં બનેલું ગહન અવદાબ 26 ઓક્ટોબરની સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે. 140 km/hની ઝડપે આવનારું આ તોફાન 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશ અને ઓડિશા તટ પર ત્રાટકશે, જેના કારણે 6 રાજ્યોમાં મૌસમ વિભાગે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.દિલ્હીમાં બ્રિક્સ સંસદીય ફોરમનું ઉદ્ઘાટન26 ઓક્ટોબરે દિલ્હીમાં સંવિધાન સદનના કેન્દ્રીય કક્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બ્રિક્સ સંસદીય ફોરમનો શુભારંભ થશે. આ બે દિવસીય કાર્યક્રમ 27 ઓક્ટોબર સુધી ચાલશે, જ્યાં પીએમ મોદી વિદેશી અતિથિઓ સાથે સંવાદ કરશે.સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી પર સુનાવણીરાહુલ ગાંધી પર મહિલા પત્રકારને ધક્કો મારવાના આક્ષેપ મામલે 26 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. 12 ઓક્ટોબરે 3 મહિનાની ગર્ભવતી મહિલા પત્રકારે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં અરજી દાખલ કરી હતી.કોંગ્રેસની INDIA ગઠબંધન મહારેલી અંગે બેઠક1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી INDIA ગઠબંધનની મહારેલીની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે 26 ઓક્ટોબરે દિલ્હીમાં કોંગ્રેસના તમામ મહાસચિવો, પ્રદેશ અધ્યક્ષો અને CLP નેતાઓની સમીક્ષા બેઠક યોજાશે.નૌકાદળની 'સ્વાવલંબન 2026' સેમિનારસંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 26 ઓક્ટોબરે દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે આયોજિત 5મી નૌકાદળ નવાચાર અને સ્વદેશીકરણ સંગોષ્ઠિ 'સ્વાવલંબન 2026'માં હાજરી આપશે.ઉપરાષ્ટ્રપતિનો આંધ્રપ્રદેશ પ્રવાસઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન 26 અને 27 ઓક્ટોબર દરમિયાન આંધ્રપ્રદેશના પ્રવાસે રહેશે. 26 ઓક્ટોબરે તેઓ ડો. એનટીઆર હેલ્થ સાયન્સ યુનિવર્સિટીના 40મા સ્થાપના દિવસ (રૂબી જયંતિ) સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.ખડગેની ટિપ્પણી સામે ભાજપનો દેશવ્યાપી વિરોધવડાપ્રધાન મોદીના પિતા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં 26 ઓક્ટોબરે ભારતીય જનતા પાર્ટી દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજશે.ભાજપ પ્રભારી તરુણ ચુગની મંત્રીઓ સાથે બેઠક26 ઓક્ટોબરના રોજ બપોરે ભાજપ પ્રભારી તરુણ ચુગ મુખ્યમંત્રી નિવાસસ્થાને રાજ્યના મંત્રીઓ સાથે અગત્યની બેઠક યોજશે.કોંગ્રેસ ડેલિગેશન DGPની મુલાકાત લેશેરાજ્યમાં કોંગ્રેસ નેતાઓ પર થતી પોલીસ ફરિયાદો અને હેરાનગતિના મુદ્દાને લઈને કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ 26 ઓક્ટોબરે રાજ્યના DGP સાથે મુલાકાત કરશે.ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણીગુજરાત રાજ્યમાં ફાયર સેફ્ટીની સુવિધાના અભાવ મુદ્દે દાખલ થયેલી અરજી પર 26 ઓક્ટોબરે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.સુરતમાં ચંદી પાડવાની ઉજવણી અને ધારીનો ક્રેઝ26 ઓક્ટોબરે ચંદી પાડવો હોવાથી સુરતની મીઠાઈની દુકાનોમાં ઘારી ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળશે. કાચા માલના ભાવ વધારા છતાં સુરતીઓમાં ભારે ઉત્સાહ છે.પૃથ્વીરાજસિંહ ચૌહાણનો નડિયાદ પ્રવાસમહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજસિંહ ચૌહાણ 26 ઓક્ટોબરે નડિયાદની મુલાકાતે આવશે અને 'વોટ ચોરી' મુદ્દે મીડિયા સાથે સંવાદ સાધશે.પાટણમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાન અંતર્ગત AICC પ્રભારી શ્યામકુમાર બરવે અને સચિવ સુભાષિની યાદવ 26 ઓક્ટોબરે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજીને આગામી રોડમેપ જાહેર કરશે.26 ઓક્ટોબરની ઐતિહાસિક ઘટનાઓ1774 - ફિલાડેલ્ફિયામાં અમેરિકાની પ્રથમ કોન્ટિનેંટલ કોંગ્રેસ મુલતવી રાખવામાં આવી1858 - એચ.ઇ. સ્મિથે વોશિંગ મશીનની પેટન્ટ કરાવી1905 - નોર્વેને સ્વીડનથી આઝાદી મળી1934 - મહાત્મા ગાંધીના નેજા હેઠળ અખિલ ભારતીય ગ્રામીણ ઉદ્યોગ સંઘની સ્થાપના1943 - કલકત્તામાં કોલેરાની મહામારીને કારણે ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં 2,155 લોકો મૃત્યુ પામ્યા1947 - રાજા હરિ સિંહ જમ્મુ અને કાશ્મીરને ભારતમાં ભેળવવા સંમત થયા. ઇરાક પર બ્રિટિશ લશ્કરી કબજો નાબૂદ થયો1950 - સંત મધર ટેરેસાએ કલકત્તામાં ચેરિટી મિશનની સ્થાપના કરી1951 - વિન્સ્ટન ચર્ચિલ બ્રિટનના વડાપ્રધાન બન્યા1969 - ચંદ્ર પર પગ મૂકનારા પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિન મુંબઈ આવ્યા1975 - ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદત અમેરિકાની સત્તાવાર મુલાકાત લેનારા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા1976 - ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકને બ્રિટનથી સ્વતંત્રતા મળી1980 - ઇઝરાયેલના રાષ્ટ્રપતિ યિત્ઝાક નાવોન ઇજિપ્તની મુલાકાત લેનારા પ્રથમ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બન્યા1994 - ઇઝરાયેલ અને જોર્ડન વચ્ચે આરવા ક્રોસિંગ ખાતે બહુપ્રતીક્ષિત શાંતિ સંધિ પૂર્ણ થઈ1999 - સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા 14 વર્ષ નક્કી કરી2001 - જાપાને ભારત અને પાકિસ્તાન સામેના પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી2005 - વર્ષ 2006ને ભારત-ચીન મિત્રતા વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો2006 - ઈઝરાયેલના એક મંત્રીએ બરાક ડીલ પર ભારત પાસેથી તપાસની માંગ કરી2007 - નાસાનું અવકાશયાન ડિસ્કવરી આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશન પર ઉતર્યું અને અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ પર પ્રતિબંધો લાદ્યા2012 - બર્મામાં હિંસક અથડામણમાં 64 લોકો અને અફઘાનિસ્તાનમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલામાં 41 લોકોના મોત થયા2015 - અફઘાનિસ્તાનની હિંદુકુશ પર્વતમાળામાં 7.5 તીવ્રતાના ભૂકંપને કારણે 398 લોકોના મોત અને 2,536 લોકો ઘાયલ થયા26 ઓક્ટોબરે જન્મેલી મહાન હસ્તીઓ1886 - ગોદાવરીશ મિશ્રા - ઓરિસ્સાના પ્રખ્યાત સમાજ સુધારક, સાહિત્યકાર અને જાહેર કાર્યકર1890 - ગણેશશંકર વિદ્યાર્થી - સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ક્રાંતિકારી1920 - મધુકર દિઘે - મેઘાલય અને અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ1923 - રામ પ્રકાશ ગુપ્તા - ભાજપના નેતા, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્ય પ્રદેશના રાજ્યપાલ1924 - ઠાકુર પ્રસાદ સિંહ - ભારતીય કવિ1933 - એસ. બંગરપ્પા - કર્ણાટકના 12મા મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા1934 - જે. ડી. રમાબાઈ - મેઘાલયના 9મા મુખ્યમંત્રી1937 - હૃદયનાથ મંગેશકર - હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર1971 - પ્રીતિ સિંહ - ભારતીય સાહિત્યકાર, નવલકથાકાર અને સંપાદક2002 - જેરેમી લાલરિનુંગા - ભારતીય વેઈટલિફ્ટિંગ ખેલાડી26 ઓક્ટોબરે અવસાન પામેલી મહાન હસ્તીઓ1947 - લોર્ડ લિટન દ્વિતીય - બંગાળના બ્રિટિશ ગવર્નર (વર્ષ 1922 થી 1927)1955 - ડી.વી. પલુસ્કર - પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક1956 - બલરાજ ભલ્લા - પ્રખ્યાત ક્રાંતિકારી અને મહાત્મા હંસરાજના પુત્ર1981 - દત્તાત્રેય રામચંદ્ર બેન્દ્રે - ભારતના પ્રખ્યાત કન્નડ કવિ અને સાહિત્યકાર2000 - મનમથનાથ ગુપ્તા - અગ્રણી ક્રાંતિકારી અને લેખકઆ પણ વાંચો: 25 October Top News: મિસાઇલ-ડ્રોન હુમલાના વીડિયો ન બનાવતા, ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, હેવાનિયતની પરાકાષ્ઠા!

Read Full Story arrow_forward
Surat: PM મોદીને સતત અપશબ્દો બોલવા એ જ કોંગ્રેસના સંસ્કાર છે?’ ખડગેના નિવેદન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષનો પ્રહાર
calendar_today October 25, 2026

Surat: PM મોદીને સતત અપશબ્દો બોલવા એ જ કોંગ્રેસના સંસ્કાર છે?’ ખડગેના નિવેદન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષનો પ્રહાર

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને દેશભરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અત્યંત આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ખડગેના નિવેદનને સખત શબ્દોમાં વખોડતાં જણાવ્યું છે કે દેશના સર્વોચ્ચ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન વિરુદ્ધ આવાં નિમ્ન સ્તરનાં નિવેદનો આપવાં તે કોંગ્રેસની હતાશા અને કનિષ્ઠ માનસિકતાનું પ્રતીક છે. દેશની 140 કરોડ જનતા અને યુવા પેઢી કોંગ્રેસના આ અભદ્ર સંસ્કારોને ખુલ્લી આંખે જોઈ રહી છે અને જનતા આવાં અપમાનો બદલ કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે.હાર પચાવી ન શકતાં કોંગ્રેસનું માનસિક સંતુલન ખોરવાયુંભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસની માનસિકતા પર સીધા પ્રહારો કરતાં જણાવ્યું કોંગ્રેસ પક્ષ દેશભરમાં એક પછી એક ચૂંટણીઓમાં ચારેય તરફથી કારમી હારનો સામનો કરી રહ્યો છે. વારંવાર પ્રજા દ્વારા નકારવામાં આવતાં કોંગ્રેસી નેતાઓ જનાદેશને પચાવી શકતા નથી અને અકળાઈને ગાળાગાળી પર ઉતરી આવ્યા છે.મલ્લિકાર્જુન ખડગે જેવા વરિષ્ઠ નેતા દ્વારા દેશના ચૂંટાયેલા પ્રધાનમંત્રી વિરુદ્ધ આવું નિવેદન કરવું અત્યંત શરમજનક અને સખત પીડાદાયક છે. આ માત્ર વડાપ્રધાનનું નહીં, પરંતુ તેમનામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના ૧૪૦ કરોડ દેશવાસીઓ અને કરોડો યુવાનોનું ઘોર અપમાન છે, જેને સમગ્ર રાષ્ટ્ર વખોડી રહ્યું છે.‘મોદી સાહેબને અપશબ્દો કહેવા એ જ શું ગાંધી પરિવારના સંસ્કાર છે?’કોંગ્રેસના મોવડીમંડળને આડે હાથ લેતાં પ્રદેશ અધ્યક્ષે ગંભીર સવાલો કર્યા. જગદીશ વિશ્વકર્માએ આક્રોશ વ્યક્ત કરતાં પૂછ્યું કે, "મલ્લિકાર્જુન ખડગે હોય, સોનિયા ગાંધી હોય કે રાહુલ ગાંધી સતત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે અપશબ્દો વાપરવા, શું આ જ કોંગ્રેસ પક્ષ અને તેમના નેતૃત્વના સંસ્કાર છે?" જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે દેશના વિકાસ અને જનકલ્યાણની વાત કરવાને બદલે વ્યક્તિગત ગાળાગાળી અને કાદવ ઉછાળવાની નીતિ કોંગ્રેસની કાયમી પરંપરા રહી છે.લોકશાહીમાં ગરિમાનું સ્થાન સર્વોપરી છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ પાયાવિહોણા આક્ષેપો કરીને સમગ્ર દેશની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જનતા લોકશાહી ઢબે મતપેટી દ્વારા કોંગ્રેસને આ ઘમંડનો કડક જવાબ આપશે.આ પણ વાંચો: New Delhi: ચૂંટણી પંચે SIR સોફ્ટવેરનું નામ અને વર્ઝન આપવાની ના પાડી, કહ્યું- 'કોઈ નવું સોફ્ટવેર ખરીદ્યું નથી'

Read Full Story arrow_forward