android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: સગીરાએ રાજકોટની હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો
calendar_today October 25, 2026

Surendranagar: સગીરાએ રાજકોટની હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો

સુરેન્દ્રનગરમાં રહેતા પરિવારની સગીર દિકરી સાથે 9 માસ પહેલા એક સગીરે કુકર્મ આચર્યુ હતુ. જેમાં સગીરા ગર્ભવતી બનતા અને તાજેતરમાં રાજકોટની હોસ્પીટલમાં સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. બનાવની પોકસોની કલમો સાથે આરોપી સગીર સામે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.સુરેન્દ્રનગરના છેવાડાના વિસ્તારમાં રહેતા એક પરિવારને 15 વર્ષની સગીર દિકરી છે. પરિવાર જયાં રહે છે તેની નજીક એક દુકાને એક સગીર અવારનવાર આવતો હતો. અને 9 માસ પહેલા સગીરા સાથે વાતચીત કરતો હતો. બાદમાં એક દિવસ સગીરા ઘરે એકલી હતી ત્યારે સગીરે આવી સગીરાને બાવળમાં લઈ જઈને તેણીની સાથે 2 વાર કુકર્મ કર્યુ હતુ. અને 2 દિવસ બાદ ફરી દુષ્કર્મ આચર્યુ હતુ. થોડા દિવસો પહેલા સગીરાને મહાત્મા ગાંધી હોસ્પીટલ લઈ જવાતા તબીબોએ તેને રાજકોટની હોસ્પીટલમાં રીફર કરી હતી. જેમાં તા. 20-10ના રોજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ બનાવની સગીરાએ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે સગીર સામે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ એચ.એચ.જાડેજા ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward
Palanpur: બનાસ ડેરીના આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું PM લોકાર્પણ કરશે
calendar_today October 25, 2026

Palanpur: બનાસ ડેરીના આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું PM લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 30મી ઓક્ટોબર 2026, શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી બનાસ ડેરીના પાંચ મોટા વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં મુખ્યત્વે ભીલડી ખાતે 127 એકર જમીનમાં રૂા. 325 કરોડના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દેશના પશુપાલકોને અર્પણ કરશે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ટેકનિકલ માર્ગદર્શન અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ગોકુળ મિશનની મદદથી આકાર પામેલું આ કેન્દ્ર પશુઓની ઓલાદ સુધારવા અને ડેરી વ્યવસાયને નવી ઉંચાઈએ લઈ જવામાં સીમાચિહનરૂપ સાબિત થશે.વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ કેન્દ્રોમાં પશુઓ ટેસ્ટટયુબ બેબી જેવી આધુનિક પ્રજનન પદ્ધતિઓ અને ગર્ભ પ્રત્યારોપણ જેવી અદ્યતન વૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય રીતે ઉત્તમ ઓલાદની ગાય આખા વર્ષમાં માત્ર એક જ વાછરડું આપે છે પરંતુ આ નવી ટેકનોલોજીની મદદથી શ્રોષ્ઠ ગાયમાંથી એક વર્ષમાં ઘણા બધા વાછરડાં મેળવી શકાશે. આ કેન્દ્રમાં દર વર્ષે 25000 ઉત્તમ એમ્બ્રિયો તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેથી આવનારી દરેક નવી પેઢીનાં પશુઓ અગાઉ કરતાં વધુ દૂધ આપવાની તાકાર ધરાવતાં થશે. આજે ઘાસચારાની ઘટતી જગ્યા અને પશુઓના વધતા ખર્ચ વચ્ચે આ કેન્દ્રનો મુખ્ય વિચાર ઉત્તમ પશુ, વધુ ગુણવત્તાવાળા પશુ અને વધુ દૂધ મેળવવાનો છે. ભીલડી કેન્દ્ર ખાતે આપણી કાંકરેજ, ગીર, સાહીવાલ અને થારપાકર જેવી શ્રોષ્ઠ દેશી ગાયો તેમજ મહેસાણી, બન્ની, જાફરાબાદી અને મુર્રાહ જેવી ઉત્તમ ભેંસોની ઓલાદ સુધારવામાં આવશે. પશુઓની જાત સુધરવાથી દરેક પશુમાંથી રોજેરોજ વધુ દૂધ મળશે. જેથી પશુપાલન માત્ર ગુજરાન ચલાવવાનું સાધન ન રહેતાં વધુ નફો કરાવતો વ્યવસાય બનશે. આ કેન્દ્રોનો સીધો લાભ ગામડાનાં નાના પશુપાલકો અને ડેરીના કામમાં 70 ટકા ફાળો આપતી ગ્રામીણ બહેનો સુધી પહોંચશે. ભીલડી ખાતે ઉછેરલા રોગ વગરના અને ઉત્તમ ઓલાદના સાંઢ, ગુણવત્તાવાળું સીમેન અને સસ્તા દરે સારા ગર્ભ પશુપાલકોના ઘરઆંગણે પહોંચાડવામાં આવશે. તેનાથી પશુપાલકોનો દૂધ ઉત્પાદન ખર્ચ ઘટશે, દૂધમાં ફેટનું પ્રમાણ વધશે એન પરિણામે ગામડાના પશુપાલક પરિવારોની આવકમાં નોંધપાત્ર વધારો થશે. ખેડૂતોની સહકારી સંસ્થા બનાસડેરી, નિષ્ણાતોનું માર્ગદર્શન અને સરકારની સહાયનું આ કેન્દ્ર સમગ્ર દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે. આપણી દેશી ગાયો અને ભેંસો ગરમી સામે ટકી રહેવામાં તેમજ ઓછા ખોરાકમાં પણ સારું દૂધ આપવામાં સક્ષમ છે જેના કારણે આ કેન્દ્ર દ્વારા ભારતીય પશુઓની ઓળખ વૈશ્વિક સ્તરે પણ મજબુત બનશે. ભીલડીની ધરતી પરથી શરૂ થનાર આ પહેલ ભારતના ડેરી ક્ષેત્રને વધુ મજબુત બનશે. ભીલડીની ધરતી પરથી શરૂ થનાર આ પહેલ ભારતના ડેરી ક્ષેત્રને વધુ મજબુત અને પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટું પગલું સાબિત થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ambaji: યાત્રાધામ અંબાજીમાં શ્રાદ્ધાળુ માઈ ભક્તોની ભીડ ઉમટી
calendar_today October 25, 2026

Ambaji: યાત્રાધામ અંબાજીમાં શ્રાદ્ધાળુ માઈ ભક્તોની ભીડ ઉમટી

શક્તિધામ અંબાજીમાં રવિવારે વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ વર્ષે તિથિ ક્ષયના કારણે બે દિવસ શરદપૂનમને ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ અંબાજી મંદિરમાં સોમવારે શરદપૂનમ નિમિતે વિશેષ શણગાર સાથેના ધાર્મિક અવસર યોજાનાર છે. ત્યારે રવિવારે રજાના દિવસે મોટીસંખ્યામાં ભાવિકો શક્તિધામમાં દર્શનાર્થે ઉમટી પડતા સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસર ભરચક રહ્યું હતું. જયારે નગરના બજારમાં પણ મેળાનો માહોલ જોવા મળ્યો હતો. મા જગદંબાના દર્શન માટે આવતા શ્રાદ્ધાળુઓની શ્રાદ્ધા અને ભક્તિથી સમગ્ર મંદિર પરિસર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠયું હતું. જગદંબાના દર્શનાર્થે આવેલા શ્રાદ્ધાળુ માઈભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી પરિવારની સુખ સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. શરદપૂર્ણિમાના અવસરે સોમવારે રાત્રે બાર વાગ્યે દૂધ પૌવાનો ધાર્મિક મહત્વ સાથે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પણ મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુ માઇ ભક્તો ઉમટી પડીને વિશેષ આરતી અને દૂધ પૌંઆના પ્રસાદનો લ્હાવો લેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward