Ambaji: યાત્રાધામ અંબાજીમાં શ્રાદ્ધાળુ માઈ ભક્તોની ભીડ ઉમટી
શક્તિધામ અંબાજીમાં રવિવારે વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ વર્ષે તિથિ ક્ષયના કારણે બે દિવસ શરદપૂનમને ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ અંબાજી મંદિરમાં સોમવારે શરદપૂનમ નિમિતે વિશેષ શણગાર સાથેના ધાર્મિક અવસર યોજાનાર છે. ત્યારે રવિવારે રજાના દિવસે મોટીસંખ્યામાં ભાવિકો શક્તિધામમાં દર્શનાર્થે ઉમટી પડતા સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસર ભરચક રહ્યું હતું. જયારે નગરના બજારમાં પણ મેળાનો માહોલ જોવા મળ્યો હતો. મા જગદંબાના દર્શન માટે આવતા શ્રાદ્ધાળુઓની શ્રાદ્ધા અને ભક્તિથી સમગ્ર મંદિર પરિસર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠયું હતું. જગદંબાના દર્શનાર્થે આવેલા શ્રાદ્ધાળુ માઈભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી પરિવારની સુખ સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. શરદપૂર્ણિમાના અવસરે સોમવારે રાત્રે બાર વાગ્યે દૂધ પૌવાનો ધાર્મિક મહત્વ સાથે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પણ મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુ માઇ ભક્તો ઉમટી પડીને વિશેષ આરતી અને દૂધ પૌંઆના પ્રસાદનો લ્હાવો લેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward