android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Una: સોનાના દાગીનાની લાલચે માનવતા શરમાવી; પરિવાર સાથે આંસુ સારનારી ભાણેજ વહુ જ હત્યારી નીકળી!
calendar_today October 27, 2026

Una: સોનાના દાગીનાની લાલચે માનવતા શરમાવી; પરિવાર સાથે આંસુ સારનારી ભાણેજ વહુ જ હત્યારી નીકળી!

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામે થોડા દિવસો પૂર્વે બનેલી 85 વર્ષીય વૃદ્ધાની સનસનાટીભરી હત્યાનો ભેદ નવાબંદર મરીન પોલીસે ઉકેલી નાખ્યો છે. સોનાના ઘરેણાંની લાલચમાં સંબંધોને લજવતો આ કિસ્સો સામે આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વૃદ્ધાની કરપીણ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેમની સગી ભાણેજ વહુએ જ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. હત્યા કર્યા બાદ આરોપી મહિલાએ પરિવારજનો વચ્ચે જઈને સૌથી વધુ આક્રંદ અને રોકકળ કરવાનો ઢોંગ કર્યો હતો, પરંતુ પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે.ચા પીવાના બહાને ઘરમાં પ્રવેશીને દાતરડાના ઘા ઝીંક્યાઆરોપી ભાણેજ વહુ વૃદ્ધાના ઘરે ચા પીવાના બહાને સામાન્ય રીતે પહોંચી હતી.વૃદ્ધા એકલા હોવાનો લાભ ઉઠાવી, પૂર્વઆયોજિત કાવતરા મુજબ પોતાની સાથે લાવેલા તીક્ષ્ણ દાતરડા વડે વૃદ્ધાના ગળા પર ઉપરાછાપરી જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.વૃદ્ધાએ પહેરેલા સોનાના ઘરેણાં ઝડપથી કાઢી લેવા માટે નિર્દયી બનીને તેમના કાન પણ કાપી નાખ્યા હતા અને દાગીના લૂંટીને સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી.હત્યા બાદ પરિવાર સાથે રોકકળનું તરકટ રચ્યુંહત્યાને અંજામ આપ્યા બાદ આરોપી મહિલા કોઈને શંકા ન જાય તે રીતે ફરી મૃતકના ઘરે પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો એકઠા થયા ત્યારે આરોપી ભાણેજ વહુ સૌથી આગળ રહીને મોટેમોટેથી રોકકળ કરવા લાગી હતી અને નિર્દોષ હોવાનો ઢોંગ રચ્યો હતો.જોકે, ઘટનાસ્થળે તપાસ કરી રહેલી નવાબંદર મરીન પોલીસની બાજ નજર તેની અસામાન્ય અને શંકાસ્પદ હિલચાલ પર પડી હતી.પોલીસ પૂછપરછમાં ગુનો કબૂલ્યોનવાબંદર મરીન પોલીસે મહિલાની કડકાઈથી પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને સોનાના દાગીના મેળવવાની લાલચે જ વૃદ્ધાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપી ભાણેજ વહુની વિધિવત ધરપકડ કરી છે અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલું લોહીવાળું દાતરડું કબજે કર્યું છે.લૂંટેલા સોનાના દાગીના ક્યાં છુપાવ્યા છે અથવા કોને વેચ્યા છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ પણ વાંચો: Ahmedabad: સરદાર સરોવર છલકાયો પણ સૌરાષ્ટ્ર-કચ્છ તરસ્યું! જળાશયો તળિયાઝાટક થતા ખેડૂતો અને માલધારીઓની હાલત કફોડી

Read Full Story arrow_forward
આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 27-10-2026
calendar_today October 27, 2026

આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 27-10-2026

Dhawal AshokKitri NatvarVaishali JaswantBhumika Kiritચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમનામ તમારુ રોશન થાય સૂરજ ની જેમદુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમજો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએતો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો!??? જન્મદિવસની શુભેચ્છાઓ! ???

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: સવારે ગુલાબી ઠંડી ને બપોરે અંગ દઝાડતી ગરમી! ગુજરાતમાં બેવડી ઋતુ વચ્ચે તાપમાનનો પારો ગગડ્યો
calendar_today October 27, 2026

Gujarat Latest News Live: સવારે ગુલાબી ઠંડી ને બપોરે અંગ દઝાડતી ગરમી! ગુજરાતમાં બેવડી ઋતુ વચ્ચે તાપમાનનો પારો ગગડ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward