android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: સરદાર સરોવર છલકાયો પણ સૌરાષ્ટ્ર-કચ્છ તરસ્યું! જળાશયો તળિયાઝાટક થતા ખેડૂતો અને માલધારીઓની હાલત કફોડી
calendar_today October 27, 2026

Ahmedabad: સરદાર સરોવર છલકાયો પણ સૌરાષ્ટ્ર-કચ્છ તરસ્યું! જળાશયો તળિયાઝાટક થતા ખેડૂતો અને માલધારીઓની હાલત કફોડી

ચોમાસામાં અનિયમિત અને નહિવત્ વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં જળસંકટ અત્યારથી જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના તાજા આંકડા મુજબ, કચ્છ અને સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીનો સંગ્રહ ચિંતાજનક સ્તરે ઘટી ગયો છે. કચ્છના 20 જળાશયોમાં માંડ 31.66% અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 47.70% જેટલો જ જીવંત જળજથ્થો બચ્યો છે. હજુ શિયાળાની ઋતુની માંડ શરૂઆત થઈ છે ત્યારે જ ગામડાંઓમાં પીવાના અને સિંચાઈના પાણી માટે હાલાકી શરૂ થઈ ગઈ છે, જેના કારણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાંથી લોકો અત્યારથી જ હિજરત કરવા મજબૂર બન્યા છે.સરદાર સરોવર ડેમ છલકાયો, પરંતુ અન્ય 206 જળાશયોમાં માત્ર 65.67% પાણીસમગ્ર રાજ્યના ડેમોની સ્થિતિ પર નજર કરીએ તો રાજ્યની સરેરાશ ગુજરાતના તમામ 207 નાના-મોટા જળાશયોમાં સરેરાશ 78.36% પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે.  રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 99.56% જેટલો વિપુલ જળજથ્થો મોજૂદ છે, જે મોટા શહેરો માટે રાહતરૂપ છે. સરદાર સરોવર સિવાયના બાકીના 206 જળાશયોમાં સરેરાશ માત્ર 65.67% પાણી જ ઉપલબ્ધ છે, જે સ્થાનિક સિંચાઈ અને ગ્રામીણ જળવિતરણ માટે મોટો પડકાર છે.ઝોનવાર જળાશયોની સ્થિતિરાજ્યના વિવિધ ઝોનમાં ડેમોની સત્તાવાર સ્થિતિ નીચે મુજબ છેકચ્છ ઝોન (20 ડેમ): 31.66% (સૌથી ગંભીર સ્થિતિ)ઉત્તર ગુજરાત (15 ડેમ): 43.69%સૌરાષ્ટ્ર ઝોન (414 ડેમ): 47.70%મધ્ય ગુજરાત (17 ડેમ): 65.26%દક્ષિણ ગુજરાત (13 ડેમ): 70.40%પશુપાલકો અને ખેડૂતો બેહાલકચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જેવા ઓછા વરસાદવાળા જિલ્લાઓમાં ભૂગર્ભ જળસ્તર ઊંડા ઊતરી ગયા છે અને સ્થાનિક ડેમો તળિયાઝાટક થઈ ગયા છે.ખેડૂતો રવિ પાક લેવાની સ્થિતિમાં નથી, જ્યારે પશુપાલકો પોતાના માલઢોર માટે પીવાના પાણી અને ઘાસચારાની શોધમાં હિજરત કરવા લાગ્યા છે.સ્થાનિકોમાં એક જ ચિંતા સતાવી રહી છે કે જો ઑક્ટોબર મહિનામાં આ હાલત હોય, તો આગળ માર્ચથી જૂન સુધીનો આકરો ઉનાળો કેવી રીતે પસાર થશે? સરકારે નર્મદા કેનાલ નેટવર્ક દ્વારા સ્થાનિક જળાશયો ભરવા તાત્કાલિક આયોજન કરવું જરૂરી બન્યું છે.આ પણ વાંચો:27 October Top News: સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી, ચક્રવાત અર્નબનું રેડ એલર્ટ, જાણો મહત્વના 19 સમાચાર

Read Full Story arrow_forward
Patan : સમીમાં તળાવમાં ન્હાવા પડેલા આધેડનું ડુબી જવાથી મોત નિપજ્યું
calendar_today October 26, 2026

Patan : સમીમાં તળાવમાં ન્હાવા પડેલા આધેડનું ડુબી જવાથી મોત નિપજ્યું

સમી ખાતે આવેલ તળાવમાં ન્હાવા માટે ઉતરેલા એક આધેડ વયના પુરૂષનું તળાવમાં ઉગેલી કંમળ કાકડીના વેલાઓમાં ફ્સાઈ જતાં ડુબી જવાથી મોત નિપજ્યું હોવાનું સામે આવતાં જ સ્થાનિકો સહીત તંત્ર દ્વારા તળાવમાંથી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી સમી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સમી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.સમી ખાતે 58 વર્ષીય શ્રીમાળી મનુભાઈ મગનભાઈ સમી ખાતે આવેલ તળાવમાં ન્હાવા ઉતર્યા હતા. પરંતુ તળાવમાં કંમળ કાકડીના વેલા વધું ફાલેલા હોવાથી અંદર ફ્સાઈ જતાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો સહીત મામલતદાર ટીમ અને જી.આર.ડી જવાનોદ્વારા મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં ત્રણ કલાકની મહામહેનતે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સમી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha : આંગણવાડા ગામમાં ખેતરમાંથી રૂ. 3.04 લાખનો દારૂ ઝડપાયો
calendar_today October 26, 2026

Banaskantha : આંગણવાડા ગામમાં ખેતરમાંથી રૂ. 3.04 લાખનો દારૂ ઝડપાયો

બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના અમલીકરણની અસરકારકતા સામે ગંભીર સવાલો ઉભા થાય તેવી ઘટના કાંકરેજ તાલુકામાં સામે આવી છે. જિલ્લાની એલસીબી ટીમે આંગણવાડા ગામની સીમમાં આવેલા એક ખેતરના મકાનમાં દરોડો પાડીને રૂ. 3.04 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, એલસીબી પાલનપુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે સવારે કાર્યવાહી કરવામાં આવી હતી. આંગણવાડા નિવાસી ખેતુભા નથુભા વાઘેલાના કબજાના ખેતરમાં રહેણાંક મકાનમાં છૂપી રીતે દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 1000 જેટલો જથ્થો મળી આવ્યો હતો. દરોડા સમયે આરોપી સ્થળ પરથી નાસી છૂટવામાં સફ્ળ રહ્યો હતો. જપ્ત કરાયેલો મુદ્દામાલ શિહોરી પોલીસને સોંપી પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની આગળની તપાસ થરા પોલીસને સોંપાઈ છે. ફરાર આરોપીને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.સ્થાનિક તંત્રની ભૂમિકા ચર્ચામાં ઉલ્લેખનીય છે કે, આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ગ્રામ્ય વિસ્તારમાં સંગ્રહાયેલો હોવા છતાં સ્થાનિક બીટ પોલીસને તેની જાણ ન થવી અનેક તર્ક-વિતર્ક સર્જી રહી છે. બહારની એજન્સીએ આવીને કાર્યવાહી કરવી પડે તે દારૂબંધીના સ્થાનિક અમલ સામે આંગળી ચીંધે છે.જાગૃત નાગરિકો અને સ્થાનિકઆગેવાનોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે જિલ્લા પોલીસ વડાએ માત્ર ગુનો નોંધીને સંતોષ ન માનતા, સંબંધિત બીટ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ થતું હતું કે કેમ તેની સમીક્ષા કરવી જોઈએ. ફરજમાં બેદરકારી જણાય તો જવાબદાર કર્મીઓ સામે ખાતાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward