Mansa : બાપુપુરા ગામે 27 ગોળ ચૌધરી સમાજનું સ્નેહમિલન યોજાઇ ગયું
માણસા તાલુકાના બાપુપુરા ગામે નિલકંઠ મહાદેવ મંદિરના પાટોત્સવના અંતિમ દિવસે 27 ગોળ ચૌધરી સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. ધાર્મિક આસ્થા અને સામાજિક એકતાના સંગમ સમાન આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, ભાઈચારો, પરસ્પર પ્રેમ અને સ્નેહની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો. કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત આગેવાનો, પ્રતિષ્ઠિત મહાનુભાવો અને સમાજબંધુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના બાપુપુરા ગામે શ્રી શિવશક્તિ રાસ મંડળ અને ગ્રામજનો દ્વારા નીલકંઠ મહાદેવના 168 માં પાટોત્સવની પુર્ણાહુતી થઈ છે. અંતિમ દિવસે 27 ગોળ ચૌધરી સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં પૂર્વ સાંસદ હરીભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, વિપુલભાઈ ચૌધરી, શિવાભાઈ ભૂરિયા, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ તેમજ ગાંધીનગર કોર્પોરેશનના કોર્પોરેટર મહેશભાઈ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલનના માધ્યમથી સમાજના લોકો એકબીજાને મળ્યા હતા અને સામાજિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે સમાજની એકતા અને સંગઠન જાળવી રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward