android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana : 7 વિધાનસભામાં લોકશાહીના પર્વમાં જોડાવવા 6,557 જેટલા નવા યુવા મતદારો નોંધાયા
calendar_today October 26, 2026

Mahesana : 7 વિધાનસભામાં લોકશાહીના પર્વમાં જોડાવવા 6,557 જેટલા નવા યુવા મતદારો નોંધાયા

મહેસાણા જિલ્લામાં મતદારયાદી સુધારણા માટેની ખાસ ઝુંબેશમાં 6,557 નવા મતદારો નોંધાયા છે. જેમાં 25 , ઓકટોબરના રોજ 2,566 નવા યુવા મતદારો નોંધાયા હતા. 7 વિધાનસભા મતક્ષેત્રના 1,991 મતદાન મથકો પર બીએલઓની કામગીરીમાં ફોર્મ-6, ફોર્મ-7 અને ફોર્મ-8ના 11, 18 અને 25 , ઓકટોબરના રોજ 33,430 ફોર્મ ભરાયા હતા. ઈન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી બીરેન પટેલના માર્ગદર્શન હેઠળ 18 થી 19 વર્ષના યુવાનોને મતદારયાદીમાં નામ નોંધાવી લોકશાહીના પર્વમાં જોડાવા અનુરોધ કરાયો હતો. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ નવા મતદારોના નામ ઉમેરવા, હયાત યાદીની ક્ષતિઓ સુધારવી તેમજ 18 થી 19 વર્ષના નવયુવાનોને પ્રથમ વખત લોકશાહીની પ્રક્રિયામાં જોડવાનો છે. 25 , ઓકટોબરના રોજ મહેસાણા જિલ્લામાં ફોર્મ નં.6 માં પર75 , ફોર્મ નં.7માં 777, ફોર્મ નં.8 માં 6428 અને 18-19 વર્ષ વયજુથના 2566 ફોર્મ મળ્યા હતા. મહેસાણા જિલ્લામાં મતાધિકાર જાગૃતિ અભિયાન અને મતદાર યાદીની સતત સુધારણા પ્રક્રિયાને વેગ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને કોઈ પણ લાયક મતદાર યાદીમાં નોંધાયા વગર ન રહી જાય તે હેતુથી વ્યાપક સ્તરે નામ નોંધણી અને સુધારાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વિશેષ ઝુંબેશમાં 1,991 મતદાન મથકો સવારે 10.00 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સંબંધિત બી.એલ.ઓ. ફરજ પર હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : દશેલા ગામના યુવકના મૃતદેહ માટે 10 દિવસથી ટળવળતો પરીવાર
calendar_today October 26, 2026

Gandhinagar : દશેલા ગામના યુવકના મૃતદેહ માટે 10 દિવસથી ટળવળતો પરીવાર

ગાંધીનગરના દશેલા ગામના 29 વર્ષીય યુવક હિરેન આસોઢીયાનું કેનેડામાં રોડ અકસ્માતમાં મોત નિપજ્યા બાદ પરીવારની સ્થિતિ કફોડી બની છે. યુવકના મોતના સમાચારથી ભાગી પડેલા પરિવારને હવે મૃતદેહ માટે રાહ જોવી પડી રહી છે. જેને પગલે એક-એક દિવસ પરીવાર માટે ભારે સદમા સમાન નિવડી રહ્યો છે. યુવકની માતાની સ્થિતી કફોડી બની ગઇ હોવાની વિગતો છે. પિતા બાબુભાઇએ પુત્રની લાશને તાત્કાલિક પરત લાવવા માટે ભારત સરકારની મદદ માંગી છે. કેનેડાની સરકાર દ્વારા હજી સુધી યુવક સહિતના મૃતકોની લાશ દસ દિવસે પણ સોંપી નથી. તપાસના નામે લાશ ન સોંપાતા મૃતકોના પરીવારજનોની ધીરજ ખુટવા લાગી છે.મૃતક યુવકના પિતાએ કહ્યું હતું કે, કેનેડાની સરકારે લાશ ક્યારે આપશે તે સ્પષ્ટ નથી કર્યું, તપાસ હજી ચાલી રહી છે તેવા જ જવાબ મળી રહ્યાં છે. યુવકના પરિવારમાં દસ દિવસથી ભારે શોક છવાયો છે, જેમાં ખાસ કરીને યુવકના માતા-પિતા અને પરીવારજનોને દીકરાની લાશ ના મળે ત્યાં સુધી અન્નજળ ગળે ઉતારવા કઠિન થયા છે. પુત્રના મોતના સમાચાર જાણ્યા બાદ માતા પિતાની આંખો હવે પુત્રના અંતિમ દર્શનની રાહ જોવાઇ રહી છે. હિરેનનો નાનો ભાઇ પિયુષ પોતાના ભાઇની લાશની કાયદાકીય પ્રકીયા પુરી કરવા માટે હાલમાં કેનેડામાં જ ઉપસ્થિત છે અને કેનેડા પોલીસના સતત સંપર્કમાં છે. કેનેડામાં અકસ્માતમાં ચાર-ચાર ભારતીયોના મોતની ઘટના ઘટી છે. પરંતુ ઇન્વિસ્ટીગેશનના નામે દસ દિવસે પણ કેનેડાની સરકાર લાશોનો કબજો સોંપ્યો ના હોવાથી મૃતકનો પરીવારજનો આકુળ વ્યાકુળ બની ગયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : ડભોડામાં સખીમંડળ સંચાલિત અમુલ પાર્લરની શરુઆત કરાઈ
calendar_today October 26, 2026

Gandhinagar : ડભોડામાં સખીમંડળ સંચાલિત અમુલ પાર્લરની શરુઆત કરાઈ

ગાંધીનગરના ડભોડા ખાતે સખીમંડળોને પગભર કરવાના હેતુથી સખીમંડળ દ્વારા જ સંચાલીત અમુલનુ પાર્લર શરુ કરવામાં આવ્યુ હતુ. ડભોડીયા હનુમાનજી મંદીર નજીક પ્રવેશદ્વાર પાસે જ પાર્લરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. મિશન મંગલમ અંતર્ગત મહિલા સશક્તિકરણની દીશામાં આ પગલુ ભરવામાં આવ્યુ છે. ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ હસ્તક કાર્યરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મિશન મંગલમ યોજના અંતર્ગત સખીમંડળોને નાણાંકીય સહાય, કૌૈશલ્યવર્ધન તાલીમ અને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવે છે. જેથી બહેનો લઘુઉદ્યોગો અને વ્યવસાયો શરુ કરીને પોતાના પરીવારની આર્થિક સહારો આપી શકે અને આત્મનિર્ભર બની શકે છે. આ અંતર્ગત આજે ડભોડા ખાતે જય બાબારી મિશન મંગલમ અંતર્ગત શરુ કરવામાં આવેલ અમુલ પાર્લરનુ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. આ પહેલનો હેતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે શસકત બનાવવાનો તેમજ સ્વરોજગારીની તકો ઉભી કરવાનો તથા સખી મંડળની બહેનોને આજીવિકાની પ્રવૃતિઓ સાથે જોડવાનો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward