android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kapadwanj : કપડવંજ-મોડાસા સ્ટેટ હાઈ-વે ઉપર રેતી અને કપચીના ઢગલા ખડકાયા
calendar_today October 26, 2026

Kapadwanj : કપડવંજ-મોડાસા સ્ટેટ હાઈ-વે ઉપર રેતી અને કપચીના ઢગલા ખડકાયા

કપડવંજ-મોડાસા સ્ટેટ હાઇવે પર ઇસ્લામપુરા નજીક માર્ગ પર જ રેતી અને કપચીના ઢગ ખડકી દેવામાં આવતાં વાહનચાલકો તેમજ રાહદારીઓની મુશકેલીમાં વધારો થયો છે. સ્ટેટ હાઇવે જેવા વ્યસ્ત માર્ગ પર બાંધકામની સામગ્રી જાહેર રસ્તા પર ઠાલવી દેવામાં આવતાં વાહનવ્યવહારને અસર થવાની સાથે અકસ્માતનો ભય પણ ઊભો થયો છે. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે રાહદારીઓને પણ સુરક્ષિત રીતે અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. કપડવંજ-મોડાસા માર્ગ આસપાસના વિસ્તારોને જોડતો મહત્ત્વનો માર્ગ હોવાથી અહીંથી દરરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. તેમ છતાં ઇસ્લામપુરા નજીક માર્ગ પર રેતી અને કપચીના ઢગ જોવા મળતાં જાહેર માર્ગની સલામતી સામે સવાલો ઊભા થયા છે. માર્ગ પર આવી રીતે બાંધકામ સામગ્રી રાખવામાં આવતાં વાહનચાલકોને રસ્તો પસાર કરતી વખતે સાવચેતી રાખવી પડે છે. ખાસ કરીને સામેથી વાહન આવતું હોય ત્યારે રસ્તા પર અવરજવર કરવામાં મુશકેલી સર્જાઈ શકે છે અને અકસ્માતની શક્યતા પણ વધી શકે છે.આ ઉપરાંત, કેટલાક તત્વો દ્વારા જાહેર માર્ગ પર ખાનગી વાહનોનો અડિંગો જમાવવામાં આવતો હોવાની પણ ફરિયાદો ઊઠી રહી છે. એક તરફ્ માર્ગ પર ખાનગી વાહનો ખડકાયેલા રહેતા હોવાની સમસ્યા છે. રેતી અને કપચીના ઢગને કારણે રસ્તો સાંકડો બનતો હોવાની સ્થિતિ સર્જાઈ છે. પરિણામે વાહનચાલકોની સાથે પગપાળા ચાલતા લોકોને પણ મુશકેલી વેઠવી પડી રહી છે. રાહદારીઓ માટે રસ્તાની બાજુએથી સુરક્ષિત રીતે પસાર થવાની જગ્યા ન રહેતાં તેમને વાહનોની અવરજવર વચ્ચે ચાલવા મજબૂર બનવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જાહેર માર્ગ પર બાંધકામ સામગ્રી ઠાલવવાની અને વાહનો આડેધડ પાર્ક કરવાની પ્રવૃત્તિ સામે જવાબદાર તંત્ર દ્વારા સમયસર પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક સ્તરે અપેક્ષા છે. સ્ટેટ હાઇવે પર વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા જળવાય તે માટે માર્ગ પરથી રેતી-કપચીના ઢગ દૂર કરાવવા, આડેધડ પાર્કિંગ અટકાવવા તેમજ જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા માગ ઊઠી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Update: ગુવાહાટીની હોટલમાં અંધાધૂંધ ગોળીબાર; 4 લોકોના કમકમાટીભર્યા મોત
calendar_today October 26, 2026

Gujarat Latest News Update: ગુવાહાટીની હોટલમાં અંધાધૂંધ ગોળીબાર; 4 લોકોના કમકમાટીભર્યા મોત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Vadodara News: શિનોરમાં જુગારધામ પર રેડ, માત્ર 5 જુગારીઓ ઝડપાયા, પણ 'મોટા માથા' છટકી ગયા કે બચાવાયા?
calendar_today October 26, 2026

Vadodara News: શિનોરમાં જુગારધામ પર રેડ, માત્ર 5 જુગારીઓ ઝડપાયા, પણ 'મોટા માથા' છટકી ગયા કે બચાવાયા?

વડોદરા જિલ્લામાંથી પોલીસની કડક કાર્યવાહીના સમાચાર સામે આવ્યા છે. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે બાતમીના આધારે શિનોર તાલુકાના સુરાશામળ ગામની સીમમાં અચાનક દરોડો પાડ્યો હતો. ગામના તળાવડી વિસ્તાર પાસે આવેલા આંબાના ઝાડ નીચે ખુલ્લામાં ધમધમતા એક જુગારધામ પર પોલીસે રેડ પાડતા બૂટલેગરો અને જુગારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.5 જુગારીઓ ઝડપાયા, રૂ. 78,650 નો મુદ્દામાલ જપ્તપોલીસના આ ઓપરેશન દરમિયાન પત્તાં-પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા 5 ઈસમોને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી અંગઝડતીના રોકડા રૂ. 62,500 તથા દાવ પર લાગેલા રૂ. 16,150 મળીને કુલ રૂ. 78,650 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની આ યુક્તિથી જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.શું મોટા માથાઓ છટકી ગયા કે જાણી જોઈને બચાવાયા?આ કાર્યવાહી બાદ સ્થાનિક સ્તરે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું આ કેસમાં માત્ર આ પાંચ જ ઈસમો હાજર હતા, કે પછી આ જુગારધામ પાછળ સંકળાયેલા અસલી 'મોટા માથાઓ' પોલીસની પકડમાંથી છટકી ગયા છે? અથવા તો જાણી જોઈને તેમના નામ બહાર ન લાવવામાં આવ્યા? આ પ્રશ્નોએ પોલીસની કામગીરી સામે શંકાની સોય તાણી છે.પોલીસની કામગીરી સામે ઉઠતા સવાલો અને તપાસની માગઆટલા મોટા પાયે ચાલતા જુગારના અડ્ડા પર માત્ર નાના ખેલાડીઓ જ પકડાઈ જવાથી અને મુખ્ય સંચાલકો બચી જવાથી લોકમુખે અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ કેસમાં પોલીસ દ્વારા અન્ય કોઈ સંડોવાયેલા શખ્સોની સંભવિત ભૂમિકા છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તેવી લોક માગ પ્રબળ બની છે.આ પણ વાંચો: Vadodara News: કોટંબીમાં વિદેશી દારૂની 66,432 બોટલ સાથે 4 ઝડપાયા, 1,28,85,552નો મુદ્દામાલ જપ્ત

Read Full Story arrow_forward