android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Guwahati Firing: આસામના ગુવાહાટીમાં ફાયરિંગની ઘટના! 5 લોકોનાં મોત, 5 ઘાયલ
calendar_today October 26, 2026

Guwahati Firing: આસામના ગુવાહાટીમાં ફાયરિંગની ઘટના! 5 લોકોનાં મોત, 5 ઘાયલ

પૂર્વ ભારતનું મુખ્ય આર્થિક કેન્દ્ર ગણાતા આસામના ગુવાહાટી શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારા અને હચમચાવી નાખનારા સમાચાર સામે આવ્યા છે. ગુવાહાટીના વ્યસ્ત બોરા સર્વિસ વિસ્તારમાં આવેલી એક હોટેલની આસપાસ અચાનક અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત અને સનસનાટી ફેલાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અને પ્રાથમિક વિગતો મુજબ, આ ગોળીબારમાં કમસે કમ 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.કલ્યાણ જ્વેલર્સની દુકાન પાસે બની ઘટનાપ્રાપ્ત વિગતો અનુસાર, આ ગોળીબારની ઘટના 'બિલાસ ઇન' હોટેલ સાથે સંકળાયેલી ગલીમાં અને કલ્યાણ જ્વેલર્સની દુકાનની નજીક બની હતી. આ હુમલામાં ત્રણ પુરુષો અને બે મહિલાઓ સહિત કુલ 5 લોકો ગોળી વાગવાથી ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કેટલાક ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોની સત્તાવાર ઓળખ હજુ સુધી પ્રસ્થાપિત થઈ શકી નથી.ગોળીબાર પાછળનો હેતુ અકબંધ, પોલીસ તપાસ શરૂઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. જોકે, હજુ સુધી આ ગોળીબાર કયા કારણોસર થયો અને તેના પાછળ કોનો હાથ હતો તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે, ચશ્મદીદોના નિવેદનો નોંધી રહી છે અને આ કોઈ પૂર્વઆયોજિત હુમલો હતો કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. =શાંત વિસ્તારમાં અચાનક હિંસાથી લોકોમાં ચિંતાતમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક વર્ષોથી ગુવાહાટી અને આસામના આ ક્ષેત્રમાં ઉગ્રવાદ અથવા આ પ્રકારની મોટી હિંસક ઘટનાઓ નહિવત્ જોવા મળતી હતી. 1990ના દશકના ઉગ્રવાદના દિવસો બાદ આ પ્રકારે જાહેરમાં થયેલા ગોળીબારે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ચિંતા અને ભયનો માહોલ પેદા કર્યો છે. વહીવટી તંત્ર દ્વારા ટૂંક સમયમાં જ આ માને લઈને સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.સુપરિન્ટેન્ડેન્ટ ડો. બાબુલ કુમારનું નિવેદનગોહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GMCH) ના પ્રિન્સિપાલ-કમ-ચીફ સુપરિન્ટેન્ડેન્ટ ડો. બાબુલ કુમાર બેઝબરુઆએ માહિતી આપતાં જણાવ્યું કે, રાત્રે 9:00 થી 9:30 વાગ્યાની વચ્ચે બનાવ અંગે જાણ થતાં જ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનામાં 48 વર્ષીય નારાયણ દાસ નામના વ્યક્તિને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જેમને તબીબોએ મૃત જાહેર કર્યા હતા; તેમના હોઠના ભાગે ઈજા હતી અને શરીરમાંથી ગોળી બહાર ન નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે અન્ય 42 વર્ષીય સત્યેન્દ્ર પાઠક નામના વ્યક્તિને ગોળી આરપાર નીકળી ગઈ હોવાથી ઈજાગ્રસ્ત હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને ઓર્થોપેડિક્સ તેમજ સર્જરી વિભાગ હેઠળ સારવાર ચાલી રહી છે.આ પણ વાંચો: Rajkot News: હવે સંતો પણ સુરક્ષિત નથી! થૂંકવા બાબતે આપાગીગાના મહંત પર જીવલેણ હુમલો, Video

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ગુવાહાટીની હોટલમાં અંધાધૂંધ ગોળીબાર; 4 લોકોના કમકમાટીભર્યા મોત
calendar_today October 26, 2026

Gujarat Latest News Live: ગુવાહાટીની હોટલમાં અંધાધૂંધ ગોળીબાર; 4 લોકોના કમકમાટીભર્યા મોત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Morbi: હળવદમાં ઠંડા પીણાની બોટલમાંથી નીકળી મરેલી માખી; ગોકુલ મેંગોક્રશ પીવા જતાં ડોક્ટર ચોંકી ઉઠ્યા
calendar_today October 26, 2026

Morbi: હળવદમાં ઠંડા પીણાની બોટલમાંથી નીકળી મરેલી માખી; ગોકુલ મેંગોક્રશ પીવા જતાં ડોક્ટર ચોંકી ઉઠ્યા

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં પ્રખ્યાત ઠંડા પીણાની સીલબંધ બોટલમાંથી મરેલી માખી નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હળવદની જાણીતી દ્વારકાધીશ હોટલમાંથી એક જાગૃત નાગરિક (જેઓ વ્યવસાયે તબીબ છે) દ્વારા ખરીદવામાં આવેલી ‘ગોકુલ’ બ્રાન્ડની ₹20 ની મેંગોક્રશની બોટલમાં મરેલી માખી તરતી જોવા મળી હતી. પીણું ગટગટાવવા જતાં જ બોટલની અંદર નજર પડતાં ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરતી ઉત્પાદક કંપની સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકલાગણી પ્રબળ બની છે. ડોક્ટર બોટલ લેવા ગયા ને ભાંડો ફૂટ્યોઘટના સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ શહેરમાં પ્રેક્ટિસ કરતા સ્થાનિક ડોક્ટર દ્વારકાધીશ હોટલ પર રિફ્રેશમેન્ટ માટે ઠંડું પીણું લેવા ગયા હતા.તેમણે હોટલના કાઉન્ટર પરથી ₹20 ની કિંમતવાળી ‘ગોકુલ’ કંપનીની મેંગોક્રશ બોટલ ખરીદી હતી.બોટલ હાથમાં લઈને સીલ ખોલે તે પહેલાં જ અંદર પારદર્શક પ્રવાહીમાં એક મરેલી માખી સ્પષ્ટપણે તરતી નજરે પડી હતી.જો આ બોટલ કોઈ બાળકે કે અજાણતા કોઈ નાગરિકે પી લીધી હોત તો ફૂડ પોઈઝનિંગ કે ગંભીર બીમારીનો ભોગ બનવું પડત, જેને લઈને ગ્રાહકે તાત્કાલિક દુકાનદારનું ધ્યાન દોર્યું હતું.દુકાનદારનો લૂલો બચાવ: ‘અમે તો માત્ર વેચીએ છીએ, ઉપર ફરિયાદ કરી છે’બોટલમાં માખી હોવાનું સામે આવતાં જ હોટલ સંચાલકે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો. દુકાનદારે જણાવ્યું હતું કે, "ગ્રાહક મારી પાસેથી બોટલ લઈ ગયા હતા અને તેમણે અંદર મરેલી માખી બતાવી હતી. અમે તો માત્ર કંપની પાસેથી માલ લાવીને છૂટક વેચાણ કરીએ છીએ. મેં આ અંગે સંબંધિત કંપનીના ડીલર/એજન્સી સમક્ષ ફરિયાદ નોંધાવી દીધી છે, એ સિવાય હું બીજું કશું કરી શકું નહીં."દુકાનદારના આ જવાબથી ગ્રાહકોમાં વધુ નારાજગી જોવા મળી હતી.લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાંબ્રાન્ડેડ ઠંડા પીણાં બનાવતી ફેક્ટરીઓમાં હાઈજીન અને ક્વોલિટી કંટ્રોલના ધજાગરા ઊડતા હોવાનો આ જીવંત પુરાવો છે. પેકિંગ પ્લાન્ટમાં યોગ્ય સ્ટરિલાઇઝેશન કે સફાઈ વિના જ પીણાં બોટલિંગ કરી માર્કેટમાં વેચાણ અર્થે મોકલી દેવાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક રહીશો અને સામાજિક અગ્રણીઓએ મોરબી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ તાત્કાલિક આ બાબતની ગંભીર નોંધ લઈને હોટલ તેમજ કંપનીના ગોડાઉન પર દરોડા પાડી સેમ્પલિંગ કરે અને જવાબદારો સામે કડક દંડકીય પગલાં ભરે તેવી માંગણી ઉઠાવી છે.આ પણ વાંચો: World News: પાકિસ્તાન આર્મી ચીફ મુનીર સાથે મુઇઝ્ઝુની સીક્રેટ ડીલ! પોતાના જ દેશમાં રાષ્ટ્રપતિ સામે મોટો બળવો

Read Full Story arrow_forward