android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vallabh vidyanagar : ચરોતર એજ્યુ. પટાંગણામાં નવરાત્રિ ઉજવાઈ
calendar_today October 26, 2026

Vallabh vidyanagar : ચરોતર એજ્યુ. પટાંગણામાં નવરાત્રિ ઉજવાઈ

ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજિત આદિ દેવી મહારુદ્રા મહોત્સવ 2026 ની ઉજવણીમાં આણંદ સ્થિત ડી.એન હાઇસ્કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ અને શિશુવિહાર શાળાના બાળકો પરંપરાગત પોષાકમાં સજ્જ થઇને માં આદ્યશક્તિના ગરબે ઝુમી સમગ્ર પરિસરને ભક્તિમય બનાવ્યુ હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સંસ્કૃતિ અને માતૃશક્તિની ઉપાસનાનું સિંચન કરવાનો હતો. કાર્યક્રમમાં હાઇસ્કૂલના આચાર્ય અને સુપરવાઇઝર તથા શિશુવિહાર શાળાના આચાર્ય બેલાબેન પટેલે વિદ્યાર્થીઓના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, નવી ઉર્જા અને સફળતાનો સંચાર થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad : વડતાલ મંદિરે શરદોત્સવની ભવ્ય ઉજવણી
calendar_today October 26, 2026

Nadiad : વડતાલ મંદિરે શરદોત્સવની ભવ્ય ઉજવણી

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ મંદિરમાં રવિવારે શરદોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી. આ નિમિતે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાસોત્સવ મોટાલાલજી સૌરભપ્રસાદ મહારાજના સાંનિધ્યમાં યોજાયો હતો. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભકતોએ લાભ લીધો હતો. સોમવારે શરદપૂર્ણિમા મુકુટોત્સવ પૂનમ પ્રસંગે દર્શનાર્થીઓનો મહેરામણ ઊમટી પડયો હતો. વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરમાં આસો સુદ ચૌદશ રવિવાર રાત્રિએ મંદિર પરિસરના હરિમંડપ પાછળ કાષ્ટની 100 ફૂટ ઊંચી માંડવડીમાં ચાંદનીની રોશનીમાં શ્રીહરિ બિરાજમાન થયા હતા. આ પ્રસંગે ભગવાનનું પૂજન આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ રાત્રિના 9 થી 12 કલાક દરમિયાન ગુણાત્તીત ઓરકેસ્ટ્રા કલાકુંજ સુરતના સથવારે અંદાજીત પાંચ હજાર ઉપરાંત હરિભકતોએ રાસની રમઝટ બોલાવી હતી. શરદોત્સવની ઉજવણીમાં સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી, કોઠારી દેવપ્રકાશ સ્વામી તથા અન્ય સંતો , યજમાન પરિવાર અને વડતાલ સહિત વલેટવા , સંજાયા , નરસંડા,જોળ , બામરોલી તથા આસપાસના ગામોના મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો. અને દૂધ પૌંઆનો પ્રસાદ લઇને ધન્યતા અનુભવી હતી. જયારે સોમવારે શરદ પૂનમ નિમિતે મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત દેવોને વિશેષ વાઘા અને સુવર્ણ આભૂષણો ધરાવવામાં આવ્યા હતા. સવારે મંગળા આરતી થી લઇને રાત્રે શયન આરતી સુધી ભકતોનો અવિરત પ્રવાહ રહ્યો હતો. આખો દિવસ સ્વામિનારાયણ મહામંત્રથી નાદથી યાત્રાધામ ગુંજી ઉઠયું હતુંગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand : ઝાયડસ હોસ્પિટલ દ્વારા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ સેમિનાર
calendar_today October 26, 2026

Anand : ઝાયડસ હોસ્પિટલ દ્વારા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ સેમિનાર

ઓક્ટોબર મહિનાને વિશ્વભરમાં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ (સ્તન કેન્સર જાગૃતિ મહિનો) તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટીના સંકુલમાં મહિલા કર્મચારીઓ અને વિદ્યાર્થીનીઓ માટે એક ખાસ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્તન કેન્સરના વધતા જતા કેસો અને તેનાથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ખાસ સેમિનારમાં ઝાયડસ હોસ્પિટલના જાણીતા મેડિકલ અને હિમેટો ઓન્કોલોજિસ્ટ ડોક્ટર કેતન મકવાણા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડો. કેતન મકવાણાએ ઉપસ્થિત મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, શ્આજના સમયમાં મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, પરંતુ જો યોગ્ય સમયે અને વહેલા સ્ટેજમાં આ રોગનું નિદાન થઈ જાય તો તેને સંપૂર્ણપણે મટાડી શકાય છે. તેમણે મહિલાઓને દર મહિને સ્વનિરીક્ષણ કરવા અને કોઈપણ નાની ગાંઠ કે અસામાન્ય બદલાવ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ વિભાગોના મહિલા પ્રોફેસરો, વહીવટી મહિલા કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ સહિત 400 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સેમિનારના અંતે મહિલાઓએ કેન્સરના નિદાન, સારવાર અને તેનાથી જોડાયેલી શંકાઓ અંગે ડોક્ટર સાથે પ્રશ્નોત્તરી કરી ઉત્સાહભેર માર્ગદર્શન મેળવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward