Gir-Somnath News: કોડીનાર-ઉના ફોરલેન હાઈવે પર ટ્રેક્ટર અને બોલેરો કાર વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત
ગીર સોમનાથ જિલ્લામાંથી અકસ્માતનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. કોડીનારથી ઉના તરફ જતા ફોરલેન હાઈવે પર આવેલા દેવળી ગામના ઓલેશ્વર વાડી વિસ્તાર નજીક પૂરઝડપે દોડતી બોલેરો કાર અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, એક ટ્રેક્ટર રોડ ક્રોસ કરી રહ્યું હતું, તે દરમિયાન પૂરઝડપમાં આવી રહેલી બોલેરો કાર સીધી ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી.રોડ ક્રોસ કરી રહેલા ટ્રેક્ટરને કારે અડફેટે લીધુંઆ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટર તેની ટ્રોલી (ડાલા) થી અચાનક અલગ થઈને રોડ પર જ પલટી ખાઈ ગયું હતું. આ ગંભીર અકસ્માતની દુર્ઘટનામાં ટ્રેક્ટરમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત જ મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.ઇજાગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે ખસેડાયા લોહીલુહાણ હાલતમાં બંને ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. હાઈવે પર અકસ્માત સર્જાતા થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward