android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraના બાજવામાં મહિલાનું શંકાસ્પદ મોત: સાસરિયાઓ સામે માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો
calendar_today October 26, 2026

Vadodaraના બાજવામાં મહિલાનું શંકાસ્પદ મોત: સાસરિયાઓ સામે માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો

વડોદરાના બાજવા વિસ્તારમાં એસિડ પીધા બાદ કાળઝાળ પીડાથી કાજલ નામની મહિલાના મોતનો મામલો સામે આવ્યો છે. આ દુર્ઘટના બાદ મૃતક કાજલના પિતાએ તેના સાસરિયાઓ સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. પિતાનું કહેવું છે કે સાસરિયાઓના સતત માનસિક ત્રાસ અને અવારનવાર થતા ઝઘડાથી કંટાળીને તેમની દીકરીએ આત્યંતિક પગલું ભરીને આપઘાત કર્યો છે.સાસરિયાઓનું બહાનુ અને પિતાનું હ્રદયદ્રાવક નિવેદનઆ સમગ્ર ઘટના અંગે સાસરિયાઓએ એવો બચાવ કર્યો હતો કે કાજલે ભૂલથી પાણીને બદલે એસિડ પી લીધું હતું. બીજી તરફ, શોકાતુર પિતાએ સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અગાઉ સમાધાન પેટે સાસરિયાઓએ તેમની પાસે રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. પિતાએ દીકરી પ્રત્યેનો અમીટ પ્રેમ વ્યક્ત કરતા ભાવુક થઈને કહ્યું હતું કે, "હું રૂપિયા ૨૫ લાખ આપવા તૈયાર છું, પણ કોઈક રીતે મારી દીકરીને મને બેઠી કરી આપો."અવારનવારના ઝઘડા અને ન્યાયની માગમૃતક કાજલના પરિવારજનોના જણાવ્યા અનુસાર સાસરિયાઓ દ્વારા અવારનવાર નાની-મોટી બાબતોને લઈને ઝઘડા કરવામાં આવતા હતા અને દીકરીને માનસિક રીતે સતત હેરાન કરવામાં આવતી હતી. આ દુઃખદ ઘટનાને પગલે પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે પીડિત પરિવાર દ્વારા દીકરીના મોત માટે જવાબદાર સાસરિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: PM મોદીના આગમન પૂર્વે ગાંધીનગરમાં ધમધમાટ! હર્ષ સંઘવીએ બોલાવી હાઈ-લેવલ બેઠક
calendar_today October 26, 2026

Gandhinagar: PM મોદીના આગમન પૂર્વે ગાંધીનગરમાં ધમધમાટ! હર્ષ સંઘવીએ બોલાવી હાઈ-લેવલ બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબર દરમિયાન બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના આ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ પ્રવાસને લઈને રાજ્ય સરકાર દ્વારા વ્યાપક પાયે પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યક્રમોનું સુચારુ સંચાલન, કાયદો-વ્યવસ્થા અને જનસુવિધાની સમીક્ષા કરવા માટે પાટનગર ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત જિલ્લાઓના વહીવટી તંત્ર તેમજ પોલીસ પ્રશાસન સાથે વિડીયો કોન્ફરન્સિંગ (VC) દ્વારા સીધો સંવાદ સાધીને કાર્યક્રમોની રૂપરેખાની આખરી સમીક્ષા કરવામાં આવી હતી.કેબિનેટ મંત્રીઓ અને રાજ્યના DGP રહ્યા ઉપસ્થિતગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલી આ મહત્વની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કૃષિ મંત્રી જીતુ વાઘાણી, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાયદો-વ્યવસ્થા અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની ખાતરી માટે રાજ્યના પોલીસ વડા (DGP), ગૃહ વિભાગના ઉચ્ચ સચિવો તેમજ અન્ય વિભાગોના ઉચ્ચાધિકારીઓ હાજર રહ્યા હતા. સંબંધિત જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી લાઈવ સમીક્ષા કરી સ્થળ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન, વીવીઆઈપી પ્રોટોકોલ અને નાગરિકોની અવરજવર માટેના આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બનાસકાંઠા અને નર્મદા (એકતાનગર) ના પ્રવાસે રહેશે PM મોદી30 ઓક્ટોબરના વડાપ્રધાન ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠા ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ જનસભાને સંબોધિત કરે તેવી સંભાવના છે.31 ઓક્ટોબર - નર્મદા (રાષ્ટ્રીય એકતા દિવસ) અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયા-એકતાનગર ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં પીએમ મોદી સહભાગી બનશે. તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરશે અને દેશભરના સુરક્ષા દળો તેમજ કેડેટ્સની ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે.સમગ્ર કાર્યક્રમો દરમિયાન કોઈ ચૂક ન રહે તે માટે સંબંધિત તમામ વિભાગોને સંકલનમાં રહીને કામગીરી કરવા નાયબ મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે.આ પણ વાંચો: Sandesh Digital Explainer: ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સની ચેતવણીએ ભારતની ઊંઘ ઉડાવી, ગ્લેશિયર પીગળવાથી સર્જાશે જળ પ્રલય!

Read Full Story arrow_forward
26 October Top News: ગ્લેશિયર પીગળવાથી સર્જાશે જળ પ્રલય! મોંઘવારીમાં થશે વધારો, 7 રાજ્યમાં થશે ભારે વરસાદ!
calendar_today October 26, 2026

26 October Top News: ગ્લેશિયર પીગળવાથી સર્જાશે જળ પ્રલય! મોંઘવારીમાં થશે વધારો, 7 રાજ્યમાં થશે ભારે વરસાદ!

26 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચોSandesh Digital Explainer: ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સની ચેતવણીએ ભારતની ઊંઘ ઉડાવી, ગ્લેશિયર પીગળવાથી સર્જાશે જળ પ્રલય!Sandesh Digital Explainer: વિશ્વમાં સૌથી વધુ કાર્બન કોણ કરે છે ઉત્સર્જન?, જાણો ચીન, યુએસ અને ભારતનો વાસ્તવિક આંકડોWeather Update: દિલ્હી-યુપીમાં વધશે ઠંડી તો... વાવાઝોડું અર્નબ આવતીકાલે મચાવશે તબાહી! બંગાળ-તમિલનાડુ સહિત 7 રાજ્યમાં ભારે વરસાદAhmedabad: સોલા ગામ તળાવ પાસે ડ્રેનેજ લાઇનમાં 4 મજૂરો ખાબક્યા, ફાયર બ્રિગેડનું તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશનAhmedabad News: 10 દિવસમાં ફાયરિંગની ચોથી ઘટના, ડ્રગ્સ કેસના આરોપીને પોલીસે મારી ગોળી! VideoPulses Price Hike India : તુવેર, મસૂર, ચણાની દાળ હજી મોંઘી થશે? દાળની આયાતમાં 67% વધ્યુ..Blinkit refund: દહીંનું રિફંડ માગ્યું ને ખાતામાંથી ₹98,000 ગાયબ! Blinkitના કસ્ટમર કેરે હજારોનો ચૂનો ચોપડ્યોAhmedabad: બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, ગુજરાત માટે ચિંતા ટળી પણ શિયાળાની એન્ટ્રી ઝડપી બનશેGujarat News: રાજ્ય સરકારે ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હેકટર સહાય અપાશેNepal Electricity Export India: તબાહી છતાં નેપાળે ભારતને વેચી 370 કરોડની વીજળી, બાંગ્લાદેશને પણ મળ્યો પુરવઠો!

Read Full Story arrow_forward