WAR ROOM : ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં વીજ સંકટની સ્થિતિ!
Read Full Story arrow_forward
Stay informed with the latest happenings, achievements, and announcements from our community.
Read Full Story arrow_forward
રાજકોટમાં તાજેતરમાં બનેલી ચકચારી લૂંટ અને હત્યાના ગુનામાં પકડાયેલા નામચીન આરોપી અનુરાગને લઈને પોલીસ ટીમ વધુ તપાસ અને પુરાવા એકત્ર કરવા માટે ઘટના સ્થળે ગઈ હતી. આ દરમિયાન આરોપીએ અગાઉથી છુપાવી રાખેલું બીજું ગુપ્ત હથિયાર અચાનક કાઢીને પોલીસ ટીમ પર સીધું ફાયરિંગ કરી દીધું હતું. આ અણધારી ઘટનાથી સ્થળ પર ક્ષણભર માટે ભારે તણાવ સર્જાયો હતો.પોલીસે સ્વબચાવમાં કર્યો ગોળીબારઆરોપી અનુરાગ દ્વારા કરવામાં આવેલા અચાનક હુમલા અને જીવલેણ ફાયરિંગના જવાબમાં પોલીસે તાત્કાલિક સ્ફૂર્તિ દર્શાવી હતી. પોલીસે સ્વ-બચાવ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ત્વરિત જવાબી ગોળીબાર કર્યો હતો. પોલીસની આ જવાબી કાર્યવાહી દરમિયાન આરોપી અનુરાગના પગના ભાગે ગોળી વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો અને કાબૂમાં આવ્યો હતો.ઇજાગ્રસ્ત આરોપીને સિવિલ હોસ્પિટલ ખસેડાયોપોલીસ ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયેલા આરોપી અનુરાગને તાત્કાલિક અસરથી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ પર તબીબો નજર રાખી રહ્યા છે.ઘટના અંગે વધુ કાનૂની તપાસ તેજઆ ઘટના બાદ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર તેમજ હોસ્પિટલ પહોંચી ગયા હતા. આરોપી સામે પોલીસ ટીમ પર હુમલો કરવા અને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા સહિતની નવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપી પાસે રહેલા વધારાના હથિયાર અંગે પણ ઊંડાણપૂર્વકની પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: Rajkot લૂંટ-હત્યા કેસ મામલે DYCMએ પોલીસનો આભાર માન્યો, હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન
Read Full Story arrow_forward
કચ્છ જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકામાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે રેતી અને ખનીજના ખનન સામે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટરની સૂચનાથી રચાયેલી સંયુક્ત ટીમે આડેસર, લોદ્રાણી સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડીને આશરે રૂ. 8 કરોડનો કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત ટીમનું સઘન ચેકિંગકચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અનિલ ભાઈ રાણાવસિયાની સૂચના હેઠળ મદદનીશ કલેક્ટર અભિષેક ટાલે (IAS), ભચાઉ મામલતદાર એમ. કે. રાજપૂત, રાપર મામલતદાર એચ. બી. વાઘેલા અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે આ ઓપરેશન હાથ ધર્યું હતું. તારીખ 16/10/2026 ના રોજ હાથ ધરાયેલી આ ઝુંબેશથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.લોદ્રાણી અને સુરજબારી ખાતેથી વાહનો સીઝદરોડા દરમિયાન રાપરના લોદ્રાણી ખાતે 2 એકરમાં ચાલતા ગેરકાયદે ખનન સ્થળેથી 2 હિટાચી અને 3 ટ્રક ઝડપાયા હતા. આ ઉપરાંત રાપરથી 13 ટ્રક, જાટાવાડાથી 1 ટ્રેક્ટર લોડર, સુરજબારી ટોલપ્લાઝાથી રોયલ્ટી વગરની 4 ટ્રક તથા આધોઈ ખાતેથી 1 હિટાચી સીઝ કરવામાં આવ્યું હતું.ઓવરલોડ વાહનો પર 3.60 લાખનો દંડ અને કાનૂની કાર્યવાહીચેકિંગ દરમિયાન સુરજબારી પાસે 15 ઓવરલોડ ટ્રકો સામે RTO ટીમને સાથે રાખીને સ્થળ પર જ રૂ. 3,60,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં કુલ રૂ. 8 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી 'ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઇન લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017' મુજબ કાયદેસરની કાર્યવાહી અર્થે વાહનો નજીકના પોલીસ સ્ટેશનને સોંપાયા છે.આ પણ વાંચો: Kutchમાં વિદેશી દારૂની ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, સામખીયાળી પોલીસે રૂ.15 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત!
Read Full Story arrow_forward