android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Cyclone Arnab: સેટેલાઇટ તસવીરોમાં જુઓ ચક્રવાત અર્નબનું રૌદ્ર સ્વરૂપ! આ રાજ્યો માટે હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
calendar_today October 26, 2026

Cyclone Arnab: સેટેલાઇટ તસવીરોમાં જુઓ ચક્રવાત અર્નબનું રૌદ્ર સ્વરૂપ! આ રાજ્યો માટે હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

સેટેલાઇટ તસવીરોમાં બંગાળની ખાડી ઉપર ચક્રવાત અર્નબનું ખતરનાક સ્વરૂપ જોવા મળ્યું છે. આ વાવાઝોડું ઝડપથી શક્તિશાળી બની રહ્યું છે અને 28 ઑક્ટોબરે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. ભારે પવનની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વાવાઝોડાની આસપાસ વાદળો ગોળાકારે ફરતાં જોવા મળી રહ્યાં છે.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું 28 ઑક્ટોબરની સવારે આંધ્ર પ્રદેશ અને યાનમના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 115થી 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. પવનના જોરદાર ઝાપટાંની ગતિ 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. =હવામાન વિભાગના અનુમાન મુજબ, 26 ઑક્ટોબરની મધરાત સુધીમાં ચક્રવાત અર્નબ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. ત્યારબાદ 27 ઑક્ટોબરે તે અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આવી સ્થિતિમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેત રહેવાની અને હવામાન વિભાગની તાજી માહિતી પર નજર રાખવાની જરૂર છે. =ઉપગ્રહની તસવીરોમાં દેખાયું વાવાઝોડાનું ભયાનક સ્વરૂપબંગાળની ખાડી ઉપર ચક્રવાત અર્નબની આસપાસ ગોળાકારે ફરતાં વાદળો ઉપગ્રહની તસવીરોમાં જોવા મળી રહ્યાં છે. તસવીરોમાં વાવાઝોડાનો મધ્ય ભાગ પણ સ્પષ્ટ દેખાય છે.આ તસવીરો વૈજ્ઞાનિકોને વાવાઝોડું ક્યાં છે અને કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તે સમજવામાં મદદ કરે છે. જોકે, માત્ર તસવીરોના આધારે વાવાઝોડાથી કેટલું નુકસાન થશે તેનો અંદાજ લગાવી શકાય નહીં. તેના માટે પવનની ગતિ, વરસાદનું પ્રમાણ અને વાવાઝોડાની દિશા સહિતની બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે.બંગાળની ખાડીમાં ક્યાં છે ચક્રવાત અર્નબ?હવામાન વિભાગના 26 ઑક્ટોબરે સવારે 5:30 વાગ્યે જાહેર કરાયેલા બુલેટિન અનુસાર, ચક્રવાત અર્નબ બંગાળની ખાડીના મધ્ય અને પશ્ચિમ-મધ્ય ભાગમાં હતું. તે સમયે તેનું કેન્દ્ર 15.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 88.9 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું.આ વાવાઝોડું ઓડિશાના ગોપાલપુરથી લગભગ 610 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં અને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી લગભગ 650 કિલોમીટર પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં હતું.છેલ્લા 6 કલાકમાં તે લગભગ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું. અગાઉ તે ઊંડા દબાણના ક્ષેત્ર તરીકે સક્રિય હતું, ત્યારબાદ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું હતું.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ તરફ વળીને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધવાની શક્યતા છે.28 ઑક્ટોબરે દરિયાકાંઠે ત્રાટકી શકે છે વાવાઝોડુંહવામાન વિભાગના અનુમાન મુજબ, ચક્રવાત અર્નબ 28 ઑક્ટોબરની સવારે આંધ્ર પ્રદેશ અને યાનમના દરિયાકાંઠા વચ્ચે બાપટલા અને વિશાખાપટ્ટનમની આસપાસના વિસ્તારમાં પહોંચી શકે છે.આ દરમિયાન પવનની ગતિ 115થી 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. પવનના જોરદાર ઝાપટાંની ગતિ 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.જોકે, વાવાઝોડું કયા સ્થળે અને કેટલી તીવ્રતા સાથે દરિયાકાંઠે ત્રાટકશે તેમાં ફેરફાર થઈ શકે છે. તેથી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી નવી માહિતી પર નજર રાખવી જરૂરી છે.કેરળ અને આંધ્રપ્રદેશમાં 'રેડ એલર્ટ'હવામાન વિભાગે 26 અને 27 ઓક્ટોબર દરમિયાન કેરળ અને આંધ્રપ્રદેશ માટે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, તમિલનાડુ અને પુડુચેરીમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે કર્ણાટક અને રાયલસીમા વિસ્તારમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.ભારે પવન અને વરસાદથી નુકસાનની આશંકાચક્રવાતને કારણે ભારે પવન ફૂંકાવાની અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. પવનના જોરદાર ઝાપટાંને કારણે વૃક્ષો ધરાશાયી થઈ શકે છે, વીજળીના થાંભલા તૂટી શકે છે અને કાચાં મકાનોને નુકસાન થઈ શકે છે. તેના કારણે વીજ પુરવઠો અને રસ્તા પરની અવરજવર પણ ખોરવાઈ શકે છે.દરિયામાં ઊંચાં મોજાં ઊછળવાથી માછીમારો માટે જોખમ વધી શકે છે. આવી સ્થિતિમાં માછીમારોએ હવામાન વિભાગની સલાહનું પાલન કરવું જોઈએ અને દરિયામાં જવાનું ટાળવું જોઈએ.વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ વહીવટી તંત્રની ચેતવણીઓ પર ધ્યાન આપવું જોઈએ. જો સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવે, તો તેનું પાલન કરવું જરૂરી છે.ચક્રવાત અર્નબની દિશા અને તીવ્રતા પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે. આ વાવાઝોડું 28 ઑક્ટોબરે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. તેનાથી સંભવિત નુકસાન અંગે વધુ સ્પષ્ટતા હવામાન વિભાગના આગામી અપડેટ્સથી થશે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો ખુલાસો, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરનારા શૂટર્સનું મૂળ નિશાન આમિર ખાન હતાં
calendar_today October 26, 2026

Gujarat Latest News Live: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો ખુલાસો, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરનારા શૂટર્સનું મૂળ નિશાન આમિર ખાન હતાં

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Rajkotમાં દિવાળી પહેલાં સૂકામેવાના ભાવમાં ધરખમ ઉછાળો, આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે આયાત ઘટતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું!
calendar_today October 26, 2026

Rajkotમાં દિવાળી પહેલાં સૂકામેવાના ભાવમાં ધરખમ ઉછાળો, આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે આયાત ઘટતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું!

રાજકોટ બજારમાંથી દિવાળીના તહેવાર ટાણે જ ગૃહિણીઓ અને વેપારીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તહેવારોની મોસમ શરૂ થતાં જ શહેરમાં સૂકામેવા (ડ્રાયફ્રૂટ) ના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતી પરિસ્થિતિ અને ખાસ કરીને ઈરાન તથા અમેરિકા વચ્ચેના યુદ્ધના કારણે આયાત-નિકાસની સપ્લાય ચેઈન ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં બજારમાં અંદાજે 200 કન્ટેનરની જરૂરિયાત સામે હાલમાં માત્ર 20 કન્ટેનરની જ આવક થઈ રહી છે, જેના કારણે માલની ભારે અછત વર્તાઈ રહી છે અને સીધી અસર ભાવ પર પડી છે.બદામ, પિસ્તા અને કાજુના ભાવમાં જબરદસ્ત વધારો, પ્રતિ કિલોના નવા ભાવ જાહેરબદામ, પિસ્તા અને કાજુ જેવા લોકપ્રિય સૂકામેવાના ભાવમાં 25 ટકાથી લઈને 55 ટકા સુધીનો મોટો વધારો નોંધાયો છે. રાજકોટના બજારમાં પ્રવર્તતા જૂના અને નવા ભાવ પર નજર કરીએ તો:બદામ: જૂનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 800 હતો, જે વધીને હવે રૂપિયા 1,200 થયો છે.કાજુ: જૂનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 700 હતો, જે વધીને હવે રૂપિયા 1,000 થયો છે.પિસ્તા: જૂનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 1,200 હતો, જે વધીને હવે રૂપિયા 1,800 થયો છે.પિસ્તા મોરા: સીધા વધીને હવે રૂપિયા 3,000 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે.અન્ય વસ્તુઓમાં ચારોળી રૂપિયા 2,000 પ્રતિ કિલો, અખરોટ રૂપિયા 700થી 1,000, કિસમિસ રૂપિયા 500થી 800, જ્યારે અંજીરના ભાવ ઘટીને રૂપિયા 600 થયા છે. આ ઉપરાંત જલદારૂના ભાવ રૂપિયા 400થી વધીને સીધા રૂપિયા 800થી 1,200 સુધી પહોંચી ગયા છે.આ દિવાળીએ ડ્રાયફ્રૂટ ખરીદવું મોંઘું બનશે, ગ્રાહકોના બજેટ પર અસરતહેવારોની સિઝનમાં ગિફ્ટિંગ કરવા માટે અને ઘરના ઉપયોગ માટે ડ્રાયફ્રૂટનું વિશેષ મહત્ત્વ હોય છે, પરંતુ આ અણધાર્યા ભાવવધારાના કારણે આ વર્ષે દિવાળીની ખરીદીમાં લોકોનું બજેટ ખોરવાઈ જવાની પૂરી સંભાવના છે. વેપારીઓના જણાવ્યા મુજબ જો આયાતની સ્થિતિ જલ્દી સુધરશે નહીં તો આગામી દિવસોમાં ભાવ હજી ઊંચા જઈ શકે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward