android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: સરકાર અને રેન્જ IG વિરુદ્ધ કોંગ્રેસનું પ્રદર્શન, DGP કચેરી બહાર કિલ્લેબંધી
calendar_today October 26, 2026

Gandhinagar News: સરકાર અને રેન્જ IG વિરુદ્ધ કોંગ્રેસનું પ્રદર્શન, DGP કચેરી બહાર કિલ્લેબંધી

ગાંધીનગર ખાતે કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર અને પોલીસની કામગીરી સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.કોંગ્રેસ પક્ષના નેતાઓ સામે પોલીસ તંત્ર દ્વારા એક પછી એક ખોટી ફરિયાદો નોંધવામાં આવી હોવાના મુદ્દે પક્ષના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને પોલીસ ભવન પાસે પહોંચ્યા હતા અને સરકારની નીતિ સામે સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.આ સમગ્ર પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ પક્ષે ગંભીર આક્ષેપ કર્યો હતો કે વિરોધ પક્ષના નેતાઓને દબાવવા અને તેમને સતત હેરાન કરવા માટે જાણીજોઈને ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે.આ હેરાનગતિ બંધ થાય તે માટે કોંગ્રેસના આગેવાનો ડીજીપી કચેરી તરફ કૂચ કરવા માટે આગળ વધ્યા હતા.અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યોકોંગ્રેસની આ કૂચ અને વિરોધ પ્રદર્શનના પગલે પાટનગરમાં પોલીસ તંત્ર સંપૂર્ણપણે હરકતમાં આવી ગયું હતું.ઘર્ષણ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડીજીપી કચેરી તરફ જવાના તમામ મુખ્ય માર્ગો પર અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.વિરોધને પગલે ડીજીપી કચેરી બહાર જાણે મજબૂત કિલ્લેબંધી કરી દેવામાં આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.પોલીસ ભવન આસપાસ પોલીસ જવાનોનો મોટો કાફલો તૈનાત કરી દેવાયો હતો.જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને પ્રદર્શનકારીઓને કચેરીમાં પ્રવેશતા અટકાવી શકાય.કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતાના નેતાઓ સામે થઈ રહેલી અન્યાયી કાર્યવાહી અને હેરાનગતિના વિરોધમાં રાજ્યના પોલીસ વડાને રૂબરૂ આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરશે. રસ્તો બંધ કરીને કોંગ્રેસના કાર્યકરોને અટકાવી દીધાગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકરોને રોકવા માટે પોલીસે મજબૂત ઘેરાબંધી કરી હતી. આ ઘેરાબંધીને તોડીને પણ કોંગ્રેસના કાર્યકરો આગળ વધ્યા હતાં. પોલીસે ડીજીપી કચેરી તરફનો રસ્તો બંધ કરીને કોંગ્રેસના કાર્યકરોને અટકાવી દીધા હતાં. તે છતાંય કોંગ્રેસના કાર્યકરો પોલીસે કરેલા બેરિકેડ તોડીને કચેરી તરફ કૂચ કરી રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ભાજપે પણ આવતીકાલે એક પદયાત્રાનું આયોજન કર્યું છે. જેમાં લોકતંત્ર બચાવો અને ભીડ તંત્ર હટાવો જેવા સુત્રો સાથે રાજ્યમાં પદયાત્રા કરવામાં આવશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ જોડાશે. આ પણ વાંચોઃ Morbi News: સાયબર ફ્રોડમાં 3.49 કરોડની હેરાફેરી ઝડપાઈ, વચેટિયા સહિત 3 સામે ફરિયાદ

Read Full Story arrow_forward
Gandhinagar News: સોમનાથ બાદ હવે ઇકો ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગ મોડેલને અંબાજી મંદિરમાં અપનાવાશે
calendar_today October 26, 2026

Gandhinagar News: સોમનાથ બાદ હવે ઇકો ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગ મોડેલને અંબાજી મંદિરમાં અપનાવાશે

સોમનાથ મંદિર ખાતે ઇકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગની સફળતા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવે આ મોડેલને આરાસુરી અંબાજી માતા મંદિરમાં ટૂંક સમયમાં અમલમાં મૂકશે.આ પહેલનો હેતુ મંદિરમાં ધરાવવામાં આવતા પ્રસાદનાં પેકેજિંગમાંથી સિંગલ-યુઝ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો છે.GPCB દ્વારા અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન પાસે તૈયાર કરવામાં આવેલા વિકલ્પોમાં શેરડીનાં વેસ્ટમાંથી બનાવવામાં આવેલા કન્ટેનર અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ટીનનાં કન્ટેનરનો સમાવેશ થાય છે. આ પહેલનો હેતુ પ્લાસ્ટિક વેસ્ટને દૂર કરી યાત્રાધામોમાં ઇકો-ફ્રેન્ડલી વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા અને પ્રસાદ વિતરણની પરંપરાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વને જાળવી રાખવાનો પણ પ્રયાસ છે.કાગળનાં બોક્સ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાયસોમનાથ મંદિરમાં હવે પ્રસાદનું વિતરણ પ્લાસ્ટિકમુક્ત કાગળનાં બોક્સ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ટીનનાં ડબ્બામાં કરવામાં આવે છે.આ નવી ઇકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગ વ્યવસ્થાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 17 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.સોમનાથ મંદિરમાં દરરોજ આશરે 4200 કિલોગ્રામ પ્રસાદનું વિતરણ લગભગ 27700 બોક્સ દ્વારા કરવામાં આવે છે.પ્લાસ્ટિકનાં પાત્રોને દૂર કરી, ટકાઉ વિકલ્પોનો ઉપયોગ કરવાથી દર વર્ષે 203 ટનથી વધુ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવી શકાશે.સોમનાથ મંદિર ખાતે મળેલી સફળતાના આધારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આરાસુરી અંબાજી માતા મંદિરમાં પણ આવી જ પેકેજિંગ વ્યવસ્થા અમલમાં મૂકશે.દર મહિને આશરે 10 લાખ બોક્સનું વિતરણ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે,અંબાજી મંદિરમાં સામાન્ય દિવસોમાં આશરે 15000 પ્લાસ્ટિકનાં પ્રસાદ બોક્સનો ઉપયોગ થાય છે, જ્યારે તહેવારો અને વિશેષ પ્રસંગોએ તેની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે.દર મહિને આશરે 10 લાખ બોક્સનું વિતરણ કરવામાં આવે છે.જેના પરિણામે પેકેજિંગને કારણે અંદાજે 11299.5 કિલોગ્રામ પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે.અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે,પ્રસાદ વિતરણમાં ઇકોફ્રેન્ડલી વિકલ્પો અપવનાવવાથી અંબાજીમાં દર વર્ષે આશરે 135.6 ટન પ્લાસ્ટિકના કચરાને અટકાવી શકાશે.આ પેકેજિંગ વિકલ્પો પ્રસાદ વિતરણ માટે જરૂરી સ્વચ્છતા, કાર્યક્ષમતા અને સુવિધા જાળવી રાખવાની સાથે તેની સાંસ્કૃતિક ઓળખને પણ જાળવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.આ પણ વાંચોઃ Morbi News: સાયબર ફ્રોડમાં 3.49 કરોડની હેરાફેરી ઝડપાઈ, વચેટિયા સહિત 3 સામે ફરિયાદ

Read Full Story arrow_forward
IRCTC Tatkal Ticket:  દિવાળી અને છઠ પૂજા માટે મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ, આ રીતે કરો તત્કાલ ટિકિટ બુક
calendar_today October 26, 2026

IRCTC Tatkal Ticket: દિવાળી અને છઠ પૂજા માટે મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ, આ રીતે કરો તત્કાલ ટિકિટ બુક

દિવાળી અને છઠ પૂજા જેવા મોટા તહેવારોમાં વતન જતા મુસાફરોના ભારે રશને કારણે ટ્રેનોમાં કન્ફર્મ સીટ મળવી અત્યંત મુશ્કેલ બની જતી હોય છે. મહિનાઓ અગાઉથી બુકિંગ કરાવવા છતાં ઘણા લોકોને વેટિંગ ટિકિટથી જ સંતોષ માનવો પડે છે. આવી સ્થિતિમાં ભારતીય રેલ્વેનો 'તત્કાલ ક્વોટા' મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. યોગ્ય આયોજન અને સમયસર બુકિંગ કરવાથી તત્કાલ ક્વોટા હેઠળ કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના ઘણી વધી જાય છે.તત્કાલ બુકિંગનો સમય અને નિયમોતત્કાલ ટિકિટ મેળવવા માટે સૌથી મહત્વની બાબત તેનો નિર્ધારિત સમય છે. રેલ્વે નિયમો મુજબ, ટ્રેન તેના પ્રારંભિક સ્ટેશનથી ઉપડવાના એક દિવસ અગાઉ તત્કાલ વિન્ડો ખુલે છે.એસી (AC) ક્લાસ: સવારે 10.00 વાગ્યે બુકિંગ શરૂ થાય છે.સ્લીપર (Non-AC) ક્લાસ: સવારે 11.00 વાગ્યે બુકિંગ શરૂ થાય છે.ઉદાહરણ તરીકે, જો તમારી ટ્રેન 28 ઓક્ટોબરે ઉપડવાની હોય, તો તમારે ૨૭ ઓક્ટોબરની સવારે જ બુકિંગ કરવું પડશે.IRCTC પર અગાઉથી કરી રાખો આ તૈયારીઓતહેવારોના સમયે સીટો મિનિટોમાં ભરાઈ જતી હોવાથી વિલંબ ટાળવા માટે અગાઉથી કેટલીક તૈયારીઓ જરૂરી છે:1. IRCTC એકાઉન્ટ: તમારું એકાઉન્ટ એક્ટિવ રાખો અને લોગિન વિગતો ચકાસી લો.2. આધાર વેરિફિકેશન: ઝડપી બુકિંગ માટે એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરી રાખો.3. માસ્ટર લિસ્ટ: મુસાફરોના નામ, ઉંમર અને ટ્રેન નંબર જેવી માહિતી અગાઉથી સેવ કરી રાખવાથી બુકિંગ વખતે સમય બચે છે.4. ઝડપી પેમેન્ટ: બુકિંગ ખુલતાની સાથે જ ટ્રેન અને તત્કાલ ક્વોટા પસંદ કરી, યુપીઆઈ (UPI) કે નેટ બેંકિંગ દ્વારા ઝડપથી પેમેન્ટ પૂર્ણ કરો.રિફંડ અને અન્ય મહત્વપૂર્ણ નિયમોતત્કાલ ટિકિટ બુક કરતી વખતે એ ધ્યાન રાખવું જરૂરી છે કે એક PNR પર વધુમાં વધુ ૪ મુસાફરોની ટિકિટ બુક થઈ શકે છે. તત્કાલ ક્વોટા માટે સામાન્ય ભાડા ઉપરાંત વધારાનો તત્કાલ ચાર્જ ચૂકવવો પડે છે. સૌથી મહત્વની બાબત એ છે કે જો તમારી તત્કાલ ટિકિટ કન્ફર્મ થઈ જાય છે, તો તેને રદ કરવા પર રેલ્વે દ્વારા કોઈ રિફંડ આપવામાં આવતું નથી. તેથી ચુકવણી કરતા પહેલા મુસાફરોની વિગતો અને મુસાફરીની તારીખ કાળજીપૂર્વક ચકાસી લેવી હિતાવહ છે.આ પણ વાંચોઃ Highest Salary : ભારતમાં કઈ નોકરીમાં મળે છે સૌથી વધુ પગાર? CEOથી AI એન્જિનિયર સુધી, જાણો લાખો-કરોડોના પેકેજ

Read Full Story arrow_forward