Rajkotમાં દિવાળી પહેલાં સૂકામેવાના ભાવમાં ધરખમ ઉછાળો, આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે આયાત ઘટતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું!
રાજકોટ બજારમાંથી દિવાળીના તહેવાર ટાણે જ ગૃહિણીઓ અને વેપારીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તહેવારોની મોસમ શરૂ થતાં જ શહેરમાં સૂકામેવા (ડ્રાયફ્રૂટ) ના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતી પરિસ્થિતિ અને ખાસ કરીને ઈરાન તથા અમેરિકા વચ્ચેના યુદ્ધના કારણે આયાત-નિકાસની સપ્લાય ચેઈન ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં બજારમાં અંદાજે 200 કન્ટેનરની જરૂરિયાત સામે હાલમાં માત્ર 20 કન્ટેનરની જ આવક થઈ રહી છે, જેના કારણે માલની ભારે અછત વર્તાઈ રહી છે અને સીધી અસર ભાવ પર પડી છે.બદામ, પિસ્તા અને કાજુના ભાવમાં જબરદસ્ત વધારો, પ્રતિ કિલોના નવા ભાવ જાહેરબદામ, પિસ્તા અને કાજુ જેવા લોકપ્રિય સૂકામેવાના ભાવમાં 25 ટકાથી લઈને 55 ટકા સુધીનો મોટો વધારો નોંધાયો છે. રાજકોટના બજારમાં પ્રવર્તતા જૂના અને નવા ભાવ પર નજર કરીએ તો:બદામ: જૂનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 800 હતો, જે વધીને હવે રૂપિયા 1,200 થયો છે.કાજુ: જૂનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 700 હતો, જે વધીને હવે રૂપિયા 1,000 થયો છે.પિસ્તા: જૂનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 1,200 હતો, જે વધીને હવે રૂપિયા 1,800 થયો છે.પિસ્તા મોરા: સીધા વધીને હવે રૂપિયા 3,000 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે.અન્ય વસ્તુઓમાં ચારોળી રૂપિયા 2,000 પ્રતિ કિલો, અખરોટ રૂપિયા 700થી 1,000, કિસમિસ રૂપિયા 500થી 800, જ્યારે અંજીરના ભાવ ઘટીને રૂપિયા 600 થયા છે. આ ઉપરાંત જલદારૂના ભાવ રૂપિયા 400થી વધીને સીધા રૂપિયા 800થી 1,200 સુધી પહોંચી ગયા છે.આ દિવાળીએ ડ્રાયફ્રૂટ ખરીદવું મોંઘું બનશે, ગ્રાહકોના બજેટ પર અસરતહેવારોની સિઝનમાં ગિફ્ટિંગ કરવા માટે અને ઘરના ઉપયોગ માટે ડ્રાયફ્રૂટનું વિશેષ મહત્ત્વ હોય છે, પરંતુ આ અણધાર્યા ભાવવધારાના કારણે આ વર્ષે દિવાળીની ખરીદીમાં લોકોનું બજેટ ખોરવાઈ જવાની પૂરી સંભાવના છે. વેપારીઓના જણાવ્યા મુજબ જો આયાતની સ્થિતિ જલ્દી સુધરશે નહીં તો આગામી દિવસોમાં ભાવ હજી ઊંચા જઈ શકે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward