android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: બંગાળની ખાડીમાં આજે ચક્રવાતી તોફાનનું સંકટ, ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનોની અસર વર્તાશે
calendar_today October 26, 2026

Gujarat Latest News Live: બંગાળની ખાડીમાં આજે ચક્રવાતી તોફાનનું સંકટ, ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનોની અસર વર્તાશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Vadodara : શરદપૂનમે બરકાલના શ્રીલીલા ગૌધામ ખાતે ભોજનસેવા-ભંડારો
calendar_today October 25, 2026

Vadodara : શરદપૂનમે બરકાલના શ્રીલીલા ગૌધામ ખાતે ભોજનસેવા-ભંડારો

શિનોર તાલુકાના બરકાલ મુકામે માં નર્મદા ના કિનારે આવેલા શ્રી લીલા ગૌધામ ના પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજી ની પાવન પ્રેરણાથી આજરોજ તારીખ 25 ઓક્ટોબર 2026 રવિવારે શરદ પૂનમના દિવસે સવારે 10:00 કલાકે ભોજન , સેવા અને દિવાળીના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.. વિશાળ ભોજન ભંડારો તથા જીવનોપયોગી વસ્તુઓના વિતરણનો કાર્યક્રમ પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજીની પાવન પ્રેરણા તથા દિવ્ય સાનિધ્યમાં શરદ પૂર્ણિમાના નિમિત્તે અહીંના બરકાલ તથા આસપાસના ગામો જેમ કે બરકાલ કોલોની, ઝાંઝડ, મોટા ફોફ્ળિયા, કંજેઠા, અંબાલી, મોલેથા, બીથલી, ,સેગવા, મોટા કરાડા, સીમડી, વગેરે ગામોની માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી લીલા ગૌધામ, બરકાલ દ્વારા આયોજિત ભંડારામાં અન્ન, વસ્ત્ર્રો , મિઠાઈ, ફ્ળ, શાકભાજી, પગરખાં, સ્વેટર, ટોપી તથા અન્ય જીવનોપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે ભોજન પ્રસાદીનો લાભ તથા હરિ નામ સંકીર્તન અને સત્સંગનું આયોજન થયું, જેમાં શ્રીજીના દિવ્ય સાનિધ્યમાં ગામલોકો, ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો અને નાના બાળકોએ ભાગ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi : તાલુકા ધરમપુરી પ્રશાખા નહેરમાં ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય
calendar_today October 25, 2026

Dabhoi : તાલુકા ધરમપુરી પ્રશાખા નહેરમાં ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય

ડભોઇ તાલુકાના ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે હેતુથી બનાવેલી ધરમપુરી પ્રશાખા નહેર (સાંકળ 5584 મી.) હાલ તંત્રની ઘોર ઉપેક્ષા અને યોગ્ય દેખરેખના અભાવે બદહાલ સ્થિતિમાં મુકાઈ છે. નહેર અને તેની આસપાસના ભાગમાં મોટા પાયે બાવળ અને ઝાડી-ઝાંખરા ઊગી નીકળતાં નહેરનું અસ્તિત્વ જ જોખમાઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પાણીની વહેણ થંભી ગયું છે.ધરમપુરી માઇનોર કેનાલની લાંબા સમયથી સફાઈ કે મરામત કરાઇ નથી. કેનાલમાં તથા પાળા પર બંને તરફ્ ઘટાદાર વનસ્પતિ અને ઝાડીઓ જામી ગઈ છે. જેના કારણે કેનાલમાં પાણી છોડાય ત્યારે પ્રવાહ અવરોધાય છે. છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું નથી. વળી, કેટલીક જગ્યાએ કેનાલ ક્ષતિગ્રસ્ત થવાની ભીતિ પણ સેવાઈ છે. હાલ ખેતીની સિઝન દરમિયાન પાકને સમયસર પાણી મળવું અત્યંત જરૂરી છે. ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નર્મદા નિગમ કે સંબંધિત સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ્-સફાઈ પ્રત્યે પૂરતું ધ્યાન અપાતું નથી. કેનાલમાં ઊગી નીકળેલા બાવળો અને કાંટાળી વનસ્પતિના કારણે પાણીનો વેડફાટ થવાની સાથે પાણી અટવાઈ જાય છે. જેથી ખેડૂતોને સિંચાઈથી વંચિત રહેવાનો વારો આવે છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા માંગણી કરાઇ છે કે, તંત્ર દ્વારા સત્વરે સ્થળ તપાસ કરી ધરમપુરી પ્રશાખા નહેરમાંથી ઝાડી-ઝાંખરા દૂર કરી કાંપ અને કચરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે, જેથી કેનાલમાં સુચારૂ રીતે પાણી વહી શકે અને ખેડૂતોના ઊભા પાકને જીવતદાન મળી રહે. જો વહેલી તકે યોગ્ય પગલાં નહીં લેવાય તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward