android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra : મહી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન સ્થળે ખાણ ખનિજનો દરોડો
calendar_today October 25, 2026

Godhra : મહી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન સ્થળે ખાણ ખનિજનો દરોડો

ગોધરા તાલુકાના નવા નદીસર છાપરી પાસે મહીનદીના પટમાંથી ગેરકાયદેસર સફેદ રેતીનું વહન કરતાં બે ટ્રેક્ટર અને 3 નાવડીને ખાણ ખનિજ વિભાગે જપ્ત કરી હતી.પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ નવા નદીસર છાપરી ગામ નજીકથી પસાર થતી મહીનદીના પટમાં મોટા પ્રમાણમાં બિનઅધિકૃત રીતે સફેદ રેતીનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે પંચમહાલ જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમે દરોડો પાડયો હતો. આ રેડ દરમિયાન ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરી રહેલા 2 ટ્રેક્ટર તેમજ નદીના પટમાંથી રેતી નીકાળવા માટે ઉપયોગમાં લેવાતી 3 નાવડીઓ ઝડપાઈ હતી. ખાણ ખનિજ વિભાગની ટીમે 2 ટ્રેક્ટર અને 3 નાવડીઓ સહિત રૂ.15 લાખ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી સંબંધિત ઇસમો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનિજ વિભાગની આ કાર્યવાહીથી નદી કિનારે ધમધમતા ગેરકાયદેસર ખનીજ વહન કરનારા ખનિજ માફીયાઓ ફ્ફ્ડાટ વ્યાપી જવા પામ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra : ઉત્તર અને મધ્ય ઝોનના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ખાસ બેઠક મળી
calendar_today October 25, 2026

Godhra : ઉત્તર અને મધ્ય ઝોનના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ખાસ બેઠક મળી

ગાંધીનગર ખાતે ભાજપના ઉતર અને મધ્ય ઝોનના ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક વિશેષ અને અગત્યની બેઠક મળી હતી. જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ પણ હાજર રહ્યા હતાં. જે બેઠકમાં તેઓએ મહત્વપૂર્ણ વિષયો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપની ઉતર અને મધ્ય ઝોનના ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક વિશેષ અને અગત્યની બેઠક ગઈકાલે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં પંચમહાલ જિલ્લાના ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહભાગી થઈ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મયંકભાઇ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત સાથે અભિવાદન કર્યું હતું. તેમજ તેઓએ મહત્વપૂર્ણ વિષયો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમજ બેઠક દરમિયાન વિવિધ સંગઠનાત્મક વિષયો અને આગામી આયોજનો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod : લીમખેડા તાલુકાની મહિલાઓ માટીકામ થકી આત્મનિર્ભર બની
calendar_today October 25, 2026

Dahod : લીમખેડા તાલુકાની મહિલાઓ માટીકામ થકી આત્મનિર્ભર બની

લીમખેડાના મા બ્રહ્માણી કુંભારી કામ કલાગીરી સખી મંડળની 11 મહિલાઓ પરંપરાગત માટીકામની કળા દ્વારા આત્મનિર્ભર બની છે. વર્ષ 2013થી કાર્યરત આ મંડળ માટલાં, કુલડી, કોડિયાં, કપ, તવા અને અન્ય અનેક માટીનાં વાસણો બનાવી પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના મંત્રને સાકાર કરતાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મા બ્રહ્માણી કુંભારી કામ કલાગીરી WSHG સખી મંડળની બહેનોએ માટીકામની પરંપરાગત કળાને આજીવિકાનું એક સશક્ત માધ્યમ બનાવ્યું છે. વર્ષ 2013 થી કાર્યરત આ સખી મંડળની 11 મહિલાઓએ પોતાની મહેનત અને કલાગીરીના જોરે આર્થિક આત્મનિર્ભરતા મેળવીને સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું. આ સખી મંડળની બહેનો દ્વારા માટીમાંથી અત્યંત આકર્ષક અને ગુણવત્તાયુક્ત વાસણો બનાવવામાં આવે છે. જેમાં પરંપરાગત કોડિયા, માટલા, ઘડા અને કુલડી ઉપરાંત આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માટીની પાણીની બોટલ, હાંડલી, ચરવા, કલેડા, કૂકર, કપ, તવા, કડાઈ અને ગલ્લા જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. સરકારના પ્રોત્સાહન અને સરસ મેળાઓમાં નિઃશુલ્ક સ્ટોલની સુવિધાથી બહેનોને પોતાનાં ઉત્પાદનોનું વેચાણ કરવાની તક મળી છે. અમદાવાદ, સુરત સહિતનાં શહેરો ઉપરાંત દિલ્હી, મુંબઈ અને ગોવા સુધી તેમનાં ઉત્પાદનો લોકપ્રિય બન્યાં છે. મંડળે વિવિધ મેળાઓમાં વેચાણ કરીને રૂા. 6 લાખથી વધુની બચત પણ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward