android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch : સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા 12 માં શરદોત્સવની ઉજવણી કરાઇ
calendar_today October 25, 2026

Bharuch : સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા 12 માં શરદોત્સવની ઉજવણી કરાઇ

ભરૂચ જિલ્લામાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અને શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 12 મા શરદોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના સિદ્ધનાથ નગર સ્થિત ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના અંદાજે 600 જેટલા બ્રહ્મબંધુઓ, બહેનો અને બાળકોએ સહપરિવાર ઉપસ્થિત રહી ગરબાની રમઝટ બોલાવી હતી. શરદ પૂર્ણિમાના પાવન અવસરને અનુલક્ષીને યોજાયેલા આ ઉત્સવમાં પરંપરાગત ગરબા સાથે દૂધ-પૌઆ અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમના અંતે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પુખ્ત વયના ખેલૈયાઓ માટે ગરબાની વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પરશુરામ બ્રહ્મસમાજ અને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ કાર્તિક વ્યાસ, જનક પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ બી.કે. ભટ્ટ, ફાઉન્ડર પ્રમુખ ચિરાગ ભટ્ટ, મહામંત્રી બિપિન પટેલ, હિમાંશુ ભટ્ટ, બિપિન ભટ્ટ, લલિત શર્મા, પ્રદીપ રાવલ, બાદલભાઈ પંડયા અને મયુરેશ્વર મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શરદોત્સવની ઉજવણીથી સમાજમાં એકતાનોસંદેશ અપાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleshwar : અંકલેશ્વરની SVEM સ્કૂલ ખાતે શરદપૂનમના ગરબા યોજાયા
calendar_today October 25, 2026

Ankleshwar : અંકલેશ્વરની SVEM સ્કૂલ ખાતે શરદપૂનમના ગરબા યોજાયા

અંકલેશ્વરના સ્ટેશન રોડ સ્થિત એસ.વી.ઈ.એમ. સ્કૂલ બાલમંદિર ખાતે ગઈકાલે તા.24 ને શનિવારે શરદ પૂનમના પાવન અવસરે ગરબા મહોત્સવ યોજાયો હતો. જેમાં શાળાના ભૂલકાંઓ માટે ગરબા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બાળકોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ગરબામાં ભાગ લીધો હતો. સાથે વાલીઓ માટે પણ ગરબા સ્પર્ધા યોજાઈ હતી. બાળકો અને વાલીઓએ સાથે મળીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વર અડયૂકશનલ ટ્રસ્ટના સેક્રેટરી ડૉ.મહેન્દ્રભાઈ પંચાલ, શાળાના પ્રિન્સિપાલ મીનાક્ષીબેન, ગુજરાતી મિડીયમના મિલેન્દ્રસિંહ કેશોરોલાએ હાજરી આપી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara : બંધારણનો આધાર જ સંસ્કૃતિ : સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ જે.સાઇ દિપક
calendar_today October 25, 2026

Vadodara : બંધારણનો આધાર જ સંસ્કૃતિ : સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ જે.સાઇ દિપક

સંસ્કૃતિ પાયો છે અને બંધારણ તેના પર ઊભું થયેલું માળખું છે. જો પાયોજ ન રહેતો માળખું કેવી રીતે ટકી શકે તેવું સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ જે. સાંઇ દિપકે રવિવારે અકોટા ખાતે શ્રી સુધાકર જોષી મેમોરિયલ લેકચર દ્વારા ભારતનું ધાર્મિક બંધારણ વિષય પર યોજાયેલા વ્યાખાનમાં ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું. આ પ્રસંગે જે.સાંઇ દિપકે વધુમાં જણાવ્યું હતુંકે ભારતના બંધારણીય મૂલ્યો અને સાંસ્કૃતિક પરંપરાઓ વચ્ચેનો સંબંધ જાળવવોએ આજના સમયની મહત્વપૂર્ણ જવાબદારી છે. જો સંસ્કૃતિ નબળી પડશે તો બંધારણ પણ નબળું પડશે. જયાં જયાં સંસ્કૃતિનો વિસ્તાર મર્યાદિત થઈ ગયો અથવા સંકોચાતો ગયો ત્યાં ત્યાં બંધારણીય વ્યવસ્થાનો વિસ્તાર પણ સંકોચાતો ગયો જેનું ઉદાહરણ કાશ્મીર અને પૂર્વ ભારત છે. ભારતના બંધારણ અને તેની સંસ્કૃતિક પરંપરાઓ વચ્ચે સંવાદ અને સમન્વય જળવાઇ રહેવો જોઇએ. આપણા મતભેદો અને વિવાદોનો ઉકેલ લાવવા માટે જે બંધારણીય માધ્યમો અને વ્યવસ્થાઓ છે. જો તમે તેમનેજ તોડી નાખશો તો પછી આપણા ઝઘડાનો ઉકેલ કયાં આવશે રસ્તા પર તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. તેમને બંધારણ અને સંસ્કૃતિને ફરીથી એકજ દિશામાં લઇ જઇએ અને વચ્ચેનો સંઘર્ષ થતાં અંતર ઓછું કરીએ હું કોઇ પણ સરકાર કે રાજકીય પક્ષનો બચાવ કરવા અહીં આવ્યો નથી મારા સ્વતંત્ર વિચારો છે. જયાં ટિકા જરૂરી હોય ત્યાં ટિકા થવી જોઇએ અને જયાં પ્રસંશા યોગ્ય હોય ત્યાં પ્રશંસા પણ થવી જોઇએ. સત્તામાં કોઇ પણ હોય તેની નીતિગત નિષ્ફળતાઓ માટે તેને જવાબદાર ઠેરવવો જોઇએ પરંતુ હું એ પણ નહીં થવા દઉં કે આ નિષ્ફળતાઓને બહાનું બનાવીને ગેરબંધારણીય રીતે સત્તા પરિવર્તન કરાવવામાં આવે અથવા દેશના બંધારણીય માળખાને તોડી પાડવામાં આવે. આગામી 10 થી 15 વર્ષમાં ભારત સામે અનેક ગંભીર પડકારો ઊભા થઇ શકે છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ સમગ્ર વ્યવસ્થાને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. તેની અસર રોજગારી પર પણ પડશે નોકરીઓનું સ્વરૂપ બદલાશે. જયારે બેરોજગારની સંખ્યા વધશે. ત્યારે અસંતોષ અને આક્રોશમાં પણ વધારો થશે જે લોકો ભારતની પ્રગતિને નુકસાન પહોંચાડવા માગે છે. તેમને અસંતોષથી ભરેલા લોકો મોટી સંખ્યામાં મળી શકે છે. જેનો ઉપયોગ તેઓ પોતાના હેતુઓ માટે કરી શકે છે. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી નચીકેતા જોષીએ પણ સ્વ સુધાકર જોષીના જીવનના પ્રેરક પ્રસંગો વાગોળ્યા હતા. આ પ્રસંગે ચૈતન્ય જોષી અને તુષાર વ્યાસે ઉપસ્થિતોનો આભાર માન્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward