android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં જિલ્લાના શિક્ષકો હાજર રહ્યાં
calendar_today October 25, 2026

Dahod : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં જિલ્લાના શિક્ષકો હાજર રહ્યાં

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારાવડતાલ ખાતે યોજાયેલી રાજ્ય કારોબારી અને સામાન્ય સભામાં દાહોદ જિલ્લાના 9900 શિક્ષકમિત્રોએ સક્રિય પ્રતિનિધિત્વ કર્યું હતું. આ બેઠકમાં દાહોદ જિલ્લાના શિક્ષકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો, પડકારો અને શિક્ષકહિતના મુદ્દાઓ રાજ્યકક્ષાએ રજૂ કરાયા હતા. આ પ્રસંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, દાહોદ જિલ્લાના અધ્યક્ષ, જિલ્લા મહામંત્રી, ઉપાધ્યક્ષ, રાજ્ય કારોબારીના સભ્યો, સહમંત્રી, કોષાધ્યક્ષ, આંતરિક ઓડિટર સહિત તમામ તાલુકાના અધ્યક્ષો, તાલુકા મહામંત્રીઓ તેમજ HTAT ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન દાહોદ જિલ્લાના શિક્ષકમિત્રોના હિત સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નોના યોગ્ય અને સમયબદ્ધ નિરાકરણ માટે રજૂઆતો કરાઈ હતી. સાથે શિક્ષણ વ્યવસ્થાના ગુણાત્મક વિકાસ, શિક્ષકોની સમસ્યાઓના ઉકેલ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરાઈ હતી. દાહોદ જિલ્લામાં શિક્ષકહિતના પ્રશ્નોને યોગ્ય મંચ સુધી પહોંચાડવા અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સતત સક્રિય અને પ્રતિબદ્ધ છે. વડતાલ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાનું સંગઠનાત્મક પ્રતિનિધિત્વ શિક્ષકોના પ્રશ્નોને રાજ્યકક્ષાએ વાચા આપવાની દિશામાં મહત્ત્વપૂર્ણ સાબિત થયું હતું. રાષ્ટ્ર કે હિતમાં શિક્ષા, શિક્ષા કે હિતમાં શિક્ષક અને શિક્ષક હિતમાં સમાજના વિચાર સાથે દાહોદ જિલ્લા સંગઠન શિક્ષકોના હિત, સન્માન અને શિક્ષણના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Devgadhbaria : નવા બની રહેલા નાળા અને ગટરની કામગીરીમાં ઢીલી નીતિ સામે રોષ
calendar_today October 25, 2026

Devgadhbaria : નવા બની રહેલા નાળા અને ગટરની કામગીરીમાં ઢીલી નીતિ સામે રોષ

દેવગઢબારીઆ સ્થિત સ્ટેટ હાઇવે નવો બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા થયા પછી હાલમાં નવીન નાળા બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. તાલુકાના મોટીઝરી ગામે પણ નવીન નાળાનું કામ શરૂ કરાયું છે. જે માટે નજીકમાં ડાયવર્ઝન અપાયું છે, જે ડાયવર્ઝન માત્ર માટી અને હલકા મેટલ પુરાણ કરી બનાવાયું હોઈ ત્યાંથી પસાર થતાં ઓવરલોડ રેતી ભરેલ ટ્રકો અને ડમ્પરને કારણે વારંવાર બેસી જતું હોવાથી રોજ નાના મોટા અકસ્માત થતા હોય છે. જયારે પાણીનો છંટકાવ નહીં થવાથી કાચા રોડ ઉપર ઊડતી ધૂળની ડમરીઓના કારણે વાહનો ક્યારેક સામ સામે દેખાતા પણ નથી. તેવા સંજોગોમાં ક્યારેક જીવલેણ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. જયારે આ નવીન નાળા નજીક પાણીના વહેણ માટે ગટર લાઈનનું પણ કામ ચાલી રહ્યું છે. જે કામગીરીમાં સ્ટીલનો ઉપયોગ ઓછો થતો હોવાની ફરિયાદો, તેમજ આરસીસી વર્કમાં પાણીનો છંટકાવ નહીં થતા ગટર લાઈનના ટકાઉપણા બાબતે પણ શંકા સેવાઈ રહી છે, જવાબદાર અધિકારીઓ પણ ક્યારે મુલાકાત લઈને જતા રહે છે અને મુલાકાત દરમ્યાન કામગીરીમાં તટસ્થ અવલોકન કરે છે કે કેમ તે પણ મોટો સવાલ ખડો થયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi : તાલુકાના ગામોની જીવાદોરી સમાન લોકમાતા ઓરસંગ સૂકીભઠ
calendar_today October 25, 2026

Dabhoi : તાલુકાના ગામોની જીવાદોરી સમાન લોકમાતા ઓરસંગ સૂકીભઠ

ડભોઇ તાલુકામાંથી પસાર થતી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન ઓરસંગ નદી હાલ અત્યારથી જ સાવ કોરીધાકોર જોવા મળે છે. સામાન્ય રીતે ઉનાળામાં નદીનો પટ સૂકાતો જોવા મળે છે. પરંતુ આ વર્ષે હજુ તો શિયાળાની માંડ શરૂઆત થઈ છે. ત્યાં જ ઓરસંગ નદી અત્યારથી ખાલીખમ થતાં સ્થાનિક લોકો અને ખેડૂત આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.ચાલુ વર્ષે ચોમાસામાં પંથકમાં વરસાદની અનિયમિતતા અને ઓછો વરસાદ નોંધાયો છે. જેના પરિણામે તાલુકાના મુખ્ય જળસ્ત્રોતો સમય પહેલાં જ ખાલી થયા છે. ચોમાસુ વિદાય લેતાની સાથે જ નદીના વહેણ થંભી ગયા છે. પટમાં માત્ર રેતીના ઢગલા જ નજરે પડી રહ્યાં છે. હજુ તો આખો શિયાળો બાકી છે. ત્યારબાદ કાળઝાળ ઉનાળો પસાર કરવાનો છે. ત્યારે શરૂઆતથી જ નદી સુકાઈ જતાં આવનારા દિવસોમાં જળસંકટ વધુ ઘેરું બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ઓરસંગ નદી કાંઠાના ગામોના ખેડૂતો નદીના પાણી અને તેના કારણે ઊંચા રહેતા ભૂગર્ભ જળસ્તર પર નિર્ભર રહીને મોટા પાયે શિયાળુ તેમજ ઉનાળુ ખેતી કરતા હોય છે. નદી અત્યારથી જ સૂકાઈ જતાં બોર-કૂવાના પાણીના તળ પણ ઝડપથી ઊંડા ઉતરી જવાની શક્યતા છે. જેને કારણે ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરવું કે નહીં તે અંગે મૂંઝવણમાં મુકાયા છે. જો નદીમાં પાણી જ ન રહે તો ખેડૂતો શિયાળુ કે ઉનાળુ પાક લઈ શકે તેવી કોઈ અનુકૂળ સ્થિતિ હાલ દેખાતી નથી. નદી સૂકીભઠ થતાં માત્ર ખેતી જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો માટે પણ પશુના પીવાના પાણીની સમસ્યા ઊભી થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. હજુ તો મોસમની શરૂઆત છે. ત્યાં જ જો આ દશા હોય, તો આગામી વૈશાખ-જેઠ મહિનામાં પરિસ્થિતિ કેટલી વિકટ બનશે. તેને લઈને સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. જગતનો તાત આ કુદરતી માર સામે લાચાર બનીને ચિંતાતુર નજરે વહીવટી તંત્ર કે કેનાલના આધારે મીટ માંડીને બેઠો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward