android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : બાકરોલથી હનુમાનપુરા સુધી ડામર રોડનું રી-સર્ફેસિંગ કરાશે
calendar_today October 25, 2026

Vadodara : બાકરોલથી હનુમાનપુરા સુધી ડામર રોડનું રી-સર્ફેસિંગ કરાશે

વડોદરા જિલ્લા પંચાયત હસ્તક માર્ગ મકાન વિભાગ દ્વારા વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામથી હનુમાનપુરા ગામ સુધીના 1 કિ.મી લંબાઈ ધરાવતા ડામર રોડના રિ-સર્ફેસિંગ કામનું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ 1 કિમી માર્ગના નવીનીકરણ પાછળ આશરે રૂા.42 લાખનો ખર્ચ કરાશે. જેનાથી ગ્રામજનો તેમજ વાહનચાલકો અને કોલેજ જતાં વિદ્યાર્થીઓની હાલાકીનો અંત આવશે.આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા પંચાયતના પ્રમુખ જૈમીન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન વસાવા, મહામંત્રી વિકીભાઈ ચૌહાણ સહિત સ્થાનિક સરપંચ કમલેશ ભાલીયા અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામડાઓમાં ગુણવત્તાયુક્ત રસ્તાઓની સુવિધા પહોંચાડવી એ પ્રાથમિકતા છે. બાકરોલ અને હનુમાનપુરા ગામ વચ્ચેનો આ માર્ગ રિ-સર્ફેસ થવાથી દૈનિક અવરજવર કરતા ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે આવાગમન સરળ અને સલામત બનશે. ગ્રામજનોની ઘણા સમય સમયની માંગણીનો અંત આવતા વહીવટી તંત્ર અને ચૂંટાયેલ પ્રતિનિધિનો આભાર માન્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: દસ્ક્રોઈના જેતલપુરમાં નેશનલ બાઈક રેલીનું સ્વાગત
calendar_today October 25, 2026

Ahmedabad: દસ્ક્રોઈના જેતલપુરમાં નેશનલ બાઈક રેલીનું સ્વાગત

અમદાવાદ જિલ્લામાં દસ્કોઈનાં જેતલપુર ગામે નશામુક્ત ભારત અભિયાન તેમજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતેના રાષ્ટ્રીય એકતા દિવસ-2026 કાર્યક્રમ સંદર્ભે નેશનલ મોટરસાઇકલ રેલીનું રવિવારે સવારે આગમન થતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. નું ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય એકતા દિવસ-2026 અન્વયે FIGHT AGAINST DRUGS સંદર્ભે નેશનલ મોટરસાઇકલ રેલી અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાંથી પ્રસાર થઈ હતી. બાઈક રેલીનો સ્વાગત કાર્યક્રમ એમ.પી. પંડયા હાઈસ્કૂલ, જેતલપુર ખાતે રાખવામાં આવ્યો હતો. સદર રેલીનુ સ્વાગત ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય દ્વારા કરાયું હતું. જ્યારે જેતલપુર સંસ્કૃત ગુરુકુળ વિદ્યાલયના 50 વિદ્યાર્થીઓએ મંત્રોચાર કરી રેલીના વધામણાં કર્યા હતા. આ પ્રસંગે એનએસજીના આઈજી પાઠક, બ્રિગેડિયર અનીલકુમાર જોષી, કર્નલ નવીન રાજન કર્નલ, તેમજ આઈટીબીપીના આઈજી વિનોદકુમાર ડેરીવાલનું અમદાવાદ જિલ્લા ગ્રામ્યના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિ, અસલાલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક તપન ડોડીયા સહિતના દ્વારા સ્વાગત કરાયુ હતું. રેલીમાં 100 બાઈકર્સ, બોલેરો જીપ 10, બસ 12 અને ટ્રક 10નો કાફલો જોડાયેલો છે. સ્વાગત કાર્યક્રમ બાદ રેલીનું ખેડા જિલ્લા તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: વિસ્ફોટકના ગેરકાયદે જથ્થા સાથે બે શખ્સો પકડાયા
calendar_today October 25, 2026

Surendranagar: વિસ્ફોટકના ગેરકાયદે જથ્થા સાથે બે શખ્સો પકડાયા

થાનના જામવાળી ગામે ગત તા. 24મીના રોજ રાત્રે પોલીસ અને ખાણ ખનીજની ટીમે સંયુકત રેડ કરી હતી. જેમાં એમપીના 2 મજુરો વિસ્ફોટક સાથે ઝડપાયા છે. આ બનાવમાં 4 શખ્સો સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.થાન પીઆઈ વી.યુ.ગડરીયા, નરેશભાઈ ભોજીયા સહિતની ટીમે બાતમીને આધારે થાનના જામવાળી ગામે ખાણ ખનીજની ટીમને સાથે રાખી તા. 24મીના રોજ રાત્રે સંયુકત રેડ કરી હતી. જેમાં અલગ-અલગ જગ્યાએ ખોદાયેલા કુવામાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન થતુ હોવાનું ધ્યાને આવ્યું હતુ. આ સમયે કુવા પાસે ઉભેલા 2 શખ્સો થેલામાં કાંઈક ભરતા હોવાનું ધ્યાને આવ્યું હતુ. આથી આ શખ્સોની પુછપરછ કરાતા તેઓ એમપીના 28 વર્ષીય સોહન મેસુભાઈ ભાબોર અને રાલુ દલાભાઈ ભાબોર હોવાનું જણાવ્યું હતુ. જયારે તેમની પાસેથી ગેરકાયદેસર એકસપ્લોઝીવનો જથ્થો જેમાં જીલેટીન સ્ટીક 280 નંગ કિંમત રૂપીયા 4200, સેફટી ફયુઝના ગુંચળા 11 નંગ કિંમત રૂપીયા 660 સહિત રૂપીયા 4660નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ બન્ને શખ્સો જામવાળીના અરજણ અલગોતરના કહેવાથી એકસપ્લોઝીવ લગાવી કુવામાંથી કોલસો કાઢવાનું તથા તેનું વેચાણ કરવાની મજુરી કરતા હતા. જેમાં બન્નેને દૈનીક રૂપીયા 600 મજુરી પેટે ચુકવાતા હતા. આથી પોલીસે ઝડપાયેલા બન્ને ઉપરાંત અરજણ અલગોતર અને એકસપ્લોઝીવનો જથ્થો આપનાર સહિત 4 સામે થાન પોલીસ મથકે વિસ્ફોટક પદાર્થ અધીનીયમ મુજબ ફરિયાદ નોંધી છે. બનાવની વધુ તપાસ થાન પીઆઈ વી.યુ.ગડરીયા ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward