android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: દસ્ક્રોઈના ભુવાલમાં બે સમાજ વચ્ચેની અથડામણમાં 1 વૃધ્ધનું મોત, 13 સામે ગુનો નોંધાયો
calendar_today October 25, 2026

Ahmedabad: દસ્ક્રોઈના ભુવાલમાં બે સમાજ વચ્ચેની અથડામણમાં 1 વૃધ્ધનું મોત, 13 સામે ગુનો નોંધાયો

અમદાવાદ જિલ્લામાં દસ્ક્રોઈ તાલુકાના ભુવાલમાં દશેરાના દિવસે બે સમાજ વચ્ચે થયેલી બોલાચાલી બાદ મારામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા એક વૃધ્ધ વ્યક્તિનુ અમદાવાદ સિવિલમાં સારવારમાં મોત નીપજ્યું હતું. જે બાબતે કણભા પોલીસ સ્ટેશનમાં કુલ 13 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, અગાઉના વિવાદની અદાવતને લઈને બોલાચાલી બાદ મારામારી થઈ હતી. ફરિયાદીએ આરોપીઓ સામે મારપીટ અને ઇજાઓ પહોંચાડવાના આક્ષેપો કર્યા છે. કણભા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનાની ગંભીરતા વચ્ચે પોલીસ તપાસમાં હવે કયા સંજોગોમાં વિવાદ ઉગ્ર બન્યો, મારામારીમાં કોની કેટલી ભૂમિકા હતી અને વૃદ્ધના મૃત્યુ સાથે ઘટનાનો સંબંધ શું છે? તે બાબતો મહત્ત્વની બની છે. રામાભાઈ ભોઈની અંતિમયાત્રા રવિવારે બપોરે 12 વાગ્યે ભુવાલ ગામે તેમના નિવાસેથી નીકળી હતી. સ્મશાન યાત્રા દરમિયાન ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ગામમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chotila: વીજ કર્મી કચેરીમાં જ રૂ. 60 હજારની લાંચ લેતો રંગેહાથ ઝડપાયો
calendar_today October 25, 2026

Chotila: વીજ કર્મી કચેરીમાં જ રૂ. 60 હજારની લાંચ લેતો રંગેહાથ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં લાંચ જાણે વ્યવહાર બની ગયો હોય તેમ સરકારી અધીકારીઓ અને કર્મચારીઓ ખુલ્લેઆમ લાંચ માંગે છે. અરજદારોને પણ આવા ભ્રષ્ટ અધીકારીઓને અને કર્મચારીઓને નૈવેદ્ય ધરાવ્યા વગર કામ થતા ન હોઈ તેઓ નાણા દેવા મજબુર બને છે. ત્યારે ચોટીલા વીજ કચેરીનો હેલ્પર રૂ. 60 હજારની લાંચ લેવાના કેસમાં આબાદ ઝડપાયો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદેસરનું કામ કરાવવુ હોય તો પણ અરજદારોને અધીકારીઓ અને કર્મચારીઓના ખીસ્સા ગરમ કરવા પડે છે. ત્યારે આવા જ એક બનાવમાં ચોટીલા વીજ કચેરીનો હેલ્પર રૂપીયા 60 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. વધુમાં મળતી માહીતી મુજબ આ કામના ફરીયાદીની વાડીમાં થોડા દિવસો પહેલા વીજ ચેકિંગ થયુ હતુ. જેમાં ફરિયાદીની વાડીમાં રહેલ વીજ મીટર પીજીવીસીએલના કર્મીઓ પોતાની સાથે કચેરીએ લઈ ગયા હતા. બાદમાં ફરિયાદી ખેડુતે કચેરીએ જઈ વીજ મીટર પરત આપવા રજુઆત કરી હતી. જેમાં તમારૂ મીટર વીજ ચોરી કરેલ હોવાથી દંડ ભરવો પડશે અને દંડ ન ભરી વીજ મીટર પરત લઈ જવુ હોય તો રૂપીયા 70 હજાર આપવા પડશે તેમ ચોટીલા સબ ડીવીઝન પીજીવીસીએલ કચેરીના હેલ્પર અને લખતરમાં રહેતા બીપીન ભરતભાઈ પારેજીયાએ કહ્યુ હતુ. આ રકમ ફરિયાદીને આપવી ન હોઈ તેઓએ રાજકોટ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં રાજકોટ એસીબી પીઆઈ એમ.એન.રાણા સહિતની ટીમે તા. રપના રોજ ચોટીલા વીજ કચેરીમાં છટકુ ગોઠવ્યું હતુ. અને ફરિયાદીના હાથે હેલ્પર બીપીન પારેજીયા લાંચની રકમ રૂપીયા 60 હજાર સ્વીકારતા જ એસીબી ટીમ સામે આવી હતી. અને બીપીન પારેજીયાને લાંચ લેવાના કેસમાં ઝડપી લીધો હતો. અને તેની સામે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: સગીરાએ રાજકોટની હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો
calendar_today October 25, 2026

Surendranagar: સગીરાએ રાજકોટની હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો

સુરેન્દ્રનગરમાં રહેતા પરિવારની સગીર દિકરી સાથે 9 માસ પહેલા એક સગીરે કુકર્મ આચર્યુ હતુ. જેમાં સગીરા ગર્ભવતી બનતા અને તાજેતરમાં રાજકોટની હોસ્પીટલમાં સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. બનાવની પોકસોની કલમો સાથે આરોપી સગીર સામે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.સુરેન્દ્રનગરના છેવાડાના વિસ્તારમાં રહેતા એક પરિવારને 15 વર્ષની સગીર દિકરી છે. પરિવાર જયાં રહે છે તેની નજીક એક દુકાને એક સગીર અવારનવાર આવતો હતો. અને 9 માસ પહેલા સગીરા સાથે વાતચીત કરતો હતો. બાદમાં એક દિવસ સગીરા ઘરે એકલી હતી ત્યારે સગીરે આવી સગીરાને બાવળમાં લઈ જઈને તેણીની સાથે 2 વાર કુકર્મ કર્યુ હતુ. અને 2 દિવસ બાદ ફરી દુષ્કર્મ આચર્યુ હતુ. થોડા દિવસો પહેલા સગીરાને મહાત્મા ગાંધી હોસ્પીટલ લઈ જવાતા તબીબોએ તેને રાજકોટની હોસ્પીટલમાં રીફર કરી હતી. જેમાં તા. 20-10ના રોજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ બનાવની સગીરાએ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે સગીર સામે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ એચ.એચ.જાડેજા ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward