Himatangar : સાબર ડેરી નજીકથી કુટણખાનું પકડાયું, પોલીસે એકને દબોચ્યો
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેસ્ટ હાઉસની આડમાં સ્પા સેન્ટરના નામે કુટણખાના ચાલી રહ્યા છે જેને સત્વરે બંધ કરાવવા માટે અનેક વખત જાગૃત્ત નાગરિકોએ પોલીસ તંત્રને રજૂઆત કરી હોવા છતાં પોલીસની જાણ બહાર કેટલાક તત્વો કુટણખાના ચલાવી રહ્યા છે. દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે બાતમીને આધારે સોમવારે સાબરડેરી નજીક ભાડાના મકાનમાં ચાલતા દેહવેપારના કૌભાંડનો પર્દાફાશ કરીને રૂ.6 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ એક યુવતીને દેહવેપારમાંથી મુક્ત કરાવી હતી. હિંમતનગર-પ્રાંતિજ રોડ પર સાબરડેરી નજીક આવેલ એક કોલેજ પાસેના વ્હાઇટ હાઉસમાં ભાડાના મકાનમાં છેલ્લા કેટલાક સમયથી ડુંગરપુર જિલ્લાના નાદીયા ગામના રાજેન્દ્ર ગૌરીશંકર ડુંગર કુટણખાનું ચલાવતો હતો જે બાતમીને આધારે એએચટીયુ દ્વારા સોમવારે ડમી ગ્રાહક મોકલીને ખરાઈ કરી હતી ત્યારબાદ પોલીસની ટીમે દેહવેપારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાને આવતાં તપાસ દરમિયાન એન્ટ્રી ફ્રી પેટે રૂ.1000 રોકડા લઈને દેહસુખ માણવા આવતા ગ્રાહકને યુવતીઓ સાથે મુલાકાત કરાવાતી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે રાજસ્થાનના રાજેન્દ્ર ગૌરીશંકર ડુંગર સામે ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે. પીઆઈ એસ.બી.ચૌધરી અને તેમની એએચટીયુની ટીમે આ કાર્યવાહી કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward