android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar : બોરડીગેટની જવાહર કોલોનીમાં અશાંતધારા વિના મિલકત વેચાણના આક્ષેપ, ટાયરો સળગાવી વિરોધ
calendar_today October 27, 2026

Bhavnagar : બોરડીગેટની જવાહર કોલોનીમાં અશાંતધારા વિના મિલકત વેચાણના આક્ષેપ, ટાયરો સળગાવી વિરોધ

ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં આવેલી જવાહર કોલોની ખાતે અશાંતધારાના કાયદા હેઠળ મિલકતોના વેચાણને લઈને સ્થાનિક રહીશોમાં ઉગ્ર વિરોધ અને ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારમાં તંત્રની સત્તાવાર મંજૂરી વિના જ પ્રોપર્ટીનું ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.અશાંતધારાની મંજૂરી ના લીધી હોવાનો આરોપબોરડીગેટ વિસ્તારમાં સર્જાયેલા આ વિવાદ દરમિયાન ઘટનાસ્થળે ચાલી રહેલું જેસીબી મશીનનું કામ પણ વિરોધ કરી રહેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક અટકાવી દીધું હતું. રોષે ભરાયેલા નાગરિકોએ કામ બંધ કરાવીને જેસીબીને સ્થળ પરથી બહાર કઢાવ્યું હતું. સ્થાનિક રહીશો અને રજૂઆતકર્તાઓનો સ્પષ્ટ દાવો છે કે છેલ્લા ઘણા સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં અશાંતધારાની કોઈ પણ પ્રકારની કાયદેસર મંજૂરી લીધા વગર જ 4 થી 5 જેટલી રહેણાંક પ્રોપર્ટીઓનું વેચાણ કરી દેવામાં આવ્યું છે. આ પ્રકારના વ્યવહારોના કારણે સમગ્ર વિસ્તારમાં સામાજિક અસંતોષ ફેલાયો છે.સત્તાવાર દસ્તાવેજ વગર જ કેટલાક લોકો રહેવા માટે આવી ગયાવિરોધ દર્શાવતા સ્થાનિક લોકોએ વધુમાં એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે પંકજ સોસાયટીના પ્લોટ નંબર 20માં કોઈપણ સત્તાવાર દસ્તાવેજ વગર જ કેટલાક લોકો રહેવા માટે આવી ગયા છે. નિયમ મુજબ અશાંતધારો લાગુ હોય તેવા વિસ્તારોમાં મિલકતની ખરીદ-વેચાણ માટે વહીવટી તંત્રની પૂર્વમંજૂરી મેળવવી ફરજિયાત હોય છે, છતાં કોઈપણ કાયદેસર દસ્તાવેજ વિના લોકો વસવાટ કરવા આવી જતાં રહીશોમાં ભારે નારાજગી ફેલાઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે આવા વ્યવહારો સામે યોગ્ય તપાસ થવી જરૂરી છે.લડતને ગાંધીનગર સુધી લંબાવવામાં આવશેઆ સમગ્ર મામલે સ્થાનિક રહીશો દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા (એસપી)ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં અશાંતધારાની મંજૂરી વગર થયેલા મિલકતોના સોદાઓની તપાસ કરીને કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો સ્થાનિક સ્તરેથી શરૂ થયેલી આ લડતને ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે. આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : વોટની સાથે નોટની પણ લડાઈ, અમેરિકાની ચૂંટણીમાં અબજોપતિઓનું કરોડોનું દાન, વાંચો રસપ્રદ માહિતી

Read Full Story arrow_forward
Patanમાં એક જ દિવસમાં 2 ગમખ્વાર અકસ્માત: 2 મહિલા સહિત 3ના કરૂણ મોત
calendar_today October 27, 2026

Patanમાં એક જ દિવસમાં 2 ગમખ્વાર અકસ્માત: 2 મહિલા સહિત 3ના કરૂણ મોત

પાટણ જિલ્લામાં ચાણસ્મા અને સમી તાલુકામાં બે અલગ-અલગ સ્થળે ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. બંને અકસ્માતમાં 2 મહિલા સહિત કુલ 3 લોકોનાં મોત થયાં છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. પ્રથમ અકસ્માત ચાણસ્મા તાલુકાના પીંપળ ગામ નજીક થયો હતો. અહીં આઇશર ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સમી નજીક શ્વાનને બચાવવા જતાં મીની ટ્રક પલટીબીજો અકસ્માત સમી તાલુકા નજીક થયો હતો. મળતી માહિતી મુજબ, રસ્તા પર આવેલા શ્વાનને બચાવવાના પ્રયાસ દરમિયાન મીની ટ્રક પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બે મહિલાનાં કરુણ મોત થયાં હતાં, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘાયલોને સારવાર માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક જ જિલ્લામાં ટૂંકા ગાળામાં બે ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવતાં લોકોમાં ચિંતા ફેલાઈ છે.બંને અકસ્માતથી પંથકમાં અરેરાટીચાણસ્મા અને સમી તાલુકામાં બનેલી આ બંને દુર્ઘટનાઓથી પંથકમાં અરેરાટી વ્યાપી છે. બંને અકસ્માતમાં કુલ 3 લોકોનાં જીવ ગયા છે અને 10 લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. એક તરફ આઇશર ટ્રકનું ટાયર ફાટવાથી અકસ્માત સર્જાયો હતો, જ્યારે બીજી તરફ શ્વાનને બચાવવાના પ્રયાસ દરમિયાન મીની ટ્રક પલટી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે. બંને ઘટનાને લઈને વધુ વિગતો અને અકસ્માતનાં ચોક્કસ કારણો અંગેની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodaraમાં ધંધાકીય મનદુઃખનો કરુણ અંજામ; ‘ચાય કા અડ્ડા’ના ભાગીદારે જ કરી ભાગીદીરની હત્યા!
calendar_today October 27, 2026

Vadodaraમાં ધંધાકીય મનદુઃખનો કરુણ અંજામ; ‘ચાય કા અડ્ડા’ના ભાગીદારે જ કરી ભાગીદીરની હત્યા!

વડોદરાના ગોરવા વિસ્તારમાં ધંધાકીય ભાગીદારે જ પોતાના સાથીદારની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ‘ચાય કા અડ્ડા’ નામની દુકાનના બે ભાગીદારો વચ્ચે મનદુઃખ ચાલતું હોવાની વિગતો સામે આવી છે. દુકાને સમયસર ન આવવાના મુદ્દે બંને વચ્ચે વિવાદ થયો હતો અને આ જ બાબત હત્યાનું કારણ બની હોવાનો આક્ષેપ છે. પોલીસ તપાસમાં મનમોહનસિંગ સંજયસિંગ (ઉં.વ. 25)ની હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી છે. આ મામલે ગોરવા પોલીસે તપાસ હાથ ધરી હતી.મધુનગર કેનાલમાં ધક્કો માર્યાનો આરોપતપાસ દરમિયાન આરોપીએ મનમોહનસિંગને ગોરવાના મધુનગર વિસ્તારમાં આવેલી કેનાલમાં ધક્કો મારી દીધો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. બનાવ બાદ મૃતદેહની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પંચવટી કેનાલથી પાદરા તરફ આશરે 10 કિલોમીટર સુધી શોધખોળ કર્યા બાદ હિંગલોટ ગામ નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી.CCTV અને બાતમીથી આરોપી ઝડપાયોગોરવા પોલીસે CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સુફિયાન અબ્દુલસત્તાર સિદ્દીકી (ઉં.વ. 25), જે ગોરવાના મધુનગર વિસ્તારનો રહેવાસી છે, તેને પકડી લેવામાં આવ્યો છે. ગોરવા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. હવે પોલીસની આગળની તપાસમાં ઘટનાક્રમ અને હત્યા પાછળનાં કારણો અંગે વધુ વિગતો સામે આવી શકે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward