android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sikkimના ગામે શરૂ કર્યો કામ કરવાનો નવીન ટ્રેન્ડ,લેપટોપ સાથે પહાડોમાં વસવાટ!
calendar_today October 27, 2026

Sikkimના ગામે શરૂ કર્યો કામ કરવાનો નવીન ટ્રેન્ડ,લેપટોપ સાથે પહાડોમાં વસવાટ!

રોજિંદા ઓફિસના કામ, ટ્રાફિક અને ઘરની ચાર દીવાલોમાં રહીને કંટાળી ગયા હો, તો જરા વિચારો કે પહાડોની વચ્ચે બેસીને લેપટોપ પર કામ કરવાનો અનુભવ કેવો હોય! સવારે સુંદર ખીણોનાં દૃશ્યો માણો અને કામ પૂરું થયા પછી ગામની શાંત જિંદગીનો આનંદ લો. સિક્કિમના યાકતેન ગામમાં આવું જ જોવા મળી રહ્યું છે. અહીં રિમોટ વર્ક કરતા લોકો માટે ભારતનું પ્રથમ સમર્પિત ડિજિટલ નોમેડ વિલેજ વિકસાવવામાં આવ્યું છે.સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં આવેલું યાકતેન લિમ્બુ સમુદાયનું સુંદર ગામ છે. અહીં દૂર-દૂરની કંપનીઓમાં કામ કરતા લોકો કેટલાંક અઠવાડિયાં સુધી રોકાય છે. તેઓ ગામના હોમસ્ટેમાં રહીને ઓફિસ મીટિંગ અને અન્ય કામ પૂરાં કરે છે. સાથે જ તેમને પહાડોની વચ્ચે સમય પસાર કરવાની અને સ્થાનિક સંસ્કૃતિને નજીકથી જાણવાની તક પણ મળે છે.પહાડોની વચ્ચે કામ કરવાની સુવિધાડિજિટલ નોમેડ એવા લોકો છે, જેઓ ઇન્ટરનેટની મદદથી કોઈપણ સ્થળેથી કામ કરી શકે છે. તેમાં ફ્રીલાન્સર, કન્ટેન્ટ રાઇટર અને ઘરેથી કામ કરતા અન્ય પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. યાકતેનમાં આવા લોકો માટે સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને જરૂરી સુવિધાઓ ધરાવતા હોમસ્ટે તૈયાર કરવામાં આવ્યા છે, જેથી તેઓ લાંબા સમય સુધી અહીં રહીને પણ સરળતાથી પોતાનું કામ કરી શકે.માત્ર ફરવા નહીં, ગામના લોકો સાથે જોડાવું પણ હેતુયાકતેનની ખાસિયત એ છે કે અહીં આવતા લોકો માત્ર પ્રવાસી બનીને રહેતા નથી. તેઓ ગામના લોકો સાથે સ્થાનિક તહેવારો, લગ્નપ્રસંગો અને રોજિંદી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે. બીજી તરફ, બહારથી આવતા પ્રોફેશનલ્સ સ્થાનિક યુવાનો અને વેપારીઓ સાથે પોતાના કામનો અનુભવ વહેંચે છે અને વ્યવસાય સંબંધિત સલાહ પણ આપે છે.આ પહેલથી ગામના લોકો અને બહારથી આવતા લોકો વચ્ચે પરસ્પર જોડાણ વધી રહ્યું છે. હોમસ્ટે ચલાવતા સ્થાનિક પરિવારોને પણ પ્રવાસનથી આવકનો લાભ મળી રહ્યો છે. આ પહેલનો હેતુ ગામને મોટી હોટલો કે ભીડભાડવાળા પ્રવાસન સ્થળમાં ફેરવવાનો નથી, પરંતુ તેની સ્થાનિક ઓળખ જાળવી રાખીને લોકોને એકબીજાની નજીક લાવવાનો છે.કામની સાથે ફરવાની નવી રીતયાકતેન જેવાં ડિજિટલ નોમેડ વિલેજ એવા લોકો માટે સારો વિકલ્પ બની શકે છે, જેઓ નોકરી કે કામ છોડ્યા વિના નવી જગ્યાએ રહીને જીવનનો અનુભવ મેળવવા માગે છે. અહીં ઇન્ટરનેટની મદદથી કામ ચાલુ રાખવાની સાથે પહાડો, સ્થાનિક સંસ્કૃતિ અને ગામના જીવનને નજીકથી જાણવાની તક મળે છે. આવી પહેલ નાના ગામોમાં પ્રવાસનના નવા અવસરો ઊભા કરવામાં અને સ્થાનિક લોકોની આવક વધારવામાં પણ મદદરૂપ બની શકે છે.યાકતેન ગામ કેવી રીતે પહોંચવું?સિક્કિમના યાકતેન ગામમાં જવા માટે ફ્લાઇટ, ટ્રેન અને રોડ માર્ગનો ઉપયોગ કરી શકાય છે. અહીં પહોંચવા માટે પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ અથવા ન્યૂ જલપાઈગુડી રેલવે સ્ટેશન સુધી પહોંચવું અનુકૂળ રહે છે. ત્યાંથી ટેક્સી લઈને ગંગટોક અને ત્યારબાદ પાક્યોંગ થઈને યાકતેન ગામ પહોંચી શકાય છે. ગંગટોકથી પાક્યોંગ સુધીની મુસાફરીમાં આશરે દોઢ કલાક લાગે છે. પાક્યોંગથી ગામ સુધી ટેક્સીની સુવિધા મળી શકે છે.જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા થો તો ન્યૂ જલપાઈગુડી (NJP) સ્ટેશન પર ઉતરવું વધુ અનુકૂળ રહેશે. ત્યાંથી ટેક્સી અથવા અન્ય વાહનો દ્વારા ગામ સુધી પહોંચી શકાય છે. મુસાફરી શરૂ કરતાં પહેલાં ટેક્સી અને હોમસ્ટેનું બુકિંગ કરાવી લેવું વધુ સારું રહેશે.યાકતેન ગામની મુલાકાત માટે કઈ ઋતુ શ્રેષ્ઠ છે?યાકતેનની મુલાકાત માટે માર્ચથી મે અને ઓક્ટોબરથી ડિસેમ્બરનો સમય સારો માનવામાં આવે છે. માર્ચથી મે દરમિયાન હવામાન ખુશનુમા રહે છે. આસપાસની હરિયાળી અને ખીલેલાં ફૂલોનો સુંદર નજારો જોવા મળે છે. જ્યારે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન આકાશ સ્વચ્છ રહેવાની અને પહાડોનાં મનમોહક દૃશ્યો જોવાની શક્યતા વધુ હોય છે.જૂનથી સપ્ટેમ્બર દરમિયાન અહીં ચોમાસું રહે છે. આ સમયે ગામની હરિયાળી આકર્ષક લાગે છે, પરંતુ વરસાદને કારણે રસ્તા પર મુસાફરી કરવામાં મુશ્કેલી પડી શકે છે. જો તમે લેપટોપ સાથે લાંબા સમય સુધી કામ કરવા જઈ રહ્યા હોવ, તો હવામાન ઉપરાંત ઇન્ટરનેટની ઉપલબ્ધતા, હોમસ્ટેની સુવિધાઓ અને આવવા-જવાની વ્યવસ્થા વિશે અગાઉથી માહિતી મેળવી લેવી જોઈએ.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; બીમાર ભાઈને મળવા 3 દિવસના વચગાળાના જામીન મંજૂર!
calendar_today October 27, 2026

Gujarat Latest News Live: ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; બીમાર ભાઈને મળવા 3 દિવસના વચગાળાના જામીન મંજૂર!

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad: મેયર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ત્રીજી વખત મેઈલ આવતાં પોલીસ-ફાયરનો કાફલો દોડ્યો!
calendar_today October 27, 2026

Ahmedabad: મેયર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ત્રીજી વખત મેઈલ આવતાં પોલીસ-ફાયરનો કાફલો દોડ્યો!

અમદાવાદ શહેરમાં શાળાઓ અને સંવેદનશીલ સ્થળો બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની સર્વોચ્ચ સત્તાના કેન્દ્ર સમાન અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના મુખ્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું છે. દાણાપીઠ સ્થિત AMC હેડક્વાર્ટરમાં આવેલી મેયર ઓફિસને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાનો એક અત્યંત સનસનાટીભર્યો ઈમેઈલ મળતાં સમગ્ર તંત્રમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ છે. ધમકી આપનાર અજાણ્યા શખ્સે ઈમેઈલમાં બપોરે ૨:૧૧ વાગ્યે બોમ્બ વિસ્ફોટ કરવાનો ચોક્કસ સમય પણ દર્શાવ્યો હતો. આ પ્રકારનો ધમકીભર્યો ઈમેઈલ ત્રીજી વખત મળતાં વહીવટી તંત્ર ચોંકી ઊઠ્યું છે અને તાત્કાલિક અસરથી પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે.2:11 વાગ્યે બ્લાસ્ટનો સમય આપી ત્રીજી વાર અપાઈ ધમકીAMC ના સત્તાવાર મેઈલ આઈડી પર આવેલા સંદેશામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મેયર ઓફિસમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે અને બપોરે 2:11 વાગ્યે જોરદાર વિસ્ફોટ થશે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયગાળામાં મેયર કાર્યાલયને ટાર્ગેટ કરતો આ ત્રીજો ધમકીભર્યો ઈમેઈલ છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓએ તેને અત્યંત ગંભીરતાથી લીધો છે.મેઈલ મળતાંની સાથે જ મેયર કાર્યાલયના સ્ટાફ દ્વારા તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કંટ્રોલ રૂમને એલર્ટ કરવામાં આવ્યા હતા.પોલીસ, BDDS અને ફાયર બ્રિગેડ દ્વારા મેગા સર્ચ ઓપરેશનમાહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ મથકનો કાફલો, ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), સ્નિફર ડોગ્સ અને અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડીઓ તાબડતોબ દાણાપીઠ મ્યુનિસિપલ કોર્પોરેશન સંકુલ ખાતે દોડી આવી હતી.સાવચેતીના ભાગરૂપે મેયર ઓફિસ અને તેની આસપાસના સંવેદનશીલ બ્લોકને તાત્કાલિક ખાલી કરાવીને કોર્ડન કરી લેવામાં આવ્યા હતા.મેટલ ડિટેક્ટર અને સ્નિફર ડોગ્સની મદદથી મેયરની ચેમ્બર, સ્ટાફ રૂમ, કોન્ફરન્સ હોલ, લોબી, લિફ્ટ એરિયા અને પાર્કિંગ સહિતના તમામ વિસ્તારોમાં ખૂણે-ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.સાયબર ક્રાઈમ બ્રાન્ચની એક વિશેષ ટેકનિકલ ટીમ પણ આ ઈમેઈલનું ઓરિજિન, પ્રોક્સી સર્વર અને આઈપી (IP) એડ્રેસ શોધવા માટે કામે લાગી ગઈ છે.આ પણ વાંચો: Kheda: PI અને PSI કક્ષાના 9 અધિકારીઓની સાગમટે બદલી, તાત્કાલિક હાજર થવા SP નો આદેશ!

Read Full Story arrow_forward