android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: કતારગામ પરથી ઊડતા વિમાનમાંથી ગંદકી ફેંકાતી હોવાની PGO પોર્ટલ પર વિચિત્ર ફરિયાદ
calendar_today October 27, 2026

Surat: કતારગામ પરથી ઊડતા વિમાનમાંથી ગંદકી ફેંકાતી હોવાની PGO પોર્ટલ પર વિચિત્ર ફરિયાદ

સુરતમાં સરકારી ઓનલાઇન ફરિયાદ પોર્ટલ પર એક અત્યંત અજીબોગરીબ અને હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને એરપોર્ટ ઓથોરિટી અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સુરતના કતારગામ વિસ્તારના એક જાગૃત નાગરિકે સત્તાવાર ‘પબ્લિક ગ્રીવન્સ ઓનલાઇન’ (PGO) પોર્ટલ પર એવી ગંભીર ફરિયાદ નોંધાવી હતી કે આકાશમાં કતારગામ પરથી પસાર થતી ફ્લાઇટ્સમાંથી નીચે કચરો ફેંકવામાં આવે છે! આ ફરિયાદ વાંચીને પહેલા તો અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ બાદમાં તંત્ર દ્વારા અરજદારને આપવામાં આવેલો રોકડિયો જવાબ હાલ સમગ્ર શહેરમાં ભારે ચર્ચા અને રમૂજનો વિષય બન્યો છે.શું હતી નાગરિકની વિચિત્ર ફરિયાદ?કતારગામ વિસ્તારના રહીશે PGO પોર્ટલ પર ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તેમના ઘર અને વિસ્તાર પરથી જ્યારે પેસેન્જર વિમાનો પસાર થાય છે, ત્યારે વિમાનમાંથી કચરો નીચે જમીન પર પડે છે.આ કચરાના કારણે સ્થાનિક વિસ્તારમાં ગંદકી ફેલાતી હોવાનો આરોપ મૂકીને નાગરિકે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની અને વિમાન કંપનીઓ સામે પગલાં ભરવાની માંગ કરી હતી.જાહેર ફરિયાદ નિવારણ પોર્ટલ પર આ પ્રકારની અરજી સીધી સુરત એરપોર્ટ ઓથોરિટી સમક્ષ પહોંચતાં સમગ્ર કચેરીમાં સોપો પડી ગયો હતો.તંત્રનો સણસણતો જવાબ: ‘આ વિમાન છે, ખટારો નહીં!’વિમાન સંચાલનના નિયમો સમજાવતો તંત્રનો ખુલાસો. સામાન્ય રીતે સરકારી પોર્ટલ પર રોડ, ગટર, પાણી કે લાઈટની ફરિયાદો આવતી હોય છે, પરંતુ આ આકાશી ફરિયાદ સામે એરપોર્ટ તંત્રએ ખૂબ જ સ્પષ્ટ અને સણસણતો પ્રત્યુત્તર આપ્યો હતો.તંત્રએ અરજદારને સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, "આ વિમાન છે, કોઈ કચરાનો ખટારો (ડમ્પર) નથી કે ચાલુ મુસાફરીએ બારી કે દરવાજો ખોલીને નીચે કચરો ફેંકી શકાય!"ઉડ્ડયન ક્ષેત્રના પ્રોટોકોલ મુજબ, કોઈપણ પેસેન્જર કે કોમર્શિયલ ફ્લાઇટ હજારો ફૂટની ઊંચાઈએ હવામાં હોય ત્યારે તેની બારીઓ કે દરવાજા સંપૂર્ણપણે ‘પ્રેશરાઇઝ્ડ’ અને એર-ટાઇટ પેક હોય છે. તેને હવામાં ખોલવા અસંભવ છે.વિમાનની અંદરનો તમામ કચરો અને માનવ કચરો (વેસ્ટ) સ્પેશિયલ સીલબંધ વેક્યુમ ટેન્કમાં સંગ્રહિત થાય છે, જે ફ્લાઇટ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વિશેષ સક્શન મશીનોથી ખાલી કરવામાં આવે છે. તેથી હવામાંથી કચરો ફેંકવાનો સવાલ જ પેદા થતો નથી.સોશિયલ મીડિયા પર ચર્ચા અને વાયરલ મીમ્સઆ વિચિત્ર ઘટના સામે આવ્યા બાદ એરપોર્ટ વર્તુળો અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઊડી રહી છે. લોકો તંત્રના હાજરજવાબી વલણની પ્રશંસા કરી રહ્યા છે, તો બીજી તરફ કોઈ નાગરિક આટલી સામાન્ય વિજ્ઞાનની બાબત સમજ્યા વિના પોર્ટલ પર ફરિયાદ કેવી રીતે કરી શકે તે મુદ્દો પણ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.આ પણ વાંચો: Gandhinagar: બરડા અભયારણ્યના માલધારીઓના સ્વૈચ્છિક સ્થળાંતર માટે પરિવારદીઠ 15 લાખની સહાય સરકાર આપશે

Read Full Story arrow_forward
Gandhinagar: ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું છતાં ઓર્ડર અટક્યા! વિદ્યાસહાયકના ઉમેદવારો ગાંધીનગર ધસી આવ્યા
calendar_today October 27, 2026

Gandhinagar: ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું છતાં ઓર્ડર અટક્યા! વિદ્યાસહાયકના ઉમેદવારો ગાંધીનગર ધસી આવ્યા

રાજ્યમાં ચાલી રહેલી વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી હોવા છતાં કાનૂની વિવાદના કારણે સેંકડો લાયક ઉમેદવારોની નિમણૂક અટવાઈ પડી છે. વર્તમાન ભરતીમાં રિઝર્વ રાખવામાં આવેલી 774 જગ્યાઓ તાત્કાલિક મુક્ત (રિલીઝ) કરી જિલ્લા ફાળવણી પૂર્ણ કરવાની માંગ સાથે રાજ્યભરમાંથી પાસ થયેલા વિદ્યાસહાયક ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. ઉમેદવારોએ સચિવાલય અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે સરકાર હાઈકોર્ટમાં તાત્કાલિક સત્તાવાર જવાબ રજૂ કરી કાનૂની ગૂંચ ઉકેલે અને મેરિટમાં સ્થાન પામેલા ઉમેદવારોને શાળા ફાળવણી કરી ઝડપથી ઓર્ડર આપે.કેમ રિઝર્વ રાખવી પડી 774 જગ્યાઓ?વર્તમાન વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા દરમિયાન મેરિટમાં સ્થાન ન મેળવી શકનારા કે અસંતુષ્ટ ઉમેદવારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.હાઈકોર્ટમાં કેસ વિચારણા હેઠળ હોવાથી કોર્ટના સંભવિત આદેશોને ધ્યાને રાખી શિક્ષણ વિભાગ દ્વારા ૭૭૪ જેટલી જગ્યાઓ કામચલાઉ ધોરણે રિઝર્વ (અનામત) રાખી દેવામાં આવી હતી. આ અનામત રખાયેલી 774 જગ્યાઓ સિવાયની બાકી રહેલી તમામ સામાન્ય જગ્યાઓ પર પાસ થયેલા ઉમેદવારોની જિલ્લા પસંદગી અને ફાળવણી સહિતની વહીવટી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે.વેરિફિકેશન પૂર્ણ છતાં નિમણૂક નહીંઅનામત રખાયેલી ૭૭૪ જગ્યાઓ સામે મેરિટમાં આવતા ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી (Document Verification) પણ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે.  ઉમેદવારોનો આરોપ છે કે સરકાર દ્વારા હાઈકોર્ટમાં સમયસર એફિડેવિટ (જવાબ) રજૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ભરતી પ્રક્રિયા અદ્ધરતાલ લટકી રહી છે.  યોગ્ય લાયકાત અને કસોટી પાસ કરી ચૂકેલા ઉમેદવારો માનસિક તણાવ ભોગવી રહ્યા છે. સરકારે અદાલતમાં મજબૂત પક્ષ મૂકી આ 774 બેઠકો પરથી સ્ટે કે રિઝર્વેશન હટાવી તુરંત જિલ્લા પસંદગી કેમ્પનું આયોજન કરવું જોઈએ.આ પણ વાંચો: Surat: કતારગામ પરથી ઊડતા વિમાનમાંથી ગંદકી ફેંકાતી હોવાની PGO પોર્ટલ પર વિચિત્ર ફરિયાદ

Read Full Story arrow_forward
Gujaratમાં ચક્રવાતની અસર! હવામાન વિભાગની આગાહી; આગામી 29 અને 30 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ…
calendar_today October 27, 2026

Gujaratમાં ચક્રવાતની અસર! હવામાન વિભાગની આગાહી; આગામી 29 અને 30 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ…

ગુજરાતમાં ચક્રવાતની સામાન્ય અસરને કારણે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ચક્રવાતની સીધી મોટી અસર થવાની સંભાવના નથી, પરંતુ તેની અસરથી કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને 29 અને 30 ઓક્ટોબરના રોજ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવામાનમાં થનારા આ ફેરફારને પગલે નાગરિકો અને ખેડૂતોમાં પણ સાવચેતી રાખવી જરૂરી બની છે.નવસારી, વલસાડ અને દમણમાં વરસાદની શક્યતાહવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે 29 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચક્રવાતની સામાન્ય અસરોના કારણે વાતાવરણમાં ભેજ અને પલટો જોવા મળી શકે છે, જેના પગલે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે, વરસાદનું પ્રમાણ અને વિસ્તાર સ્થાનિક હવામાનની સ્થિતિ પર આધારિત રહેશે.30 ઓક્ટોબરે અમરેલી અને ભાવનગરમાં આગાહી30 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાકની લણણી, ખેતરમાં પડેલા પાક અને કૃષિ પેદાશોના સંગ્રહ અંગે તકેદારી રાખવી હિતાવહ છે. નાગરિકોએ પણ હવામાનની તાજી આગાહી અને સ્થાનિક તંત્રની સૂચનાઓ પર નજર રાખવી જોઈએ. વરસાદની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે, તેથી બહાર જતાં પહેલાં હવામાનની માહિતી તપાસવી ઉપયોગી રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward