android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda: PI અને PSI કક્ષાના 9 અધિકારીઓની સાગમટે બદલી, તાત્કાલિક હાજર થવા SP નો આદેશ!
calendar_today October 27, 2026

Kheda: PI અને PSI કક્ષાના 9 અધિકારીઓની સાગમટે બદલી, તાત્કાલિક હાજર થવા SP નો આદેશ!

ખેડા જિલ્લા પોલીસ તંત્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી કામગીરીને ગતિશીલ રાખવાના ભાગરૂપે મોટા પાયે આંતરિક ફેરબદલ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા એક મહત્વપૂર્ણ હુકમ જારી કરીને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કક્ષાના કુલ 9 જેટલા પોલીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી એક જ મથકે ફરજ બજાવતા તેમજ વહીવટી જરૂરિયાત મુજબના અધિકારીઓની બદલી કરવામાં આવતાં જિલ્લાના પોલીસ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.આ મહત્વપૂર્ણ પોલીસ મથકો અને શાખાઓમાં થયા ફેરફારજિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ મુખ્ય પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવેલી બદલીઓની રૂપરેખા. કપડવંજ પોલીસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ગ્રામ્ય-શહેરી સંકલન સુધારવા માટે અધિકારીની નવી નિયુક્તિ.વસો અને માતર પોલીસ મથકમાં હાઇવે પેટ્રોલિંગ અને લોકલ ક્રાઇમ કંટ્રોલને ધ્યાનમાં રાખીને નવા અધિકારીઓને જવાબદારી સોંપાઈ.લીંબાસી અને કઠલાલ પોલીસ સ્ટેશનમાં કઠલાલ અને લીંબાસી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે અધિકારીઓની અદલાબદલી કરવામાં આવી.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વધતા જતા ડિજિટલ અને ઓનલાઇન ફ્રોડના ગુનાઓ સામે કડક તપાસ માટે ટેકનિકલ કુશળતા ધરાવતા અધિકારીને નવી જવાબદારી સોંપવામાં આવી છે.તાત્કાલિક નવી જગ્યાએ હાજર થઈ રિપોર્ટ સોંપવા આદેશબદલી પામેલા તમામ 9 PI અને PSI કક્ષાના અધિકારીઓને કોઈપણ પ્રકારના વિલંબ વિના પોતાની વર્તમાન જગ્યાનો ચાર્જ સોંપી દેવા જણાવાયું છે.નિયુક્ત કરાયેલા નવા પોલીસ મથકે તાત્કાલિક હાજરી પુરાવીને જિલ્લા પોલીસ વડા સમક્ષ અનુપાલન રિપોર્ટ (Joining Report) રજૂ કરવાનો આદેશ કરાયો છે.તહેવારો અને આગામી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને અનુલક્ષીને વહીવટી ક્ષમતા વધારવા માટે આ બદલીઓ અનિવાર્ય ગણાવવામાં આવી છે.આ પણ વાંચો: Gandhinagar: ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું છતાં ઓર્ડર અટક્યા! વિદ્યાસહાયકના ઉમેદવારો ગાંધીનગર ધસી આવ્યા

Read Full Story arrow_forward
New Rules: આ હાઇવે પર માલવાહક વાહનોની એન્ટ્રી બંધ! 1 નવેમ્બરથી કાયમી ધોરણે પ્રતિબંધ મુકાઇ જશે, જાણો શા માટે લેવાયો નિર્ણય
calendar_today October 27, 2026

New Rules: આ હાઇવે પર માલવાહક વાહનોની એન્ટ્રી બંધ! 1 નવેમ્બરથી કાયમી ધોરણે પ્રતિબંધ મુકાઇ જશે, જાણો શા માટે લેવાયો નિર્ણય

મુંબઈ-પુણે એક્સપ્રેસવેના નવા કનેક્ટિંગ લિંક પર હવે તમામ પ્રકારનાં વાહનોને પ્રવેશ મળશે નહીં. મહારાષ્ટ્ર હાઇવે પોલીસે આ માર્ગ પર માલસામાનની હેરફેર કરતાં વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ નિયમ 1 નવેમ્બરથી લાગુ થશે. ટનલની રચના અને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.ખાસ વાત એ છે કે આ પ્રતિબંધમાં નાનાં વ્યાવસાયિક વાહનો, પિકઅપ વૅન અને ટાટા એસ જેવા વાહનોનો પણ સમાવેશ થાય છે. જોકે, ખાનગી કાર અને મુસાફરોને લઈ જતી બસોને આ માર્ગ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. મહારાષ્ટ્ર હાઇવે પોલીસ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, મુંબઈ-પુણે એક્સપ્રેસવેની કનેક્ટિંગ લિંક પર માલવાહક વાહનોની અવરજવર સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.ટ્રાફિક વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક પ્રવીણ સાલુંખેએ આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ કનેક્ટિંગ લિંકને અગાઉ 'મિસિંગ લિંક' તરીકે ઓળખવામાં આવતી હતી. નવા નિયમો 1 નવેમ્બરથી અમલમાં આવશે અને આગામી આદેશ સુધી અમલમાં રહેશે.આ વાહનોને મળશે મંજૂરીનવા નિયમો હેઠળ ખાનગી કાર, જીપ અને અન્ય હળવાં બિનવ્યાવસાયિક વાહનો આ કનેક્ટિંગ લિંકનો ઉપયોગ કરી શકશે. મુસાફરોને લઈ જતી બસો અને અન્ય યાત્રી વાહનોને પણ અહીંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, માલસામાનની હેરફેર કરતાં તમામ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાં નાનાં વ્યાવસાયિક વાહનો, પિકઅપ વૅન અને ટાટા એસ જેવાં વાહનોનો પણ સમાવેશ થાય છે.આ ઉપરાંત, જ્વલનશીલ પદાર્થો, વિસ્ફોટકો અથવા અન્ય જોખમી સામગ્રી લઈ જતાં વાહનોને પણ આ માર્ગ પરથી પસાર થવાની મંજૂરી નહીં મળે. આવા વાહનોએ મુંબઈ-પુણે એક્સપ્રેસવેના જૂના માર્ગનો ઉપયોગ કરવો પડશે.વાહનોની ઝડપમર્યાદા પણ નક્કી કરાઈકનેક્ટિંગ લિંક પર ચાલતાં વાહનો માટે મહત્તમ ઝડપમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. ખાનગી કાર અને અન્ય હળવાં મોટર વાહનો માટે મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે. જ્યારે મુસાફરોને લઈ જતી બસો અને અન્ય યાત્રી વાહનો મહત્તમ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ ચલાવી શકાશે.વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, ટનલની રચના અને તેની ટેકનિકલ વિશેષતાઓને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. તેનો મુખ્ય હેતુ આ માર્ગ પરથી મુસાફરી કરતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તેથી 1 નવેમ્બરથી મુંબઈ-પુણે એક્સપ્રેસવેની આ નવી કનેક્ટિંગ લિંકનો ઉપયોગ કરનારા વાહનચાલકોએ મુસાફરી પહેલાં નવા નિયમોની જાણકારી મેળવી લેવી જરૂરી છે.

Read Full Story arrow_forward
Rajasthan: 10 મહેમાનોના સ્વાગત માટે 700 ફૂલમાળા? જયપુર નગર નિગમના ખર્ચ પર સવાલ
calendar_today October 27, 2026

Rajasthan: 10 મહેમાનોના સ્વાગત માટે 700 ફૂલમાળા? જયપુર નગર નિગમના ખર્ચ પર સવાલ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં નગર નિગમની ઉદ્યાન શાખામાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ફૂલમાળા ખરીદીમાં લાખો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે. નગર નિગમના અધિકારીઓએ સ્વાગત અને સન્માન કાર્યક્રમોના નામે માત્ર 8 મહિનામાં ₹17 લાખથી વધુની ફૂલમાળા ખરીદી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ચોંકાવનારી વાત એ છે કે તમામ ફૂલમાળા એક જ ફર્મ પાસેથી ખરીદવામાં આવી હતી અને તેના ભાવ બજારકિંમત કરતાં લગભગ બમણા હોવાનું કહેવાય છે. દરેક કાર્યક્રમમાં ફૂલમાળાની ખરીદી અલગ-અલગ દરે કરવામાં આવી હતી.નગર નિગમની ઉદ્યાન શાખાએ વિકાસકાર્યોના ઉદ્ઘાટન, શિલાન્યાસ અને અન્ય કાર્યક્રમો માટે એક ફર્મ પાસેથી ફૂલમાળા ખરીદી હતી. આઠ મહિનામાં કુલ 35 કાર્યક્રમો માટે ₹17 લાખથી વધુની ખરીદી દર્શાવવામાં આવી હતી. આરોપ છે કે ફૂલમાળાના ભાવ બજારકિંમત કરતાં લગભગ બમણા રાખવામાં આવ્યા હતા.10 મહેમાનોના સ્વાગત માટે 700 ફૂલમાળા ખરીદી!ખરીદીમાં સૌથી ચોંકાવનારી બાબત ફૂલમાળાની સંખ્યા છે. અનેક કાર્યક્રમોમાં માત્ર 5થી 10 મહેમાનો હાજર હોવા છતાં, રેકોર્ડમાં તેમના સ્વાગત માટે 400થી 700 ફૂલમાળા ખરીદવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. નગર નિગમ દ્વારા વિકાસકાર્યોના ઉદ્ઘાટન, શિલાન્યાસ, વાહનોને લીલી ઝંડી આપવાના કાર્યક્રમો, કર્મચારીઓની નિવૃત્તિ પાર્ટી, અભિનંદન સમારંભ, જનસુનાવણી અને સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો માટે ફૂલમાળાની ખરીદી કરવામાં આવી હતી.ગુલાબ, મોગરા અને ગજરા પાછળ પણ લાખોનો ખર્ચજયપુર નગર નિગમે ગયા વર્ષના જૂનથી આ વર્ષના ફેબ્રુઆરી સુધી ગુલાબ, મોગરા અને નૌરંગાની ફૂલમાળા ઉપરાંત ફૂલોના ગજરા, ગુલાબની પાંખડીઓ, ફૂલોના બંચ અને રોઝ સ્ટિકની ખરીદી કરી હતી. આ ઉપરાંત સાદા અને ખાસ પ્રકારના બુકે તેમજ ફૂલોની બાસ્કેટ પણ ખરીદવામાં આવી હતી. માત્ર બુકે અને બાસ્કેટની ખરીદી પાછળ જ ₹2 લાખથી વધુનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. ખરીદીના જથ્થા અને ભાવને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.અગાઉ પણ ACBના રડાર પર રહી છે ઉદ્યાન શાખાજયપુર નગર નિગમની ઉદ્યાન શાખા અગાઉ પણ ભ્રષ્ટાચારના આરોપોને લઈને ચર્ચામાં રહી છે. ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરો (ACB) દ્વારા આ શાખામાં અગાઉ પણ અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક કેસની તપાસ હજુ પણ બાકી હોવાનું જણાવવામાં આવે છે. આવી સ્થિતિમાં ફૂલમાળાની ખરીદીમાં સામે આવેલી કથિત ગેરરીતિઓને કારણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ભૂમિકા પર ફરી સવાલો ઊભા થયા છે. જોકે, આ આરોપો અંગે સંબંધિત અધિકારીઓ અને ફર્મનો પક્ષ હજુ સામે આવ્યો નથી.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d 

Read Full Story arrow_forward