Gandhinagar : શોપિંગ ફેસ્ટિવલમાં પ્રથમ દિવસે 20 હજાર લોકો ઉમટયાં
કુડાસણ સરદાર ચોક ખાતે આયોજીત શોપિંગ ફેસ્ટિવલનો રવિવારે રંગારંગ પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે જ અંદાજિત 20 હજાર જેટલા લોકોએ મુલાકાત લીધી હોવાનો અંદાજ છે. દિવાળીના તહેવારને ધ્યાને લેતા ફેસ્ટિવલ 6 નવેમ્બર સુધી ચાલશે. શોપિંગ ફેસ્ટિવલમાં હેન્ડીક્રાફ્ટ, ઘર સુશોભનની વસ્તુઓ તેમજ અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં ખરીદી કરવા સાથે નાગરિકોએ અવનવી વાનગીઓનો સ્વાદ પણ માણ્યો હતો. ખરીદીના ઉત્સવમાં સંગીતમય માહોલ ઉમેરવા પ્રથમ દિવસે મ્યુઝિકલ બેન્ડ સ્ટોન કીઝનું લાઈવ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું બેન્ડના કલાકારોએ ગુજરાતી અને બોલિવૂડના ગીતોની રજૂઆત કરીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ ધારાસભ્ય રીટાબેન પટેલ, કલેક્ટર રવિન્દ્ર ખતાલે તથા શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેની ઉપસ્થિતિમાં થયો હતો. 6 નવેમ્બર સુધી ચાલનારા ફેસ્ટિવલમાં શહેરીજનોના મનોરંજન માટે દરરોજ સાંજે વિવિધ કલાકારો દ્વારા લાઈવ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward