android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : દશેલા ગામના યુવકના મૃતદેહ માટે 10 દિવસથી ટળવળતો પરીવાર
calendar_today October 26, 2026

Gandhinagar : દશેલા ગામના યુવકના મૃતદેહ માટે 10 દિવસથી ટળવળતો પરીવાર

ગાંધીનગરના દશેલા ગામના 29 વર્ષીય યુવક હિરેન આસોઢીયાનું કેનેડામાં રોડ અકસ્માતમાં મોત નિપજ્યા બાદ પરીવારની સ્થિતિ કફોડી બની છે. યુવકના મોતના સમાચારથી ભાગી પડેલા પરિવારને હવે મૃતદેહ માટે રાહ જોવી પડી રહી છે. જેને પગલે એક-એક દિવસ પરીવાર માટે ભારે સદમા સમાન નિવડી રહ્યો છે. યુવકની માતાની સ્થિતી કફોડી બની ગઇ હોવાની વિગતો છે. પિતા બાબુભાઇએ પુત્રની લાશને તાત્કાલિક પરત લાવવા માટે ભારત સરકારની મદદ માંગી છે. કેનેડાની સરકાર દ્વારા હજી સુધી યુવક સહિતના મૃતકોની લાશ દસ દિવસે પણ સોંપી નથી. તપાસના નામે લાશ ન સોંપાતા મૃતકોના પરીવારજનોની ધીરજ ખુટવા લાગી છે.મૃતક યુવકના પિતાએ કહ્યું હતું કે, કેનેડાની સરકારે લાશ ક્યારે આપશે તે સ્પષ્ટ નથી કર્યું, તપાસ હજી ચાલી રહી છે તેવા જ જવાબ મળી રહ્યાં છે. યુવકના પરિવારમાં દસ દિવસથી ભારે શોક છવાયો છે, જેમાં ખાસ કરીને યુવકના માતા-પિતા અને પરીવારજનોને દીકરાની લાશ ના મળે ત્યાં સુધી અન્નજળ ગળે ઉતારવા કઠિન થયા છે. પુત્રના મોતના સમાચાર જાણ્યા બાદ માતા પિતાની આંખો હવે પુત્રના અંતિમ દર્શનની રાહ જોવાઇ રહી છે. હિરેનનો નાનો ભાઇ પિયુષ પોતાના ભાઇની લાશની કાયદાકીય પ્રકીયા પુરી કરવા માટે હાલમાં કેનેડામાં જ ઉપસ્થિત છે અને કેનેડા પોલીસના સતત સંપર્કમાં છે. કેનેડામાં અકસ્માતમાં ચાર-ચાર ભારતીયોના મોતની ઘટના ઘટી છે. પરંતુ ઇન્વિસ્ટીગેશનના નામે દસ દિવસે પણ કેનેડાની સરકાર લાશોનો કબજો સોંપ્યો ના હોવાથી મૃતકનો પરીવારજનો આકુળ વ્યાકુળ બની ગયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : ડભોડામાં સખીમંડળ સંચાલિત અમુલ પાર્લરની શરુઆત કરાઈ
calendar_today October 26, 2026

Gandhinagar : ડભોડામાં સખીમંડળ સંચાલિત અમુલ પાર્લરની શરુઆત કરાઈ

ગાંધીનગરના ડભોડા ખાતે સખીમંડળોને પગભર કરવાના હેતુથી સખીમંડળ દ્વારા જ સંચાલીત અમુલનુ પાર્લર શરુ કરવામાં આવ્યુ હતુ. ડભોડીયા હનુમાનજી મંદીર નજીક પ્રવેશદ્વાર પાસે જ પાર્લરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. મિશન મંગલમ અંતર્ગત મહિલા સશક્તિકરણની દીશામાં આ પગલુ ભરવામાં આવ્યુ છે. ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ હસ્તક કાર્યરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મિશન મંગલમ યોજના અંતર્ગત સખીમંડળોને નાણાંકીય સહાય, કૌૈશલ્યવર્ધન તાલીમ અને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવે છે. જેથી બહેનો લઘુઉદ્યોગો અને વ્યવસાયો શરુ કરીને પોતાના પરીવારની આર્થિક સહારો આપી શકે અને આત્મનિર્ભર બની શકે છે. આ અંતર્ગત આજે ડભોડા ખાતે જય બાબારી મિશન મંગલમ અંતર્ગત શરુ કરવામાં આવેલ અમુલ પાર્લરનુ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. આ પહેલનો હેતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે શસકત બનાવવાનો તેમજ સ્વરોજગારીની તકો ઉભી કરવાનો તથા સખી મંડળની બહેનોને આજીવિકાની પ્રવૃતિઓ સાથે જોડવાનો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mansa : બાપુપુરા ગામે 27 ગોળ ચૌધરી સમાજનું સ્નેહમિલન યોજાઇ ગયું
calendar_today October 26, 2026

Mansa : બાપુપુરા ગામે 27 ગોળ ચૌધરી સમાજનું સ્નેહમિલન યોજાઇ ગયું

માણસા તાલુકાના બાપુપુરા ગામે નિલકંઠ મહાદેવ મંદિરના પાટોત્સવના અંતિમ દિવસે 27 ગોળ ચૌધરી સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. ધાર્મિક આસ્થા અને સામાજિક એકતાના સંગમ સમાન આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, ભાઈચારો, પરસ્પર પ્રેમ અને સ્નેહની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો. કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત આગેવાનો, પ્રતિષ્ઠિત મહાનુભાવો અને સમાજબંધુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના બાપુપુરા ગામે શ્રી શિવશક્તિ રાસ મંડળ અને ગ્રામજનો દ્વારા નીલકંઠ મહાદેવના 168 માં પાટોત્સવની પુર્ણાહુતી થઈ છે. અંતિમ દિવસે 27 ગોળ ચૌધરી સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં પૂર્વ સાંસદ હરીભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, વિપુલભાઈ ચૌધરી, શિવાભાઈ ભૂરિયા, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ તેમજ ગાંધીનગર કોર્પોરેશનના કોર્પોરેટર મહેશભાઈ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલનના માધ્યમથી સમાજના લોકો એકબીજાને મળ્યા હતા અને સામાજિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે સમાજની એકતા અને સંગઠન જાળવી રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward