Gandhinagar : બરડા ડુંગરથી ગાંધીનગરઃ 400 કિ.મી.સાયકલ યાત્રા
બરડા ડુંગરથી 400 કિલોમીટરથી વધુ સાયકલ ચલાવીને 25 જેટલા વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધૂમલી સ્થિત તપોવન વિશ્વવિદ્યાલયના પેડલ પર પાઠશાળા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ બરડા ડુંગરથી ગાંધીનગર સુધી સાયકલ યાત્રા કરી હતી. ગાંધીનગર પહોંચેલા 25 વિદ્યાર્થીઓનું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સ્થિત ઉમિયા મંદિરના પરિસરમાં આયોજિત સ્વાગત કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે કુમકુમ તિલક કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું.ધોરણ-3થી 12ના 25 વિદ્યાર્થીઓએ 17 ઓક્ટોબરના રોજ પોતાની પેડલ પર પાઠશાળા યાત્રા શરૂ કરી હતી. જેમાં તેઓએ યાત્રામાં રૂટમાં આવેલી હોસ્પિટલ, આશ્રમો, ગૌશાળા, ગ્રામજનો સાથે મુલાકાત કરી પ્રાકૃતિક ખેતી, સાયબર સુરક્ષા, પર્યાવરણ, સ્વચ્છતાં, વ્યસન મુક્તિ, શિક્ષણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. એટલું જ નહીં જે સ્થળે વિદ્યાર્થીઓએ રાત્રી રોકાણ માટે રહેતાં હતા ત્યારે એક પીપળાનું વૃક્ષ વાવ્યું હતુ. આ પ્રસંગે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. એસ. જોશી દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકો અર્પણ કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓની આ સાયકલ યાત્રા સામાજિક જાગૃતિ કેળવવા, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જનમાનસમાં સંવેદનશીલતા વિકસાવવા અને પ્રકૃતિ પ્રત્યે જવાબદારીની ભાવના પ્રબળ બનાવવા માટેનો પ્રેરણાદાયી પ્રયાસ છે. પેડલ પર પાઠશાળા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ સાયકલ યાત્રા દ્વારા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાનો તથા સમાજહિતનાં કાર્યોમાં સક્રિય ભાગીદારી નોંધાવવાનો સંદેશ આપ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward