android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : માં કોંગ્રેસનું હલ્લાબોલ : પોલીસ ભવન પાસે કાર્યકરો -પોલીસ વચ્ચે ઘર્ષણ
calendar_today October 26, 2026

Gandhinagar : માં કોંગ્રેસનું હલ્લાબોલ : પોલીસ ભવન પાસે કાર્યકરો -પોલીસ વચ્ચે ઘર્ષણ

ગાંધીનગરમાં આજે કોંગ્રેસે હલ્લાબોલ કરીને પોલીસ ભવનને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી હોવાના વિવિધ આક્ષેપ સાથે આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ગાંધીનગર ઉમટી પડયા હતા. જેના પગલે પોલીસે પોલીસ ભવન આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને બેરીકેડ્સ લગાવી રસ્તાઓ બંધ કરી દીધા હતા. જોકે, કોંગ્રેસના આગેવાનોએ બેરીકેડીંગ તોટીને પોલીસ ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી આજે પોલીસની તાનાશાહી, કોંગ્રેસના કાર્યકર્તાઓને અપાતી ધાકધમકી, ખોટા પોલીસ કેસ અને ખોરજ જમીન મુદ્દે પોલીસની ભુમિકાના વિરોધમાં રાજ્યના પોલીસ વડાને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આજે સવારથી જ મોટી સંખ્યામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો ગાંધીનગર ઉમટી પડયા હતા તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. તેઓએ પોલીસ ભવન પહોંચવાનો પ્રયાસ કર્યો હતો જોકે, પોલીસે તેમને અટકાવ્યા હતા. પોલીસ ભવન તરફ જતા રસ્તા પર પોલીસે બેરીકેડીંગ કરીને રસ્તા બંધ કરી દીધા હતા. જોકે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેરીકે.ડ્સ હટાવીને પોલીસ ભવન તરફ પ્રયાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને પોલીસે અટકાવતા બંને પક્ષે ઘર્ષણ થયુ હતું. કોંગ્રેસે આરોપ લ ગાવ્યો હતોકે, ગુજરાત પોલીસ ભાજપની એજન્ટ બનીને કામ કરી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ધારાસભ્ય સામે ખોટા પોલીસ કેસ કરી દબાવવાનો પ્રયાસ કરી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : બરડા ડુંગરથી ગાંધીનગરઃ 400 કિ.મી.સાયકલ યાત્રા
calendar_today October 26, 2026

Gandhinagar : બરડા ડુંગરથી ગાંધીનગરઃ 400 કિ.મી.સાયકલ યાત્રા

બરડા ડુંગરથી 400 કિલોમીટરથી વધુ સાયકલ ચલાવીને 25 જેટલા વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધૂમલી સ્થિત તપોવન વિશ્વવિદ્યાલયના પેડલ પર પાઠશાળા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ બરડા ડુંગરથી ગાંધીનગર સુધી સાયકલ યાત્રા કરી હતી. ગાંધીનગર પહોંચેલા 25 વિદ્યાર્થીઓનું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સ્થિત ઉમિયા મંદિરના પરિસરમાં આયોજિત સ્વાગત કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે કુમકુમ તિલક કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું.ધોરણ-3થી 12ના 25 વિદ્યાર્થીઓએ 17 ઓક્ટોબરના રોજ પોતાની પેડલ પર પાઠશાળા યાત્રા શરૂ કરી હતી. જેમાં તેઓએ યાત્રામાં રૂટમાં આવેલી હોસ્પિટલ, આશ્રમો, ગૌશાળા, ગ્રામજનો સાથે મુલાકાત કરી પ્રાકૃતિક ખેતી, સાયબર સુરક્ષા, પર્યાવરણ, સ્વચ્છતાં, વ્યસન મુક્તિ, શિક્ષણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. એટલું જ નહીં જે સ્થળે વિદ્યાર્થીઓએ રાત્રી રોકાણ માટે રહેતાં હતા ત્યારે એક પીપળાનું વૃક્ષ વાવ્યું હતુ. આ પ્રસંગે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. એસ. જોશી દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકો અર્પણ કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓની આ સાયકલ યાત્રા સામાજિક જાગૃતિ કેળવવા, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જનમાનસમાં સંવેદનશીલતા વિકસાવવા અને પ્રકૃતિ પ્રત્યે જવાબદારીની ભાવના પ્રબળ બનાવવા માટેનો પ્રેરણાદાયી પ્રયાસ છે. પેડલ પર પાઠશાળા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ સાયકલ યાત્રા દ્વારા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાનો તથા સમાજહિતનાં કાર્યોમાં સક્રિય ભાગીદારી નોંધાવવાનો સંદેશ આપ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad : બે પ્રાધ્યાપકોને વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાનિકોમાં સ્થાન મળતાં આનંદ છવાયો
calendar_today October 26, 2026

Nadiad : બે પ્રાધ્યાપકોને વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાનિકોમાં સ્થાન મળતાં આનંદ છવાયો

નડિયાદ સ્થિત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી (ડીડીયુ) ના બે આસીસ્ટન્ટ પ્રોફેસરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. યુનિવર્સિટીના મિકેનીકલ એન્જીનીયરીંગ વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ.પ્રણવ આર. મહેતા અને ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનીયરીંગ વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ.હિમાશુંકુમાર આર.પટેલનો એલ્સેવિયર અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોની યાદીમાં સમાવેશ થયો છે. વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોની યાદીમાં સ્થાપના મેળવનાર બંને પ્રાધ્યાપકોની સંશોધન ક્ષેત્રે કામગીરી અને આંકડાકીય વિગતો મુજબ ગુગલ સ્કોલર પ્રોફાઈલ મુજબ ડૉ.પ્રણવ આર.મહેતાના 91થી વધુ સંશોધનપત્રો અને 2600થી વધુ સાઈટેશન્સ છે. તેમનો એચ- ઈન્ડેક્સ 29 અને આઈ10-ઈન્ડેક્સ 47 છે. તેમનું સંશોધન સૌર ઉર્જા, સૌર ડિસેલિનેશન, ટકાઉ થર્મલ સિસ્ટમ, મિકેનિકલ ડિઝાઈન ઓપ્ટિમાઈઝેશન અને એઆઈ આધારિત એન્જીનિયરીંગ પર કેન્દ્રિત છે. બીજી તરફ ડૉ.હિમાંશુકુમાર આર.પટેલે પણ સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપ્યું છે. તેમણે અત્યાર સુધીમાં 85 થી વધુ સંશોધનપત્રો પ્રકાશિત કર્યા છે. અને 1100 થી વધુ સાઈટેશન્સ મેળવ્યા છે. તેમનો એચ- ઈન્ડેક્સ 22 અને આઈ10 ઈન્ડેક્સ 41 છે. તેમના સંશોધન ક્ષેત્રોમાં આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ, ફોલ્ટ - ટોલરન્ટ કંટ્રોલ સિસ્ટમ, ફઝી સિસ્ટમ અને મેટાહ્યુરિસ્ટિક અલ્ગોરિધમ આધારિત ઓપ્ટિમાઈઝેશનનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવનાર આ સિદ્ધિને લઈને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદ્મશ્રી ડૉ.એચ.એમ.દેસાઈ, અંકુર એચ.દેસાઈ, રજિસ્ટ્રાર એમ.આર.ભાવસાર, ડીન પ્રો.વી.એ.શાહ, એન્જિનિયરીંગ વિભાગના વડા આર.એમ.જોશીએ બંને પ્રાધ્યાપકોને અભિનંદન આપ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward