android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Madhya Pradesh : ચિત્રકૂટમાં પૂરનો કહેર, ડોડા ડેમ ઓવરફ્લો થતા અનેક ગામો અને રેલવે ટ્રેક ડૂબ્યા
calendar_today August 31, 2026

Madhya Pradesh : ચિત્રકૂટમાં પૂરનો કહેર, ડોડા ડેમ ઓવરફ્લો થતા અનેક ગામો અને રેલવે ટ્રેક ડૂબ્યા

મધ્યપ્રદેશના ચિત્રકૂટ અને સતના જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે પૂર જેવી અત્યંત ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મંદાકિની નદીનું જળસ્તર ભયજનક સપાટીને વટાવી જતાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ કુદરતી આફતને કારણે રામઘાટ સહિત આસપાસના બાર ગામોને ભારે અસર પહોંચી છે.ડોડા ડેમ તૂટતા આસપાસના ગામો ડૂબ્યામળતી માહિતી મુજબ, માણિકપુર નજીક આવેલો ડોડા ડેમ ઓવરફ્લો થઈને તૂટી જતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી નદીનું પાણી ઓછું થઈ રહ્યું હતું, પરંતુ પહાડી વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને કારણે મંદાકિની નદીનું જળસ્તર ફરીથી અચાનક વધી ગયું. પૂરના પ્રચંડ પ્રવાહમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સેનાના હેલિકોપ્ટરની મદદ લેવી પડી હતી. પ્રશાસન દ્વારા લોકોને પૂરગ્રસ્ત અને જોખમી વિસ્તારોથી દૂર રહેવા માટે સતત ચેતવણી આપવામાં આવી રહી છે તેમજ રામઘાટ પર પીસીએફ (PAC) ની એક કંપની પણ તૈનાત કરવામાં આવી છે.ભયાનક પૂરને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયું નુકસાનઆ પૂરના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વ્યાપક નુકસાન થયું છે. રામઘાટને હનુમાન ધારા સાથે જોડતો મહત્વનો પુલ તૂટી પડવાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. રામઘાટ અને નિર્મોહી અખાડા વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. વહીવટીતંત્રની ટીમો સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. સતનામાં પૂરનો કહેર યથાવતબીજી તરફ, સતના જિલ્લામાં પણ પૂરનો કહેર યથાવત છે. સતના-માણિકપુર સેક્શન પર ચિત્રારા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયો છે. ટ્રેકની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રેલવે કર્મચારીઓએ એન્જિનની આગળ ચાલીને ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દ્રશ્યોમાં પૂરના પાણી વચ્ચેથી પેસેન્જર ટ્રેન અને માલગાડી પસાર થતી નજરે પડે છે.સતત વરસાદને કારણે જળસ્તરો ખતરો યથાવત ઉત્તર ભારતમાં સતત વરસી રહેલા વરસાદ અને નદીઓના વધી રહેલા જળસ્તરને કારણે ખતરો હજુ ટળ્યો નથી. તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂર પડ્યે નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Nepal Floods: આખીને આખી બેંક પાણીમાં તણાઇ, કાટમાળમાંથી મળ્યા 1.5 કરોડ અને 50 કરોડનું સોનું

Read Full Story arrow_forward
Viral Video: Nepalનું એ લીલું મકાન અડીખમ રહેવાનું શું હતું રહસ્ય? જાણો ઘર બચી જવાનું સાચું કારણ
calendar_today August 31, 2026

Viral Video: Nepalનું એ લીલું મકાન અડીખમ રહેવાનું શું હતું રહસ્ય? જાણો ઘર બચી જવાનું સાચું કારણ

નેપાળમાં વિનાશક પૂર દરમિયાન ચારે તરફ તબાહીના દૃશ્યો જોવા મળ્યા હતા, પરંતુ આ દરમિયાન એક લીલા રંગનું મકાન અને તેની અંદરના લોકો સુરક્ષિત રીતે બચી ગયા અને આ આશ્ચર્યજનક ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો. પરંતુ આખરે આવું કેમ થયું? હવે આ ઘટના વિશેનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ ઘર બચી જવાનું કારણ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ભીષણ પૂરના પાણીના વહેણમાં રસ્તા આવતા દરેક રસ્તા, ઇમારતો, વૃક્ષો સઘળું ઝપેટમાં આવી ગયું, પણ આ બધાની વચ્ચે અડીખમ ઉભું રહેલું એક લીલા રંગનું ઘર કે જેની કાંકરી પણ ખરી નહી. ઘટનાના વીડિયોએ દુનિયાભરના લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. હવે સવાલ એ છે કે આસપાસના અનેક ઘરો પાણીના તેજ પ્રવાહ અને કાટમાળની ઝપેટમાં આવીને તૂટી ગયા, તો આ ઘર આખરે કેવી રીતે બચી ગયું? ચમત્કાર કે ઉત્તમ કક્ષાનું બાંધકામ?‘આર્કિટેક્ચર પ્રેઝન્ટેશન’ X પરનું એક એકાઉન્ટ છે, જે મુખ્યત્વે આર્કિટેક્ચર, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ અને ઈમારતોની ડિઝાઈન તથા સ્ટ્રક્ચર સાથે જોડાયેલી બનાવટની સમજૂતીની માહિતીઓ શેર કરે છે. આ એકાઉન્ટ દ્વારા હવે આ ઘર વિશેનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. ‘આર્કિટેક્ચર પ્રેઝન્ટેશન’ નામના X હેન્ડલના વીડિયોના આધારે માનવામાં આવી રહ્યું છે કે આ ઘર બચવા પાછળ માત્ર નસીબ જ નહીં, પરંતુ તેની બનાવટ અને બાંધકામની જગ્યાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આસપાસના ઘરો કેમ ધરાશાયી થયા?વીડિયો અનુસાર, સરળ ભાષામાં સમજીએ તો પૂરનું પાણી માત્ર પાણી નહોતું. તેની સાથે કાદવ, ભારે પથ્થરો, વૃક્ષો અને ઘરોનો કાટમાળ પણ વહી રહ્યો હતો. તેજ ગતિથી આવતી આ તમામ વસ્તુઓ ઘરોની દીવાલો સાથે સતત અથડાઈ રહી હતી. નેપાળના પહાડી વિસ્તારોમાં અનેક ઘરો પથ્થરની દીવાલોથી બનેલા હોય છે. આવી દીવાલો ઉપરથી આવતા વજનને સહન કરી શકે છે, પરંતુ જો બાજુથી પાણીનો તેજ પ્રવાહ અને ભારે કાટમાળ સતત ધક્કો મારે તો તે નબળા પડી શકે છે. આ જ કારણ છે કે વીડિયોમાં અનેક ઘરો પહેલા ધ્રૂજતા જોવા મળ્યા અને ત્યારબાદ અચાનક ધરાશાયી થઈ ગયા.તો પછી આ લીલા ઘરમાં શું અલગ હતું?આ ઘર RCC એટલે કે Reinforced Concrete Frame પર બનાવવામાં આવ્યું હતું. સરળ ભાષામાં કહીએ તો ઘરની અંદર મજબૂત કોલમ અને બીમનું માળખું હતું, જેમાં લોખંડની સળિયા પણ લગાવવામાં આવ્યા હતા. આ માળખું ઘરને એક મજબૂત ‘હાડપિંજર’ જેવું બનાવે છે. જ્યારે બહારથી પાણીના તેજ પ્રવાહ અને કાટમાળના ઘરને ધક્કા વાગતા હતા ત્યારે સમગ્ર દબાણ માત્ર દીવાલો પર આવ્યું નહોતું. કોલમ અને બીમે આ દબાણને સમગ્ર માળખામાં વહેંચવામાં મદદ કરી હતી. આ કારણે ઘરનું મુખ્ય માળખું તરત તૂટ્યું નહીં.માત્ર મજબૂત બનાવટ જ નહીં, ઘરની જગ્યા પણ મહત્વની હતીવીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે ઘર બચવાનું એક મોટું કારણ તેની બાંધકામની જગ્યા પણ હોઈ શકે છે. આ મકાન પૂર અને કાટમાળના સૌથી ઝડપી મુખ્ય પ્રવાહની બરાબર વચ્ચે નહોતું. એટલે પાણી અને કાટમાળની સૌથી વધુ તાકાત સીધી આ ઘર સાથે અથડાઈ નહોતી. પ્રવાહનો થડકારો તો અનુભવાયો હશે પરંતુ તે સીધી રીતે ન અથડાતા બાજુમાં જ અથડાતો રહ્યો.ઉદાહરણ તરીકે જો નદીમાં એક મોટો પથ્થર પડેલો હોય, અને પાણીના તેજ પ્રવાહની થપાટ તેને વાગતી હોય. પરંતુ જો પાણી પથ્થર સાથે સીધું પૂરી તાકાતથી અથડાતું ન હોય તો પાણી તેની બંને બાજુથી પસાર થઈ જાય છે. આ ઘરની સાથે પણ આવું જ થયું હોઈ શકે છે.કાદવ જ બની ગયો ઘરની ઢાલ?કેટલાક અહેવાલોમાં બીજી એક રસપ્રદ વાત પણ સામે આવી છે. ઘરની આસપાસ એકઠો થયેલો કાદવ અને કાટમાળ આ ઘર માટે એક પ્રકારની ઢાલ સમાન બની ગયા. શરૂઆતમાં પાણી સાથે જે  કાટમાળ ખેંચાઇને આવ્યો હતો તે ઘરની આસપાસ એકઠો થઈ ગયો. અને એ પછી પાણીના પ્રવાહની દિશા અમુક અંશે ફેરફાર થયો. એટલે એકઠા થયેલા કાટમાળેઘર સુધી સીધા પહોંચતા તેજ પ્રવાહને ઓછો કરવામાં મદદ કરી.વીડિયો જોઈને તેને ચમત્કાર કહેવું સરળ છે, પરંતુ તેની પાછળ એન્જિનિયરિંગની પણ મોટી ભૂમિકા હોઈ શકે છે. ઘરની મજબૂત RCC બનાવટ, લોખંડ અને કોંક્રિટથી બનેલું માળખું, ઘરના બાંધકામની જગ્યા અને પાણીનો પ્રવાહ બંને બાજુથી પસાર થઈ જવો, આ તમામ બાબતોએ મળીને આ ઘરને બચાવવામાં મદદ કરી હોઈ શકે છે.જોકે, પૂરની ભયાવહ સ્થિતિમાં માત્ર એક જ કારણ નક્કી કરતું નથી કે કયું ઘર બચશે અને કયું ધરાશાયી થશે. પાણીની ગતિ, પ્રવાહની દિશા, જમીનનું ધોવાણ, પાયાની મજબૂતી, ઘરની બનાવટ અને આસપાસ એકઠો થયેલો કાટમાળ, દરેકની ભૂમિકા હોય છે.પરંતુ આ વાયરલ વીડિયોએ એક વાત ચોક્કસ સમજાવી છે કે નેપાળના વિનાશક પૂરમાં લીલું મકાન માત્ર કોઇ ચમત્કાર કે નસીબને કારણે ઊભું નહોતું. તે યોગ્ય એન્જિનિયરિંગ, યોગ્ય જગા અને પરિસ્થિતિઓના એક દુર્લભ મેળને કારણે બચી ગયું.

Read Full Story arrow_forward
Haldwani Shuddhikaran Controversy: રાહુલ ગાંધી સામે FIR કોણે કરી ? જાણો શું લગાવ્યો આરોપ
calendar_today August 31, 2026

Haldwani Shuddhikaran Controversy: રાહુલ ગાંધી સામે FIR કોણે કરી ? જાણો શું લગાવ્યો આરોપ

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉત્તરાખંડમાં વધુ એક કેસ નોંધાયો છે. હલ્દવાનીના રામલીલા મેદાનમાં યોજાયેલા સફાઈ અભિયાન અને ત્યારબાદ કરવામાં આવેલા ધાર્મિક શુદ્ધિકરણ કાર્યક્રમ અંગે રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીને લઈને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ અનુસૂચિત જાતિ સમુદાયના એક યુવકે કરી હતી.રાહુલ ગાંધી સામે કોણે કરી FIR ? હલ્દવાની પોલીસે જણાવ્યું છે કે જવાહર નગરના રહેવાસી 26 વર્ષીય અમિત કુમારની ફરિયાદના આધારે કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. અમિત કુમાર વાલ્મીકિ સમુદાય સાથે સંબંધ ધરાવે છે અને ‘શ્રી રામ સેના ધર્માર્થ સેવા ન્યાસ’ સાથે જોડાયેલા હોવાનું પોલીસનું કહેવું છે. ફરિયાદમાં રાહુલ ગાંધીને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.શું છે સમગ્ર વિવાદ?ફરિયાદ અનુસાર, અમિત કુમારે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ રામલીલા મેદાનમાં યોજાયેલા યજ્ઞ અને સફાઈ કાર્યક્રમને જાતિના ચશ્માથી રજૂ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધીની ટિપ્પણીઓથી એવું ચિત્ર ઊભું થયું કે કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકો અસ્પૃશ્યતા અને દલિત વિરોધી માનસિકતાને પ્રોત્સાહન આપી રહ્યા હતા.અમિત કુમારનો દાવો છે કે આ નિવેદનથી વાલ્મીકિ સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે 11 ઓગસ્ટે રામલીલા મેદાનમાં થયેલા સફાઈ અભિયાન અને ધાર્મિક વિધિ દરમિયાન તેઓ પોતે હાજર હતા.મલ્લિકાર્જુન સાથે જોડવી યોગ્ય નહી- ફરિયાદી તેમના જણાવ્યા મુજબ, મેદાનની સફાઈ અને ત્યારબાદ કરવામાં આવેલી ધાર્મિક વિધિનો કોઈ વ્યક્તિની જાતિ સાથે સંબંધ નહોતો. કાર્યક્રમમાં સમાજના અલગ-અલગ વર્ગોના લોકો સામેલ થયા હતા, જેમાં અનુસૂચિત જાતિના લોકોનો પણ સમાવેશ થાય છે. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સમગ્ર પ્રક્રિયાને મલ્લિકાર્જુન ખડગે અથવા કોઈ ચોક્કસ વ્યક્તિની જાતિ સાથે જોડવી યોગ્ય નથી.અમિત કુમારનો રાહુલ ગાંધી પર આરોપઅમિત કુમારે ફરિયાદમાં જણાવ્યું છે કે 29 ઓગસ્ટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ સમગ્ર મામલાની પૂરતી હકીકતોની તપાસ કર્યા વગર SC/ST અધિનિયમ, 1989 હેઠળ કાર્યવાહી અને FIRની માંગ કરી હતી.ફરિયાદીનો આરોપ છે કે રાહુલ ગાંધીની ટિપ્પણીઓથી માત્ર તેમનું જ નહીં, પરંતુ સમગ્ર વાલ્મીકિ સમાજનું અપમાન થયું છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે તેમને અને કાર્યક્રમ સાથે જોડાયેલા અન્ય લોકોને અસ્પૃશ્યતા તથા દલિત વિરોધી માનસિકતા ધરાવતા તરીકે રજૂ કરવામાં આવ્યા.અમિત કુમારે પોતાની ફરિયાદમાં 8 ઓગસ્ટે રામલીલા મેદાનમાં યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમણે મેદાન અને સ્ટેજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.ફરિયાદમાં અમિત કુમારે દાવો કર્યો છે કે ત્યાં મોટી માત્રામાં કચરો અને ખાલી દારૂની બોટલો મળી આવી હતી. કેટલીક બોટલોમાં અશુદ્ધ પદાર્થ હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. વધુમાં, કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકો દ્વારા વાંધાજનક તથા ‘જેહાદી’ પ્રકારના નારા લગાવવામાં આવ્યા હોવાનો દાવો પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.11 ઓગસ્ટે શું થયું હતું?FIRમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે, 8 ઓગસ્ટના રાજકીય કાર્યક્રમ બાદ 11 ઓગસ્ટે રામલીલા મેદાનની સફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ મેદાનની ધાર્મિક અને સાંસ્કૃતિક પવિત્રતા પુનઃસ્થાપિત કરવાના હેતુથી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.અમિત કુમારનું કહેવું છે કે આ પ્રક્રિયામાં કોઈની જાતિને મહત્વ આપવામાં આવ્યું નહોતું અને તેઓ પોતે પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ જ ‘શુદ્ધિકરણ’ કાર્યક્રમને લઈને રાહુલ ગાંધીએ 29 ઓગસ્ટે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટિપ્પણી કરી હતી. તેમણે ‘શુદ્ધિકરણ’ને અસ્પૃશ્યતા સાથે જોડ્યું હતું અને તેને ગુનો ગણાવી, SC/ST અધિનિયમ હેઠળ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.ફરિયાદીનો શું દાવો છે?અમિત કુમારનો આરોપ છે કે ગંભીર આક્ષેપો કરતા પહેલાં રાહુલ ગાંધી અથવા તેમના પ્રતિનિધિઓએ સમગ્ર ઘટનાની હકીકતો જાણવા માટે તેમની કે કાર્યક્રમ સાથે જોડાયેલા અન્ય સભ્યોની સાથે વાતચીત કરી નહોતી.ફરિયાદમાં તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીના નિવેદન બાદ તેમના તથા સમિતિના અન્ય સભ્યો પર સામાજિક અને રાજકીય દબાણ વધ્યું છે. લોકોમાં તેમની વિરુદ્ધ નારાજગી ઊભી કરવામાં આવી રહી હોવાનો અને તેમને ધમકીઓ મળતી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. અમિત કુમારના જણાવ્યા મુજબ, આ પરિસ્થિતિને કારણે તેમની સામાજિક પ્રતિષ્ઠા, રોજગાર, વ્યક્તિગત સુરક્ષા અને પરિવારની સલામતી અંગે ચિંતા ઊભી થઈ છે.ફરિયાદમાં વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના વિરુદ્ધ ગંભીર નિવેદનો કરનારા લોકો પોતે SC/ST સમુદાયના સભ્યો નથી, તેમ છતાં તેમણે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ પર દલિત વિરોધી હોવાના આરોપો મૂક્યા છે. અમિત કુમારે આક્ષેપ કર્યો છે કે આવા નિવેદનોથી તેમના અને તેમના સહયોગીઓ વિરુદ્ધ સામાજિક દ્વેષનું વાતાવરણ ઊભું થયું છે. પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે અને હવે સમગ્ર મામલે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.આ પણ વાંચો- Surya Nakshatra Parivartan: મહિનાના અંતે સૂર્યની જેમ ચમકશે 4 રાશિનું નસીબ.. જાણો તમારી રાશિ છે?

Read Full Story arrow_forward