android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ધ્રુવ રાઠી સામે કોર્ટનું વોરંટ, હની સિંહની 2 કલાક પૂછપરછ અને ગુજરાત-મહારાષ્ટ્રમાં EDના દરોડા
calendar_today October 17, 2026

ધ્રુવ રાઠી સામે કોર્ટનું વોરંટ, હની સિંહની 2 કલાક પૂછપરછ અને ગુજરાત-મહારાષ્ટ્રમાં EDના દરોડા

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1.Gandhinagar: ગુજરાતમાં વીજ સંકટને પહોંચી વળવા કેન્દ્ર પાસે માગી 1000 મેગાવોટ વધારાની વીજળી!2.Jake Fraser McGurkએ 14 બોલમાં ફટકારી અડધી સદી, માંડ-માંડ બચ્યો વૈભવનો વર્લ્ડ રેકોર્ડ3.Ahmedabadમાં ખુલ્લી ગટરમાં પડેલી 9 વર્ષની બાળકીની એક અઠવાડિયા પછી પણ કોઈ ભાળ નહીં!4.YouTuber યુટ્યુબર ધ્રુવ રાઠી વિરુદ્ધ દિલ્હીની કોર્ટનું જામીનપાત્ર વોરંટ, જાણો કયા કેસમાં થઈ કાર્યવાહી5.Morbi મનપા કૌભાંડમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાની કડક ચીમકી, ગેરરીતિ આચરનાર અધિકારીઓ સામે નોંધાશે FIR6.Abhijeet Dipke: અભિજીત દિપકે પર પોલીસની કાર્યવાહી તેજ, અનેક FIR નોંધાઈ; હવે કોર્ટમાં રજૂ કરાશે7.IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સમાં મોટો ઉલટફેર! 3 વખતનો ચેમ્પિયન આ દિગ્ગજ ખેલાડી ટીમથી થયો અલગ8.Bollywood : કોન્સર્ટમાં અભદ્ર ટિપ્પણી કરવી પડી ભારે! હની સિંહની મહારાષ્ટ્ર સાયબર સેલે 2 કલાક કરી પૂછપરછ9.LK Advani Health Update: એલ. કે અડવાણીની હાલ કેવી છે તબિયત ? ICUમાં છે ભરતી10.Gujarat અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં EDના દરોડા: શેરબજાર કૌભાંડમાં PMLA હેઠળ તપાસ તેજ!

Read Full Story arrow_forward
Surat સહિત દક્ષિણ ગુજરાતમાં 15 વર્ષ બાદ ઘોર વીજ સંકટ; અઠવાડિયામાં એક દિવસ વીજકાપની ભીતિ!
calendar_today October 17, 2026

Surat સહિત દક્ષિણ ગુજરાતમાં 15 વર્ષ બાદ ઘોર વીજ સંકટ; અઠવાડિયામાં એક દિવસ વીજકાપની ભીતિ!

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 15 વર્ષ બાદ પ્રથમ વખત ગંભીર વીજ સંકટ સર્જાયું છે, જેના કારણે સ્થાનિક ઔદ્યોગિક એકમો પર માઠી અસર પડવાની ભીતિ ઊભી થઈ છે. વૈશ્વિક યુદ્ધની સ્થિતિના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ અને કોલસાના ભડકે બળતા ભાવ, કોલસાની તંગી તથા ડેમોમાં પાણીના ઓછા સંગ્રહના કારણે પાવર પ્લાન્ટ્સના ઉત્પાદનને માઠું ગ્રહણ લાગ્યું છે. પરિસ્થિતિને થાળે પાડવા દક્ષિણ ગુજરાત વીજ કંપની અને ઉર્જા વિભાગે ઔદ્યોગિક સંગઠનો સાથે બેઠક યોજીને અઠવાડિયામાં 1 દિવસ સાંજે 4:00થી રાત્રે 12:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવા સૂચના આપી છે.પીક અવર્સમાં વીજકાપથી કરોડોનું નુકસાન અને રોજગારી પર જોખમસાંજના પીક અવર્સ દરમિયાન સતત 8 કલાક વીજળી ગુલ રહેવાના કારણે સુરત અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ, ડાઇંગ તથા પ્રોસેસિંગ જેવા મોટા ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન સંપૂર્ણપણે ઠપ થઈ જવાની મોટી આશંકા છે. આ વીજ સંકટના પરિણામે ઉદ્યોગોને દૈનિક કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. આ ઉપરાંત, ઉત્પાદન બંધ રહેતાં હજારો શ્રમિકોની રોજીરોટી અને રોજગારી પર પણ મોટું સંકટ તોળાઈ રહ્યું છે.સરકારનું 31 કંપનીઓને અલ્ટીમેટમ અને ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને સરકારે તાત્કાલિક ધોરણે બંધ પડેલી 31 કંપનીઓને આગામી 10 દિવસમાં પોતાના પાવર પ્લાન્ટ્સ પુનઃ શરૂ કરવા માટે કડક અલ્ટીમેટમ આપ્યું છે. બીજી તરફ, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ ગંભીરતા દાખવીને ગુજરાતમાં જ કોલસા ઉત્પાદન યુનિટ્સ સક્રિય કરવા અને ઉદ્યોગોને રાહત આપવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Tihar Jailમાં જયાં હતા અરવિંદ કેજરીવાલ તે હાઈ-સુરક્ષા વોર્ડમાં રખાયા CJP નેતાઓ આશુતોષ રંકા અને સૌરવ દાસ
calendar_today October 17, 2026

Tihar Jailમાં જયાં હતા અરવિંદ કેજરીવાલ તે હાઈ-સુરક્ષા વોર્ડમાં રખાયા CJP નેતાઓ આશુતોષ રંકા અને સૌરવ દાસ

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતાઓ આશુતોષ રંકા અને સૌરવ દાસને દિલ્હીની તિહાર જેલમાં અલગ-અલગ ઉચ્ચ સુરક્ષા (હાઈ-સુરક્ષા) વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં જંતર-મંતર ખાતે પરવાનગી વગર વિરોધ સ્થળ પર પ્રવેશ કરવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. વહીવટીતંત્રે તેમની સુરક્ષા અને દેખરેખને ધ્યાનમાં રાખીને જેલના નિયમો કડક બનાવ્યા છે.CJP નેતાઓ ધરપકડનું કારણ અને ન્યાયિક કસ્ટડીદિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આશુતોષ રંકા અને સૌરવ દાસની 14 ઓક્ટોબરે જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવા અને વારંવાર ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાના પ્રયાસો બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને આશંકા હતી કે જો તેઓ જામીન પર મુક્ત થશે તો ફરીથી ગુનો કરી શકે છે અને અન્ય લોકોને પણ ઉશ્કેરી શકે છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને બંનેને 5 દિવસની ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં મોકલવામાં આવ્યા છે.કેદી નંબર્સ અને તિહાર જેલમાં અલગ-અલગ વોર્ડની ફાળવણીજેલ રેકોર્ડ મુજબ આશુતોષ રંકાનો કેદી નંબર 1784 અને સૌરવ દાસનો કેદી નંબર 3752 છે. શરૂઆતમાં બંનેને જેલ નંબર 2 માં રાખવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં સુરક્ષા કારણોસર રંકાને જેલ નંબર ૪ માં ટ્રાન્સફર કરવામાં આવ્યા. હાલમાં સૌરવ દાસ જેલ નંબર 2 ના વોર્ડ નંબર 3 માં અને આશુતોષ રંકા જેલ નંબર 4 ના વોર્ડ નંબર 15માં બંધ છે.સીસીટીવી નજર અને 24 કલાક સુરક્ષા પહરોજેલના બ્લોકમાં સામાન્ય સંકુલ કરતા ઓછી ભીડ રહે છે. તિહાર જેલના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમના વોર્ડ સંપૂર્ણપણે અલગ રાખવામાં આવ્યા છે અને અન્ય બ્લોક કે વોર્ડના કોઈપણ કેદીને ત્યાં પ્રવેશવાની મંજૂરી નથી. તેમની હિલચાલ પર સતત નજર રાખવા માટે સેલની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટના કે આત્મહત્યાના જોખમને અટકાવવા માટે 24 કલાક કડક પહેરો રાખવામાં આવે છે.નેતાઓની મુલાકાત અને જેલનો ઈતિહાસગુરુવારે CJP ના સ્થાપક અભિજીત દિપકે અને કાનૂની વડા રત્ના સિંહે જેલમાં તેમની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, સૌરવ દાસ જે જેલ નંબર ૨ માં છે, ત્યાં અગાઉ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાખવામાં આવ્યા હતા અને હાલમાં કાર્યકર્તા ઉમર ખાલિદ પણ તે જ જેલમાં અલગ ઉચ્ચ જોખમવાળા સેલમાં છે. જ્યારે રંકા જે જેલ નંબર 4 માં છે, તેનો ઉપયોગ અગાઉ વિપશ્યના ધ્યાન માટે થતો હતો. જેલ વહીવટીતંત્ર દ્વારા બંનેની સુરક્ષાનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો : Bollywood : કોન્સર્ટમાં અભદ્ર ટિપ્પણી કરવી પડી ભારે! હની સિંહની મહારાષ્ટ્ર સાયબર સેલે 2 કલાક કરી પૂછપરછ

Read Full Story arrow_forward