android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
27 October Top News : ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, રાજકોટ એરપોર્ટ પર મુસાફરોને હાલાકી, સરકારી નોકરીઓ પણ હવે નહીં બચે...
calendar_today October 27, 2026

27 October Top News : ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, રાજકોટ એરપોર્ટ પર મુસાફરોને હાલાકી, સરકારી નોકરીઓ પણ હવે નહીં બચે...

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1. Gujarat Water Crisis : CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા, સી.આર. પાટીલ સાથે મહત્વપૂર્ણ મિટિંગ બાદ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં લેશે ભાગ...2. Netherland: સરકારી નોકરીઓ પણ હવે નહી બચે, AIનું 25,000 સરકારી નોકરીઓ પર સંકટ!3. Rajkotમાં ડ્રગ્સ માફિયાઓ સામે SOG અને પોલીસનો સપાટો, રૂ. 23.80 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો!4. Rajkotમાં હાઈપ્રોફાઈલ સ્પા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના દરોડા, કાલાવડ રોડ પર દેહવ્યાપારનો પર્દાફાશ5. Surat: SMC તૈયાર કરશે ડિજિટલ ડેટાબેઝ, GPS અને એપથી ઘરે-ઘરે થશે બાંધકામની ચકાસણી6. Cricket Controversy : સ્કોરરની એક ભૂલ અને આખી ટીમ બહાર! ક્રિકેટમાં 1 રનના વિવાદે મચાવ્યો હોબાળો7. Ahmedabad: શહેરની પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સીએન વિદ્યાલય સહિત 3 સ્કૂલોમાં દોડધામ8. Cyclone Arnab IMD Alert: આવી રહ્યું છે અર્નબ વાવાઝોડુ..વિશાખાપટ્ટનમમાં વરસાદ. શરૂ, સ્કૂલ-કોલેજ બંધ અનેક ટ્રેનો રદ9. Rajkot ઇન્ટરનેશનલ એરપોર્ટની દયનીય હાલત, પાઇપલાઇનમાં લીકેજ થતાં બે દિવસથી કાર્ગો કામગીરી ઠપ્પ!10. Surat: EPFO ની બમ્પર સ્કીમ; ₹15,000 સુધીની સરકારી સહાય, નિયમ તોડતી કંપનીઓ પર તવાઈના આદેશ!

Read Full Story arrow_forward
Jaipur: 5રૂ.ના પેકેટમાંથી નીકળી માત્ર 4 ગ્રામ જ ચિપ્સ, કોર્ટે આ મોટી કંપનીને ફટાકાર્યો 8000નો દંડ
calendar_today October 27, 2026

Jaipur: 5રૂ.ના પેકેટમાંથી નીકળી માત્ર 4 ગ્રામ જ ચિપ્સ, કોર્ટે આ મોટી કંપનીને ફટાકાર્યો 8000નો દંડ

જયપુર જિલ્લા ગ્રાહક આયોગે ચિપ્સના એક પેકેટના મામલામાં ઉત્પાદક કંપની 'પેપ્સીકો ઈન્ડિયા હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ' (PepsiCo India Holdings Pvt. Ltd.) ને જવાબદાર ઠેરવી છે. આ પેકેટ પર તેનું વજન 15 ગ્રામ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવમાં તેમાં માત્ર 4 ગ્રામ ચિપ્સ જ હતી. આયોગે કંપનીને માનસિક વેદના બદલ ₹5000 અને કાનૂની કાર્યવાહીના ખર્ચ પેટે ₹3000 ચૂકવવાનો આદેશ આપ્યો છે.5 રૂપિયાના ચિપ્સમાં 4 ગ્રામ જ નીકળી ચિપ્સ ₹5ની કિંમતના ચિપ્સના પેકેટ પર 15 ગ્રામ વજન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, તપાસ કરતા તેમાં માત્ર 4 ગ્રામ ચિપ્સ જ હોવાનું જણાયું હતું. જાહેર કરાયેલા વજન અને વાસ્તવિક જથ્થા વચ્ચેના આ મોટા તફાવતને ધ્યાનમાં રાખીને, જયપુર જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગે ઉત્પાદક કંપની 'પેપ્સીકો ઈન્ડિયા હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ'ને જવાબદાર ઠેરવી છે. આયોગે કંપનીને નિર્દેશ આપ્યો છે કે તેઓ ગ્રાહકને માનસિક તકલીફ બદલ ₹5000 અને કાનૂની ખર્ચ પેટે ₹3000 નું વળતર ચૂકવે. આ ઉપરાંત, કંપનીએ પેકેટની કિંમત ₹5 પણ વ્યાજ સાથે પરત કરવાની રહેશે.10 નવેમ્બર 2020નો કિસ્સો આ મામલો સીકર રોડના રહેવાસી ચંદ્રભાન જાલન સાથે સંબંધિત છે. 10 નવેમ્બર, 2020ના રોજ તેમણે વિશ્વકર્મા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી 'મેટ્રો કેશ એન્ડ કેરી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ' (Metro Cash & Carry India Pvt. Ltd.) પાસેથી કરિયાણું ખરીદ્યું હતું. આ ખરીદીમાં ₹5નું 'લેઝ' (Lay’s) ચિપ્સનું પેકેટ પણ સામેલ હતું, જે જાલન તેમના ઘરે આવેલા મહેમાનોને પીરસવા માંગતા હતા. પેકેટ હાથમાં લેતા તેમને તે અપેક્ષા કરતા હલકું લાગ્યું. શંકા જતાં તેમણે તેનું વજન કર્યું અને જાણવા મળ્યું કે તેમાં માત્ર 4 ગ્રામ ચિપ્સ જ હતી જે પેકેજિંગ પર દર્શાવેલા 15 ગ્રામ વજન કરતાં 11 ગ્રામ ઓછી હતી. તેમણે આ અંગે રિટેલર (વેપારી) સમક્ષ રજૂઆત કરી, પરંતુ તેમના જણાવ્યા અનુસાર, સંતોષકારક જવાબ મળવાને બદલે તેમની સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું. રિટેલરે દલીલ કરી કે પેકેટ સીલબંધ હોવાથી, જથ્થામાં થયેલી આ ઘટ માટે ઉત્પાદક કંપની જવાબદાર છે.કંપની વિરુદ્ધ એકપક્ષીય (Ex-parte) કાર્યવાહીએડવોકેટ મીનાક્ષી અગ્રવાલના માધ્યમથી, ચંદ્રભાન જાલને 6 એપ્રિલ, 2022ના રોજ જિલ્લા ગ્રાહક આયોગમાં ફરિયાદ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન ઉત્પાદક કંપનીને નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ કંપની આયોગ સમક્ષ હાજર થઈ નહીં. પરિણામે, આયોગે કંપની વિરુદ્ધ એકપક્ષીય (ex-parte) કાર્યવાહી શરૂ કરી. ફરિયાદી વતી રજૂ કરવામાં આવેલા બિલો અને અન્ય દસ્તાવેજોના આધારે આ બાબત પર વિચાર કરવામાં આવ્યો હતો.

Read Full Story arrow_forward
Gujarat Water Crisis : CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા, સી.આર. પાટીલ સાથે મહત્વપૂર્ણ મિટિંગ બાદ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં લેશે ભાગ...
calendar_today October 27, 2026

Gujarat Water Crisis : CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા, સી.આર. પાટીલ સાથે મહત્વપૂર્ણ મિટિંગ બાદ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં લેશે ભાગ...

ગુજરાતના CM પોતાના નિર્ધારિત દિલ્હી પ્રવાસે પહોંચી ગયા છે. આ મહત્વપૂર્ણ દિલ્હી મુલાકાત દરમિયાન તેઓ સૌપ્રથમ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે ખાસ બેઠક યોજશે. સંગઠનાત્મક અને રાજ્યના જળ સંસાધનોના વિકાસ કાર્યો સંદર્ભે આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બંને નેતાઓ વચ્ચે ગુજરાતના બાકી રહેલા પ્રોજેક્ટો અને કેન્દ્રીય સહાય અંગે વિગતવાર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે.તાલકટોરા સ્ટેડિયમમાં ગુર્જર સમાજના વિશેષ કાર્યક્રમમાં આપશે હાજરીસી.આર. પાટીલ સાથેની દ્વિપક્ષીય બેઠક પૂર્ણ કર્યા બાદ, CM બપોરે 1:00 વાગ્યે દિલ્હીના પ્રખ્યાત તાલકટોરા સ્ટેડિયમ ખાતે પહોંચશે. અહીં આયોજિત 'ગુર્જર સમાજ' ના એક રાષ્ટ્રીય સ્તરના વિશેષ કાર્યક્રમમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને સમાજના શ્રેષ્ઠીઓ તથા નાગરિકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી ગુર્જર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે.દેશમાં જળ સંકટ મુદ્દે બપોરે 3 વાગ્યે યોજાશે સમીક્ષા બેઠકદિલ્હી પ્રવાસના અંતિમ ચરણમાં બપોરે 3:00 વાગ્યાના સુમારે દેશમાં વધી રહેલા જળ સંકટ મામલે એક અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશના વિવિધ રાજ્યોના CMO વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. આ મિટિંગ દરમિયાન ભવિષ્યમાં જળ સંકટને પહોંચી વળવા અને જળ સંચયના આયોજનો સુચારુ બનાવવા માસ્ટર પ્લાન પર ચર્ચા કરવામાં આવશે.આ પણ વાંચો : Rajkotમાં ડ્રગ્સ માફિયાઓ સામે SOG અને પોલીસનો સપાટો, રૂ. 23.80 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો!

Read Full Story arrow_forward