android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather Forcast : ગુજરાતમાં મિશ્ર ઋતુની અસર વચ્ચે ગુલાબી ઠંડીનો પ્રારંભ, રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો!
calendar_today October 27, 2026

Gujarat Weather Forcast : ગુજરાતમાં મિશ્ર ઋતુની અસર વચ્ચે ગુલાબી ઠંડીનો પ્રારંભ, રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો!

રાજ્યમાં હાલ હવામાનનો અનોખો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં મિશ્ર ઋતુની વ્યાપક અસર વર્તાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે હવામાં ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પવનોની દિશા બદલાતા ઉત્તર-પૂર્વના પવનોની સીધી અસર વાતાવરણ પર જોવા મળી રહી છે.આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશેહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મિશ્ર ઋતુના કારણે આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે, જેના લીધે બપોરના સમયે ગરમી અનુભવશે. બીજી તરફ, દરિયાઈ વિસ્તાર કે અન્ય સક્રિય ચક્રવાતી સિસ્ટમને લઈને નાગરિકોમાં ચિંતા હતી, પરંતુ હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ ચક્રવાતની ગુજરાત પર કોઈ જ વિપરીત અસર નહીં થાય, જે ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર છે.રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલું તાપમાનતાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યના મુખ્ય શહેરોમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પોરબંદરમાં 20.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 20.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદમાં 21 ડિગ્રી, ડીસામાં 21.3 ડિગ્રી, ભાવનગરમાં 22.2 ડિગ્રી, ભુજમાં 22.8 ડિગ્રી, રાજકોટમાં 23.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 23.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યભરમાં ધીમે ધીમે શિયાળાના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા છે.આ પણ વાંચો : Ahmedabad: સરદાર સરોવર છલકાયો પણ સૌરાષ્ટ્ર-કચ્છ તરસ્યું! જળાશયો તળિયાઝાટક થતા ખેડૂતો અને માલધારીઓની હાલત કફોડી

Read Full Story arrow_forward
Surat News : મર્ડર થયેલા બૂટલેગર પાસેથી તમંચો લીધાની વિચિત્ર કબૂલાત! આરોપીની કહાણીથી પોલીસ પણ ચક્કરે ચડી...
calendar_today October 27, 2026

Surat News : મર્ડર થયેલા બૂટલેગર પાસેથી તમંચો લીધાની વિચિત્ર કબૂલાત! આરોપીની કહાણીથી પોલીસ પણ ચક્કરે ચડી...

સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર ઘાતક હથિયાર સાથે એક યુવક ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પુણા પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને 20 વર્ષીય યુવક શેહઝાદ ઈમરાન શેખ ની અટકાયત કરી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી ગેરકાયદેસર દેશી તમંચો અને જીવંત કારતૂસ મળી આવ્યા હતા, જેને પોલીસે સત્તાવાર રીતે જપ્ત કરી લીધા છે.ચોંકાવનારી વિગત સામે આવીઝડપાયેલા આરોપી શેહઝાદની પોલીસે ઘનઘોર પૂછપરછ શરૂ કરતા એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આરોપીએ દાવો કર્યો છે કે તેણે આ દેશી તમંચો વર્ષ 2019 માં ડિંડોલીના પ્રખ્યાત બુટલેગર શંકર ઉર્ફે કાલુ નિકમ પાસેથી રૂ. 8,000 માં ખરીદ્યો હતો. જોકે, પોલીસ રેકોર્ડ મુજબ બુટલેગર કાલુ નિકમની વર્ષ 2020 માં જ હત્યા થઈ ચૂકી છે. આરોપીની આ વિચિત્ર કબૂલાતના કારણે પુણા પોલીસ પણ ભારે મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલઆરોપી ખરેખર સાચું બોલી રહ્યો છે કે પછી મૃતાત્માના નામે પોતાના અન્ય હથિયાર સપ્લાયર કે સાગરીતોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પુણા પોલીસે આરોપી શેહઝાદ ઈમરાન શેખ વિરુદ્ધ આર્મ્સ એક્ટ (Arms Act) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.આ પણ વાંચો : Gujarat Weather Forcast : ગુજરાતમાં મિશ્ર ઋતુની અસર વચ્ચે ગુલાબી ઠંડીનો પ્રારંભ, રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો!

Read Full Story arrow_forward
Una: સોનાના દાગીનાની લાલચે માનવતા શરમાવી; પરિવાર સાથે આંસુ સારનારી ભાણેજ વહુ જ હત્યારી નીકળી!
calendar_today October 27, 2026

Una: સોનાના દાગીનાની લાલચે માનવતા શરમાવી; પરિવાર સાથે આંસુ સારનારી ભાણેજ વહુ જ હત્યારી નીકળી!

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામે થોડા દિવસો પૂર્વે બનેલી 85 વર્ષીય વૃદ્ધાની સનસનાટીભરી હત્યાનો ભેદ નવાબંદર મરીન પોલીસે ઉકેલી નાખ્યો છે. સોનાના ઘરેણાંની લાલચમાં સંબંધોને લજવતો આ કિસ્સો સામે આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વૃદ્ધાની કરપીણ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેમની સગી ભાણેજ વહુએ જ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. હત્યા કર્યા બાદ આરોપી મહિલાએ પરિવારજનો વચ્ચે જઈને સૌથી વધુ આક્રંદ અને રોકકળ કરવાનો ઢોંગ કર્યો હતો, પરંતુ પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે.ચા પીવાના બહાને ઘરમાં પ્રવેશીને દાતરડાના ઘા ઝીંક્યાઆરોપી ભાણેજ વહુ વૃદ્ધાના ઘરે ચા પીવાના બહાને સામાન્ય રીતે પહોંચી હતી.વૃદ્ધા એકલા હોવાનો લાભ ઉઠાવી, પૂર્વઆયોજિત કાવતરા મુજબ પોતાની સાથે લાવેલા તીક્ષ્ણ દાતરડા વડે વૃદ્ધાના ગળા પર ઉપરાછાપરી જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.વૃદ્ધાએ પહેરેલા સોનાના ઘરેણાં ઝડપથી કાઢી લેવા માટે નિર્દયી બનીને તેમના કાન પણ કાપી નાખ્યા હતા અને દાગીના લૂંટીને સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી.હત્યા બાદ પરિવાર સાથે રોકકળનું તરકટ રચ્યુંહત્યાને અંજામ આપ્યા બાદ આરોપી મહિલા કોઈને શંકા ન જાય તે રીતે ફરી મૃતકના ઘરે પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો એકઠા થયા ત્યારે આરોપી ભાણેજ વહુ સૌથી આગળ રહીને મોટેમોટેથી રોકકળ કરવા લાગી હતી અને નિર્દોષ હોવાનો ઢોંગ રચ્યો હતો.જોકે, ઘટનાસ્થળે તપાસ કરી રહેલી નવાબંદર મરીન પોલીસની બાજ નજર તેની અસામાન્ય અને શંકાસ્પદ હિલચાલ પર પડી હતી.પોલીસ પૂછપરછમાં ગુનો કબૂલ્યોનવાબંદર મરીન પોલીસે મહિલાની કડકાઈથી પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને સોનાના દાગીના મેળવવાની લાલચે જ વૃદ્ધાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપી ભાણેજ વહુની વિધિવત ધરપકડ કરી છે અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલું લોહીવાળું દાતરડું કબજે કર્યું છે.લૂંટેલા સોનાના દાગીના ક્યાં છુપાવ્યા છે અથવા કોને વેચ્યા છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ પણ વાંચો: Ahmedabad: સરદાર સરોવર છલકાયો પણ સૌરાષ્ટ્ર-કચ્છ તરસ્યું! જળાશયો તળિયાઝાટક થતા ખેડૂતો અને માલધારીઓની હાલત કફોડી

Read Full Story arrow_forward