android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : રખિયાલ પોલીસ ઊંઘતી રહી ને સ્ટેટ મોનિટરિંગ સેલે પાડી રેડ! રૂ. 36.15 લાખના મુદ્દામાલ સાથે દારૂનો મોટો ખેપ જપ્ત
calendar_today October 25, 2026

Ahmedabad News : રખિયાલ પોલીસ ઊંઘતી રહી ને સ્ટેટ મોનિટરિંગ સેલે પાડી રેડ! રૂ. 36.15 લાખના મુદ્દામાલ સાથે દારૂનો મોટો ખેપ જપ્ત

રાજ્યમાં નશાબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે એક મોટી સફળતા હાસિલ કરી છે. રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મીનારા મુવાડા/મીઠાના મુવાડા પાસે ગુપ્ત બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે સચોટ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેનાથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.3,959 દારૂની બોટલો અને વાહન મળી રૂ. 36.15 લાખનો મુદ્દામાલ જપ્તSMC ની ટીમે કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને સ્થળ પરથી દારૂની નાના-મોટી કુલ 3,959 બોટલો કબ્જે કરી હતી. દારૂનો જથ્થો અને તેની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો સહિત કુલ રૂ. 36.15 લાખ નો માતબર મુદ્દામાલ સત્તાવાર રીતે જપ્ત કરવામાં આવ્યો છે. દારૂનો આટલો મોટો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.કાર ચાલક સહિત 4 આરોપીઓ વોન્ટેડઆ સફળ કામગીરી બાદ પણ સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહેલા કાર ચાલક સહિત કુલ 4 આરોપીઓ વિરુદ્ધ વોન્ટેડ જાહેર કરી તેમની સામે કાયદાકીય શિકંજો કસવામાં આવ્યો છે. સમગ્ર મામલે રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. SMC અને પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આ પણ વાંચો : Ahmedabadના મોટેરામાં વૃદ્ધ દંપતીનો રૂ. 60 લાખનો ફ્લેટ પચાવી પાડ્યો, 4 ભાડૂઆતો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ!

Read Full Story arrow_forward
Dwarkaના બરડા ડુંગરમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર રેન્જ આઈજીના દરોડા!
calendar_today October 25, 2026

Dwarkaના બરડા ડુંગરમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર રેન્જ આઈજીના દરોડા!

દેવભૂમિ દ્વારકા અને ભાણવડ પંથકમાં આવેલ કુદરતી સૌંદર્યથી સભર બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બેફામ રીતે ધમધમી રહી હોવાનો ચોંકાવનારો મામલો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે. અગાઉ એલસીબી (LCB) ની સફળ કાર્યવાહી બાદ હવે રાજકોટ રેન્જ આઈજી (IG) ની વિશેષ ટીમ દ્વારા બરડા ડુંગરના અંદરના વિસ્તારોમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. રેન્જ આઈજીની ટીમે અચાનક પાડેલા આ દરોડાને કારણે સ્થાનિક પોલીસ અને વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) ની નિષ્ક્રિયતા અને કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.કુલ રૂ.1.14 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત રાજકોટ રેન્જ આઈજીની ટીમે બરડા ડુંગરમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠીઓ પર ઓચિંતી રેડ પાડીને મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 120 લીટર તૈયાર દેશી દારૂ તેમજ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો અંદાજે 3,600 લીટર જેટલો શંકાસ્પદ આથો જપ્ત કર્યો હતો. આમ, કુલ મળીને રૂપિયા 1,14,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેણે બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે.સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલોસૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યાં બરડા સફારી અભયારણ્ય આવેલું છે અને જ્યાં વન વિભાગ તથા સ્થાનિક પોલીસની કડક દેખરેખ હોવી જોઈએ, ત્યાં આ પ્રકારે બેફામ દેશી દારૂની ભઠ્ઠીઓ કેવી રીતે ધમધમી રહી છે? અગાઉ પણ અનેક વખત આ જ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ ચૂકી છે, છતાં આ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કાયમી ધોરણે અંકુશ કેમ નથી આવી રહ્યો? જો ઉચ્ચ અધિકારીઓની ટીમોને અચાનક દરોડા પાડવા પડે છે, તો સ્થાનિક તંત્ર અત્યાર સુધી આંખ આડા કાન કરીને શું કરી રહ્યું હતું તે એક મોટો પ્રશ્ન છે.બરડા ડુંગરમાં કડક પગલાંની માગવન્યજીવો અને કુદરતી વારસા માટે જાણીતા બરડા ડુંગરમાં ચાલતી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે પર્યાવરણ અને વિસ્તારની છબી પણ જોખમાઈ રહી છે. જાગૃત નાગરિકો અને સ્થાનિક લોકો દ્વારા હવે એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે શું જવાબદાર તંત્ર આ દૂષણને ડામવા માટે કોઈ નક્કર અને કાયમી પગલાં ભરશે ખરું? બરડા ડુંગરમાંથી આ ગેરકાયદે દારૂના અડ્ડાઓ કાયમ માટે નેસ્તનાબૂદ થાય અને જવાબદાર અધિકારીઓ સામે પણ યોગ્ય તપાસ થાય તેવી તીવ્ર માંગ ઉઠી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi: કમલમમાં CM ભૂપેન્દ્ર પટેલની હાઈ-લેવલ બેઠક; સૌરાષ્ટ્ર-કચ્છના 15 જિલ્લાના પ્રમુખો-પ્રભારીઓ સાથે બંધ બારણે ચૂંટણી મંથન!
calendar_today October 25, 2026

Morbi: કમલમમાં CM ભૂપેન્દ્ર પટેલની હાઈ-લેવલ બેઠક; સૌરાષ્ટ્ર-કચ્છના 15 જિલ્લાના પ્રમુખો-પ્રભારીઓ સાથે બંધ બારણે ચૂંટણી મંથન!

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) એ અત્યારથી જ સંગઠન સ્તરે ગિયર બદલી નાખ્યા છે. મોરબી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનની અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ બંધ બારણે મેગા બેઠક યોજાઈ હતી. આ હાઈ-લેવલ મંથનમાં સૌરાષ્ટ્રના 15 જિલ્લાના સંગઠન પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને તમામ ધારાસભ્યો એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીલક્ષી રણનીતિ અને સંગઠનની પાયાની કામગીરીને લઈને આ બેઠકમાં ખૂબ જ ગંભીર ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી.15 જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનનો જમાવડોજૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, પોરબંદર, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ તેમજ સુરેન્દ્રનગર સહિતના સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ પટ્ટાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રત્યેક જિલ્લાવાર રાજકીય સમીકરણો, સ્થાનિક જનતાના પ્રશ્નો અને વિકાસ કાર્યોની ગતિ અંગે પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના મતદારો સુધી પહોંચે અને સંગઠનમાં કોઈપણ પ્રકારની આંતરિક ખેંચતાણ ન રહે તે સુનિશ્ચિત કરવા પ્રભારીઓને ખાસ ટાસ્ક સોંપવામાં આવ્યા હતા.વિધાનસભા ચૂંટણીની રણનીતિઆંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર હંમેશાથી ગુજરાતના રાજકારણનું એપીસેન્ટર રહ્યું છે, ત્યારે અહીંની બેઠકો પર ભાજપની પકડ વધુ મજબૂત કરવા મોરબીથી આ કવાયત શરૂ કરવામાં આવી છે.બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં પ્રજા વચ્ચે રહીને જનસંપર્ક વધારવા, પેજ સમિતિઓને વધુ સક્રિય કરવા અને પાયાના કાર્યકરો સાથે સંકલન જાળવી રાખવા તમામ ધારાસભ્યો અને સાંસદોને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.આગામી દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં સંગઠનાત્મક ફેરફારો અને પ્રચાર-પ્રસારની નવી રૂપરેખા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.આ પણ વાંચો: Jasdan: ઈશ્વરીયા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ કરનાર એક ઝડપાયો, બીજા સાગરીતની શોધખોળમાં ખાખીના દરોડા

Read Full Story arrow_forward