android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indiaના ઑટોરિક્ષાએ જીત્યું વિદેશી કપલનું દિલ, હવે UKમાં દોડશે લાલ ટુક-ટુક
calendar_today October 25, 2026

Indiaના ઑટોરિક્ષાએ જીત્યું વિદેશી કપલનું દિલ, હવે UKમાં દોડશે લાલ ટુક-ટુક

ભારતમાં ફરવા આવતા વિદેશી પ્રવાસીઓ સામાન્ય રીતે ટેક્સી, બસ અથવા ભાડાની કારથી મુસાફરી કરે છે. પરંતુ બ્રિટનના હેલેન અને મિકે પોતાનો અલગ રસ્તો પસંદ કર્યો. તેમણે ચેન્નાઈમાં લાલ રંગનું ઑટોરિક્ષા ખરીદ્યું અને તેનું નામ રાખ્યું 'ટિમ્મી ધ ટિન કેન'. આ ઑટોરિક્ષાનો લુક પણ ઘણો રસપ્રદ છે. તેના આગળના ભાગમાં કાર્ટૂન જેવી આંખો અને હસતો ચહેરો બનાવવામાં આવ્યો છે. આ ઑટો તમિલનાડુના ચેન્નાઈમાં રજિસ્ટર્ડ છે. બ્રિટિશ કપલ હેલેન અને મિક માટે ધીમે-ધીમે આ ઑટો માત્ર મુસાફરીનું સાધન નહીં, પરંતુ તેમની સફરનો સૌથી ખાસ સાથી બની ગયો. ભારતની મુસાફરી પૂરી કરીને જ્યારે તેઓ UK પહોંચ્યાં, ત્યારે પોતાના પ્રિય ઑટોરિક્ષાને પણ જહાજ દ્વારા સાથે લઈ ગયાં.ઓટોથી ફર્યા, સોશિયલ મીડિયા પર પણ સફરની તસવીરો શેર કરીહેલેન અને મિકે પોતાના લાલ ઓટોના નામે ઇન્સ્ટાગ્રામ પર ‘timmy_the_tin_can’ એકાઉન્ટ બનાવ્યું. અહીં તેઓ પોતાની સફરના વીડિયો અને તસવીરો શેર કરવા લાગ્યા. ધીમે ધીમે લોકોમાં પણ તેમની સફર પ્રત્યે રસ વધવા લાગ્યો. આ કપલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 9 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેમની પોસ્ટમાં ક્યાંક રસ્તા પર દોડતો ટિમ્મી જોવા મળે છે, તો ક્યાંક તેની સાથે વિતાવેલી ખાસ પળોની ઝલક જોવા મળે છે. ભારતના રસ્તાઓ પર આ રીતે ઓટોથી ફરવું તેમના માટે એક અલગ જ અનુભવ રહ્યો. ==રાજસ્થાનથી ગોવા સુધી 4,218 કિલોમીટરની સફરઆ કપલે પોતાના ઓટોથી ભારતના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લીધી. તેમની સફરમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દક્ષિણ ભારતનાં અનેક સ્થળો સામેલ હતાં. તેઓ આગ્રા પહોંચ્યા અને તાજમહેલની મુલાકાત પણ લીધી. આ ઉપરાંત તેઓ પોતાના ઓટોથી ગોવાના દરિયાકિનારા સુધી પણ પહોંચ્યા. આ દરમિયાન તેમણે લગભગ 4,218 કિલોમીટરનું અંતર કાપ્યું. સમગ્ર સફરમાં ટિમ્મી તેમની સાથે રહ્યો. ક્યારેક શહેરોની ભીડભાડવાળા રસ્તાઓ પર તો ક્યારેક લાંબા હાઇવે પર દોડતો આ ઓટો તેમની સફરની ખાસ ઓળખ બની ગયો.ભારત છોડતી વખતે ટિમ્મીને અલવિદા કહેવું મુશ્કેલ બન્યુંકોઈ જગ્યાએ ફરવા જઈએ ત્યારે ત્યાંની યાદો આપણી સાથે રહે છે, પરંતુ હેલેન અને મિક માટે ભારતની યાદો સાથે એક ઓટો પણ જોડાઈ ગયો. અનેક અઠવાડિયાં સુધી સાથે સફર કર્યા બાદ ટિમ્મી તેમના માટે માત્ર એક વાહન નથી રહ્યું. જ્યારે બ્રિટન પાછા જવાનો સમય આવ્યો, ત્યારે તેને ભારતમાં છોડીને જવું તેમના માટે સરળ નહોતું. તેથી કપલે તેને પોતાની સાથે યુકે લઈ જવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ ઓટોને દરિયાઈ માર્ગે મોકલવાની તૈયારી કરવામાં આવી. ==લાકડાના મોટા બોક્સમાં પેક થઈને લંડન પહોંચ્યો ટિમ્મીટિમ્મીને ભારતથી બ્રિટન પહોંચાડવા માટે દરિયાઈ માલવહનનો સહારો લેવામાં આવ્યો. લગભગ છ મહિનાની શિપિંગ બાદ 23 ઓક્ટોબર, 2026ના રોજ ઓટો લંડન ગેટવે પોર્ટ પર પહોંચ્યો. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કપલ લાકડાના મોટા બોક્સમાંથી પોતાના લાલ ઓટોને બહાર કાઢતું જોવા મળે છે. લાંબી રાહ જોયા બાદ ટિમ્મીને ફરી સામે જોઈને તેમની ખુશી સ્પષ્ટ દેખાય છે. હવે આ વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.સીઝન-1 પૂર્ણ, હવે બ્રિટનનો વારોકપલે પોતાની પોસ્ટમાં ભારતની સફરને યાદ કરતાં જણાવ્યું કે તેમના માટે આ અનુભવ ખૂબ જ ભાવુક રહ્યો. તેમણે 75 દિવસમાં 4,218 કિલોમીટરની સફર પૂરી કરી અને એવી યાદો બનાવી, જેને તેઓ ક્યારેય ભૂલવા માગતા નથી. તેમના જણાવ્યા મુજબ, ટિમ્મીએ તેમની જિંદગીને એક અલગ જ અનુભવ આપ્યો. હવે તેમણે પોતાની સફરના આગામી ભાગનો સંકેત પણ આપ્યો છે. ભારતમાં ટિમ્મી સાથેની તેમની કહાનીનો પહેલો ભાગ પૂર્ણ થઈ ગયો છે, જ્યારે હવે આગામી સફર બ્રિટનમાં શરૂ થવાની છે.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d

Read Full Story arrow_forward
Make in India: યુરોપને સૌથી વધુ શસ્ત્ર આપનાર ત્રીજો દેશ બન્યો ભારત, રક્ષા ક્ષેત્રે મોટી છલાંગ
calendar_today October 25, 2026

Make in India: યુરોપને સૌથી વધુ શસ્ત્ર આપનાર ત્રીજો દેશ બન્યો ભારત, રક્ષા ક્ષેત્રે મોટી છલાંગ

ભારતે વૈશ્વિક સંરક્ષણ ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. અમેરિકા અને ઇઝરાયલ પછી ભારત યુરોપનો ત્રીજો સૌથી મોટો શસ્ત્ર નિકાસકાર દેશ બની ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત નાણાકીય વર્ષમાં ભારતે યુરોપિયન દેશોમાં કુલ ₹38,424 કરોડના સંરક્ષણ સાધનોની નિકાસ કરી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ યુરોપમાં શસ્ત્રો અને દારૂગોળાની અચાનક વધેલી માંગ વચ્ચે ભારતની આ સફળતા દેશના રક્ષા ઉદ્યોગ માટે મોટી વળાંક સાબિત થઈ રહી છે.યુક્રેન યુદ્ધ અને યુરોપની વધતી જરૂરિયાતોયુદ્ધની સ્થિતિ સર્જાતા જ યુરોપિયન દેશોએ તેમની લશ્કરી તાકાત વધારવાની દોડ શરૂ કરી દીધી હતી. ઘણા દેશોનો જૂનો સ્ટોક ખૂટી પડ્યો હતો અને સ્થાનિક ઉત્પાદનમાં વિલંબ થઈ રહ્યો હતો. આ પરિસ્થિતિમાં ભારતે સમયસર શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડવાની પોતાની ક્ષમતા સાબિત કરી. શેલ, મોર્ટાર અને વિસ્ફોટકોના શિપમેન્ટમાં 1,600 ટકાથી વધુનો જબરદસ્ત વધારો નોંધાયો છે. ભારત હવે માત્ર નાના શસ્ત્રો જ નહીં, પરંતુ તોપખાના અને મિસાઈલ પ્રણાલીઓ પણ નિકાસ કરી રહ્યું છે. હાલમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદનો વિશ્વના 80 થી વધુ દેશોમાં પહોંચી રહ્યા છે.'મેક ઇન ઇન્ડિયા' અભિયાનની મોટી ભૂમિકાઆ પરિવર્તન પાછળ 'મેક ઇન ઇન્ડિયા' પહેલનો સૌથી મોટો ફાળો છે. અગાઉ શસ્ત્રો માટે વિદેશો પર નિર્ભર રહેનાર ભારત આજે જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓના સંયુક્ત પ્રયાસોથી અત્યાધુનિક હથિયારોનું સ્વદેશી ઉત્પાદન કરી રહ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ નવા સંયુક્ત સાહસો અને ટેકનોલોજી શેરીંગ પર ભાર મૂક્યો છે, જેનાથી ઉત્પાદન ક્ષમતામાં વધુ વેગ મળ્યો છે. યુરોપ ઉપરાંત આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં પણ ભારતીય ડિફેન્સ પ્રોડક્ટ્સની માંગ સતત વધી રહી છે.ભવિષ્યના પડકારો અને તકોઆ સિદ્ધિ છતાં ગુણવત્તાના વૈશ્વિક ધોરણો જાળવવા, સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવી અને અમેરિકા, ફ્રાન્સ તથા રશિયા જેવા દેશોની હરિફાઈનો સામનો કરવો જેવા પડકારો સામે છે. જો કે, નિષ્ણાતોનું માનવું છે કે ભૂરાજકીય તણાવ અને ભારતની ઝડપી ઉત્પાદન ક્ષમતાને કારણે આગામી દિવસોમાં દેશ રક્ષા નિકાસમાં વધુ નવી ઊંચાઈઓ સર કરશે. આ સિદ્ધિ માત્ર આર્થિક રીતે જ નહીં, પરંતુ વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ ભારતને વૈશ્વિક મંચ પર મજબૂત સ્થાન અપાવે છે.આ પણ વાંચોઃ Korean Head Spa : વાળની સુંદરતાની સાથે મૂડ પણ થશે ફ્રેશ, જાણો શું છે ટ્રેન્ડિંગ 'કોરિયન હેડ સ્પા' અને તેના અદ્ભુત ફાયદા

Read Full Story arrow_forward
India: 'કોઈ પણ લક્ષ્ય પહોંચની બહાર નથી', 'ઓપરેશન સિંદૂર' પર IAF ચીફ એ.પી. સિંહનું મોટું નિવેદન
calendar_today October 25, 2026

India: 'કોઈ પણ લક્ષ્ય પહોંચની બહાર નથી', 'ઓપરેશન સિંદૂર' પર IAF ચીફ એ.પી. સિંહનું મોટું નિવેદન

ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું છે કે પશ્ચિમી સરહદ પર 1200 કિલોમીટરની પહોળાઈ અને 200 કિલોમીટરની ઊંડાઈ સુધીના વિસ્તારમાં કરવામાં આવેલા સચોટ હુમલાઓએ સાબિત કર્યું છે કે કોઈ પણ લક્ષ્ય ભારતીય વાયુસેના (IAF) ની પહોંચની બહાર નથી. તેમણે 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કરતા આ વાત કહી હતી. આ નિવેદનને પાકિસ્તાન માટે એક કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ ઓપરેશન વાયુસેનાની 'ક્ષમતા-કેન્દ્રિત' (capability-centric) રણનીતિની અસરકારકતાનો પુરાવો છે.એર ચીફ માર્શલે ભારપૂર્વક જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર'એ ફરી એકવાર સાબિત કર્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષામાં વાયુ શક્તિ (air power) કેટલી નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વળતી કાર્યવાહી માટેના મુખ્ય સાધન હોવા ઉપરાંત વાયુ શક્તિ એક વ્યૂહાત્મક અવરોધક (strategic deterrent) તરીકે પણ કામ કરે છે.પશ્ચિમી સરહદ પર સચોટ હુમલાઓ દ્વારા ભારતીય વાયુસેનાની તાકાતનું પ્રદર્શનચાર દિવસીય 'ઓપરેશન સિંદૂર'નું નેતૃત્વ કરનારા વાયુસેના પ્રમુખે કહ્યું, "પશ્ચિમી સરહદ પર 1200 કિલોમીટરની પહોળાઈ અને 200 કિલોમીટરની ઊંડાઈ સુધીના વિસ્તારમાં કરવામાં આવેલા સચોટ હુમલાઓએ સાબિત કર્યું છે કે કોઈ પણ લક્ષ્ય વાયુસેનાની પહોંચની બહાર નથી. 'ઓપરેશન સિંદૂર' એ વાયુસેના દ્વારા સતત અનુસરવામાં આવતી 'ક્ષમતા-કેન્દ્રિત' રણનીતિની સફળતાનું પ્રમાણ છે."તેમણે આ ઓપરેશન દરમિયાન સ્વદેશી શસ્ત્રોના પ્રદર્શનની પણ પ્રશંસા કરી. એર ચીફ માર્શલ એ.પી. સિંહે જણાવ્યું કે 'ઓપરેશન સિંદૂર'એ રાષ્ટ્રના મુખ્ય વળતી કાર્યવાહી કરનાર બળ અને વ્યૂહાત્મક અવરોધક તરીકે વાયુ શક્તિની નિર્ણાયક ભૂમિકાને ફરીથી સ્પષ્ટ કરી છે. તેમણે નોંધ્યું કે અનેક સ્વદેશી શસ્ત્રોએ અસાધારણ પ્રદર્શન કર્યું અને દુશ્મનને ભારે નુકસાન પહોંચાડ્યું.વિવિધ વિકલ્પો સચોટ અને નિયંત્રિત વળતી કાર્યવાહીને સરળ બનાવે છેવાયુસેના પ્રમુખે સમજાવ્યું કે 'ક્ષમતા-કેન્દ્રિત' સૈન્ય દળ આવા ઓપરેશનો માટે વધુ સક્ષમ હોય છે, કારણ કે તેમાં કોઈ એક સાધન કે પદ્ધતિ પર નિર્ભર રહેવાને બદલે વિવિધ પ્રકારના વિકલ્પો ઉપલબ્ધ હોય છે. તેમણે કહ્યું, "આવી પરિસ્થિતિઓમાં 'ક્ષમતા-કેન્દ્રિત' દળ સ્વાભાવિક રીતે શ્રેષ્ઠ હોય છે, કારણ કે તે કોઈ એક સાધન પર આધાર રાખવાને બદલે વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે. આ લવચીકતાને કારણે અમે જરૂરિયાત મુજબ અમારી કાર્યવાહી નક્કી કરી શક્યા અને પરિસ્થિતિ પર નિયંત્રણ જાળવી રાખ્યું, જેથી તણાવમાં વધારો ન થાય." પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં 'ઓપરેશન સિંદૂર' શરૂ કરવામાં આવ્યું હતું.પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વળતા જવાબ રૂપે ગયા વર્ષના મે મહિનામાં 'ઓપરેશન સિંદૂર' હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત વિસ્તારોમાં આવેલા આતંકવાદી માળખા પર સચોટ હુમલા કરવામાં આવ્યા હતા. 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ પછી, આ ઓપરેશનને ભારતની સૌથી મહત્વપૂર્ણ સીમાપાર સૈન્ય કાર્યવાહી માનવામાં આવી હતી.આ ઓપરેશન બાદ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આપેલા ભાષણ અને 'ઓપરેશન સિંદૂર' અંગે તેમણે કરેલા દાવાઓ પર ઘણી ચર્ચા થઈ હતી. પાકિસ્તાનના દાવાઓની સત્યતા તપાસવી (ફેક્ટ-ચેકિંગ) અને ઓપરેશન પછી બનેલી ઘટનાઓએ પણ ઘણું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ કરીને, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાહબાઝ શરીફના ભાષણની એક ક્લિપ શેર કરી હતી, જેમાં શરીફે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા કથિત હસ્તક્ષેપ બદલ તેમનો આભાર માન્યો હતો.જ્યારે પણ રાષ્ટ્રને જરૂર પડશે, ત્યારે વાયુસેના જવાબ આપશે.એર ચીફ માર્શલ એ.પી. સિંહે જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર'એ ભારતીય વાયુસેના દ્વારા પસંદ કરાયેલા માર્ગને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે ખાતરી આપી કે વાયુસેના વધુ દ્રઢ નિશ્ચય સાથે આ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું, "ઓપરેશન સિંદૂરે સાબિત કર્યું છે કે અમે જે માર્ગ પસંદ કર્યો છે તે સાચો છે. અમે નવી નિશ્ચયશક્તિ સાથે આ જ માર્ગ પર આગળ વધતા રહીશું, જેથી ભવિષ્યમાં જ્યારે પણ રાષ્ટ્રને અમારી જરૂર પડે, ત્યારે ભારતીય વાયુસેના વધુ ઝડપ, સચોટતા અને નિર્ણાયક ક્ષમતા સાથે રાષ્ટ્રની શરતો મુજબ જવાબ આપી શકે."આ પણ વાંચો: LIVEPM Modi Mann ki Baat Live: PM મોદીની આજે 139મી વખત મનકી બાત, 'કેટલીક પ્રેરણાદાયી કહાની સામે આવી'

Read Full Story arrow_forward