android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: જામકંડોરણાના થોરડીમાં જુગારના અડ્ડા પર રેડ, 7 શકુનીઓ પકડાયા
calendar_today August 31, 2026

Rajkot News: જામકંડોરણાના થોરડીમાં જુગારના અડ્ડા પર રેડ, 7 શકુનીઓ પકડાયા

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં જુગારધામો સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ રેન્જ ટીમે ચોક્કસ બાતમીના આધારે મોડી રાત્રે જામકંડોરણાના થોરડી ગામની સીમમાં દરોડો પાડીને ધમધમતો જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે 7 શકુનીઓને મુદ્દામાલ સાથે રંગેહાથ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બાતમીના આધારે વાડીમાં મોડી રાત્રે પાડેલા દરોડામળતી વિગતો અનુસાર, જામકંડોરણા તાલુકાના થોરડી ગામથી રામપર રોડ પર આવેલી સીમમાં જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી રાજકોટ રેન્જ ટીમને મળી હતી. આ બાતમીને આધારે પોલીસે મોડી રાત્રે થોરડી ગામે રહેતા વિક્રમસિંહ લિલુભા જાડેજાની સીમ વાડીમાં દરોડો પાડ્યો હતો, જ્યાં મોટી રકમનો જુગાર રમાઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું.રૂ. 2,73,300 નો મુદ્દામાલ જપ્તપોલીસે ઘટના સ્થળેથી જુગાર રમતા 7 ઈસમોને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબની ગણનાપાત્ર રકમ અને સાધન-સામગ્રી જપ્ત કરી છે.રોકડ રકમ: રૂ. 1,28,300 ની રોકડ રકમકુલ જપ્ત મુદ્દામાલ: રોકડ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ રૂ. 2,73,300 નો મુદ્દામાલરેન્જ ટીમે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા તમામ 7 આરોપીઓ સામે પ્રોહિબિશન અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો - Rajkot : PSI ગળચર પર જમીન દલાલીના વધુ ગંભીર આક્ષેપ, 8 કરોડની 2 એકર જમીન પચાવી પાડ્યાનો પીડિત પરિવારનો દાવો

Read Full Story arrow_forward
Panchmahal: શહેરામાં MGVCL ના દરોડા, 134 વીજ કનેક્શનમાંથી 37.33 લાખની વીજ ચોરી ઝડપાઈ
calendar_today August 31, 2026

Panchmahal: શહેરામાં MGVCL ના દરોડા, 134 વીજ કનેક્શનમાંથી 37.33 લાખની વીજ ચોરી ઝડપાઈ

પંચમહાલ જિલ્લાના શહેરા નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે વીજ ચોરી થતી હોવાની ફરિયાદો મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) ના ઉચ્ચ અધિકારીઓને મળી રહી હતી. આ ફરિયાદોના આધારે વીજ કંપનીએ આક્રમક વલણ અપનાવીને દરોડાનું આયોજન કર્યું હતું.પંચમહાલના શહેરામાં MGVCL ની કડક કાર્યવાહીસોમવારે વહેલી સવારે ગોધરા, લુણાવાડા અને હાલોલ વિભાગની 39 જેટલી સંયુક્ત વીજ ચેકિંગ ટીમોએ સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે શહેરા શહેર તેમજ તાલુકાના ૨૫ થી વધુ ગામોમાં એકસાથે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. વીજ કંપનીની ટીમોએ શહેરા સિટી ઉપરાંત સાદરા, તરસંગ, ભુરખલ, નાડા, વાઘજીપુર, વાડી સહિતના અનેક અંતરિયાળ ગામોમાં ઘરેલુ, વ્યાપારી અને ખેતી વિષયક વીજ જોડાણોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ દરમિયાન ડાયરેક્ટ લંગરિયા નાખીને તેમજ મીટરમાં ગેરરીતિ કરીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.134 કનેક્શનમાંથી પકડાઈ ગેરરીતિતપાસ દરમિયાન કુલ 134 વીજ કનેક્શનમાં ગંભીર ગેરરીતિ અને વીજ ચોરી પકડાતાં સંબંધિત ગ્રાહકોને કુલ રૂ. 37.33 લાખનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે.દંડ ભરપાઈ ન કરનારાઓ સામે વીજ કનેક્શન કાપવા અને કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. MGVCL ની આ લાલ આંખથી સમગ્ર પંચમહાલ જિલ્લાના વીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો: Ahmedabad: તુલશી ઈન્ડસ્ટ્રીઝમાંથી તસ્કરો 20 લાખ રોકડ ભરેલી આખેઆખી તિજોરી અને લોકર ઉપાડી ગયા

Read Full Story arrow_forward
Surat News: કિશોર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ, હોટફિક્સ મશીનોના કચરાના નિકાલ અંગે કમિશનરને રજૂઆત
calendar_today August 31, 2026

Surat News: કિશોર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ, હોટફિક્સ મશીનોના કચરાના નિકાલ અંગે કમિશનરને રજૂઆત

સુરત શહેરના વરાછા વિસ્તારના ચર્ચિત ધારાસભ્ય કિશોર કાનાણી એટલે કે કુમાર કાનાણી ફરી એકવાર પોતાના આકરા વલણ અને પત્રવ્યવહારને કારણે ચર્ચામાં આવ્યા છે. વરાછામાં ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના વેપારીઓના પ્રશ્નોને લઈને ધારાસભ્યએ સુરત મ્યુનિસિપલ કમિશનરને વધુ એક પત્ર લખીને રજૂઆત કરી છે.હોટફિક્સ મશીનોના કચરાના નિકાલ માટે નીતિ બનાવવાની માગધારાસભ્ય કિશોર કાનાણીએ કમિશનરને લખેલા પત્રમાં જણાવાયું છે કે, સુરતમાં વિવિધ સોસાયટીઓની અંદર ચાલતા ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી એકમોમાં ઉપયોગમાં લેવાતા હોટફિક્સ મશીનોમાંથી મોટા પ્રમાણમાં વેસ્ટ નીકળે છે. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનો કચરો સ્વીકારવામાં આવતો નથી, જેના કારણે એકમ માલિકો મુશ્કેલીમાં મુકાયા છે.જાહેરમાં કચરો ફેંકવા અને સળગાવવાથી વધતું પ્રદૂષણસુરત મનપાએ કચરો ન લેતા કેટલાક એકમ ધારકો આ પ્લાસ્ટિક અને કેમિકલયુક્ત હોટફિક્સ વેસ્ટને ખુલ્લામાં જાહેરમાં ફેંકી દે છે અથવા તો સળગાવી દે છે. આ પ્રવૃત્તિના કારણે વિસ્તારમાં ગંભીર પ્રકારનું વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, જે સ્થાનિક રહીશોના આરોગ્ય માટે પણ જોખમી સાબિત થઈ રહ્યું છે.‘એકમો સીલ કરી રોજગાર છીનવવો એ યોગ્ય ઉકેલ નથી’પ્રદૂષણની ફરિયાદો મળતાં સુરત મનપા તંત્ર દ્વારા આવા એકમોને નોટિસો આપી સીલ મારવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કિશોર કાનાણીએ આ પગલાં સામે વિરોધ દર્શાવતા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, એકમોને સીલ મારીને લોકોની રોજીરોટી અને રોજગાર બંધ કરી દેવા તે યોગ્ય કે કાયમી ઉકેલ નથી.ડોર-ટુ-ડોર અથવા ખાસ વાહનની વ્યવસ્થા કરવા સૂચનધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સકારાત્મક ઉકેલ લાવવા માટે માગ કરી છે કે, તંત્ર દ્વારા આ વેસ્ટના સુરક્ષિત નિકાલ માટે યોગ્ય નીતિ વિષયક નિર્ણય લેવામાં આવે. સુરત મનપા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન સિસ્ટમમાં અથવા તો ખાસ વેસ્ટ કલેક્શન વાહનની વ્યવસ્થા કરીને આ કચરો એકત્રિત કરે, જેથી પ્રદૂષણ પણ અટકે અને નાના ઉદ્યોગકારોનો રોજગાર પણ સચવાઈ રહે.આ પણ વાંચો - Surat: પફ ખાતા ઉંદરનો વીડિયો વાઇરલ થતાં સુરત રેલવે સ્ટેશનનો સ્ટોલ કાયમ માટે બંધ

Read Full Story arrow_forward