Bhavnagar News: ગારિયાધારના ગણેશગઢમાં ઝટકા મશીનનો કરંટ લાગતા પરપ્રાંતીય મહિલાનું મોત
રેઢિયાર પશુઓથી પાકને બચાવવા માટે ખેતરોમાં મુકવામાં આવતા ઝટકા મશીનો હવે માનવજીવ માટે કાળ સાબિત થઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામમાં ઝટકા સિસ્ટમના કારણે વધુ એક નિર્દોષ પરપ્રાંતીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વાડીમાં કામ કરતી વખતે ઝટકા મશીનનો જોરદાર કરંટ લાગતાં 35 વર્ષીય મહિલાનું હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કરુણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.ઠાકરશીભાઈ મોરડીયાની વાડીમાં બની ઘટનામળતી વિગતો મુજબ, ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામના વાડી વિસ્તારમાં આવેલી ઠાકરશીભાઈ મોરડીયાની વાડીમાં નાનીનકીબેન સમીરભાઈ સાપણિયા નામના પરપ્રાંતીય મહિલા પોતાના પરિવાર સાથે ભાગીયા તરીકે કામ કરતા હતા. રોજિંદા ક્રમ મુજબ તેઓ વાડીમાં ખેતમજૂરીનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક વાડીની ફરતે લગાવેલા ઝટકા મશીનના વાયરના સંપર્કમાં આવી ગયા હતા.સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યોવાયરને અડી જતાં જ નાનીનકીબેનને ઝટકા મશીનનો અત્યંત તીવ્ર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ એટલો આકરો હતો કે, મહિલા ગંભીર હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસથી પરિજનો અને લોકો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ કમનસીબે યોગ્ય સારવાર મળે તે પહેલા જ તેમણે રસ્તામાં દમ તોડી દીધો હતો.ગેરકાયદે કે અયોગ્ય વપરાશ સામે ઉઠ્યા સવાલોઆ અકસ્માતની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને ગ્રામજનો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ દોડી આવ્યા હતા. વ્હાલસોયી મહિલાના આકસ્મિક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારમાં ઘેરા શોકની કાળી ડિબંગ છાયા ફરી વળી છે. ખેતરોમાં વાજબી ક્ષમતા કરતા વધુ પાવર આપીને કે બેદરકારીપૂર્વક ઝટકા મશીનનો વપરાશ કરવાની ખોટી સિસ્ટમના કારણે વારંવાર લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે ગણેશગઢની ઘટના બાદ આવા જોખમી મશીનોના ઉપયોગ સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.આ પણ વાંચો - Bhavnagar : લઠ્ઠાકાંડના 14 આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયા, SMCની તપાસ યથાવત
Read Full Story arrow_forward