android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News: ગારિયાધારના ગણેશગઢમાં ઝટકા મશીનનો કરંટ લાગતા પરપ્રાંતીય મહિલાનું મોત
calendar_today August 31, 2026

Bhavnagar News: ગારિયાધારના ગણેશગઢમાં ઝટકા મશીનનો કરંટ લાગતા પરપ્રાંતીય મહિલાનું મોત

રેઢિયાર પશુઓથી પાકને બચાવવા માટે ખેતરોમાં મુકવામાં આવતા ઝટકા મશીનો હવે માનવજીવ માટે કાળ સાબિત થઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામમાં ઝટકા સિસ્ટમના કારણે વધુ એક નિર્દોષ પરપ્રાંતીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વાડીમાં કામ કરતી વખતે ઝટકા મશીનનો જોરદાર કરંટ લાગતાં 35 વર્ષીય મહિલાનું હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કરુણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.ઠાકરશીભાઈ મોરડીયાની વાડીમાં બની ઘટનામળતી વિગતો મુજબ, ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામના વાડી વિસ્તારમાં આવેલી ઠાકરશીભાઈ મોરડીયાની વાડીમાં નાનીનકીબેન સમીરભાઈ સાપણિયા નામના પરપ્રાંતીય મહિલા પોતાના પરિવાર સાથે ભાગીયા તરીકે કામ કરતા હતા. રોજિંદા ક્રમ મુજબ તેઓ વાડીમાં ખેતમજૂરીનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક વાડીની ફરતે લગાવેલા ઝટકા મશીનના વાયરના સંપર્કમાં આવી ગયા હતા.સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યોવાયરને અડી જતાં જ નાનીનકીબેનને ઝટકા મશીનનો અત્યંત તીવ્ર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ એટલો આકરો હતો કે, મહિલા ગંભીર હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસથી પરિજનો અને લોકો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ કમનસીબે યોગ્ય સારવાર મળે તે પહેલા જ તેમણે રસ્તામાં દમ તોડી દીધો હતો.ગેરકાયદે કે અયોગ્ય વપરાશ સામે ઉઠ્યા સવાલોઆ અકસ્માતની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને ગ્રામજનો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ દોડી આવ્યા હતા. વ્હાલસોયી મહિલાના આકસ્મિક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારમાં ઘેરા શોકની કાળી ડિબંગ છાયા ફરી વળી છે. ખેતરોમાં વાજબી ક્ષમતા કરતા વધુ પાવર આપીને કે બેદરકારીપૂર્વક ઝટકા મશીનનો વપરાશ કરવાની ખોટી સિસ્ટમના કારણે વારંવાર લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે ગણેશગઢની ઘટના બાદ આવા જોખમી મશીનોના ઉપયોગ સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.આ પણ વાંચો - Bhavnagar : લઠ્ઠાકાંડના 14 આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયા, SMCની તપાસ યથાવત

Read Full Story arrow_forward
Rajkot News: જન્માષ્ટમી પર્વ પર ભવ્ય શોભાયાત્રા, VHP દ્વારા 21 કિમી લાંબી યાત્રા અને ધર્મસભાનું આયોજન
calendar_today August 31, 2026

Rajkot News: જન્માષ્ટમી પર્વ પર ભવ્ય શોભાયાત્રા, VHP દ્વારા 21 કિમી લાંબી યાત્રા અને ધર્મસભાનું આયોજન

રંગબેરંગી સંસ્કૃતિ અને તહેવારોની ઉજવણી માટે જાણીતા રાજકોટ શહેરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષે 41મી જન્માષ્ટમી શોભાયાત્રાનું અત્યંત ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણ જન્મોત્સવના પાવન અવસરે સમગ્ર રાજકોટ ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાશે.21 કિલોમીટર લાંબી શોભાયાત્રા અને પૂર્વે ભવ્ય ધર્મસભાVHP દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ વર્ષે રાજકોટના માર્ગો પર 21 કિલોમીટર લાંબી વિશાળ શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રાના પ્રારંભ પૂર્વે શહેરના નિર્ધારિત સ્થળે એક ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંતો-મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહીને શ્રદ્ધાળુઓને આશીર્વચન પાઠવશે.સનાતન ધર્મની ઝાંખીઓ અને વ્યસનમુક્તિનો સંદેશ આપતા ફ્લોટ્સઆ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ સનાતન ધર્મની વિવિધ વારસાગત ઝાંખીઓ રહેશે. રથયાત્રા અને શોભાયાત્રામાં ભગવાન શ્રીકૃષ્ણના બાલસ્વરૂપથી લઈને રાસલીલા અને ગીતા ઉપદેશને દર્શાવતા સુશોભિત ફ્લોટ્સ જોડાશે. આ ઉપરાંત, સામાજિક જાગૃતિના ભાગરૂપે સમાજને વ્યસનમુક્તિનો સંદેશ આપતા વિશેષ આકર્ષક ફ્લોટ્સ પણ શોભાયાત્રામાં સામેલ કરવામાં આવશે.ઠેર-ઠેર મટકી ફોડ અને કલાત્મક સુશોભનજન્માષ્ટમી નિમિત્તે રાજકોટ શહેરના અલગ-અલગ મુખ્ય ચોક અને માર્ગો પર વિશેષ કલાત્મક લાઇટિંગ અને સુશોભન કરવામાં આવ્યું છે. નંદઘેર આનંદ ભયોના નાદ સાથે શહેરના વિભિન્ન વિસ્તારોમાં યુવક મંડળો દ્વારા ઠેર-ઠેર મટકી ફોડના રોમાંચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર રાજકોટમાં કૃષ્ણમય વાતાવરણ સર્જાશે.આ પણ વાંચો - Rajkot News: જામકંડોરણાના થોરડીમાં જુગારના અડ્ડા પર રેડ, 7 શકુનીઓ પકડાયા

Read Full Story arrow_forward
Gandhinagar News: શેપિંગ ગ્લોબલ ફ્યુચર થીમ પર યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2027
calendar_today August 31, 2026

Gandhinagar News: શેપિંગ ગ્લોબલ ફ્યુચર થીમ પર યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2027

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027નું આયોજન શેપિંગ ગ્લોબલ ફ્યુચરની ભવ્ય થીમ હેઠળ કરવામાં આવશે.જે ગુજરાતને વૈશ્વિક સ્તરે ફ્યુચર ગ્લોબલ ટ્રેન્ડ સેટર તરીકે રજૂ કરે છે.આ થીમ સ્થાનિક ઉદ્યોગો અને ક્ષમતાઓને વૈશ્વિક નેતૃત્વ તરફ દોરી જવાની સ્પષ્ટ દિશા નક્કી કરે છે.સસ્ટેનેબલ અને ગ્રીન ગ્રોથના માર્ગને પ્રાધાન્ય આપતી આ વિચારધારા પર્યાવરણ અનુકૂળ વિકાસ માટે નવો રાહ ચીંધે છે.આ સમિટ વિશ્વભરના ગ્લોબલ ઇન્વેસ્ટર્સને ગુજરાત સાથે હાથ મિલાવીને ભવિષ્યના સમૃદ્ધ વિકાસમાં ફ્યુચર ગ્રોથ પાર્ટનર બનવા માટે એક મજબૂત અને પ્રેરણાદાયી આમંત્રણ આપે છે.વ્યવસ્થામાં ગતિ હોય ત્યાં નિવેષકો આપોઆપ આકર્ષિત થાયમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે,વડાપ્રધાન મોદીની આગવી સોચથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે વિશ્વને સંદેશ આપ્યો છે કે નીતિમાં સ્થિરતાં, નિર્ણયમાં પારદર્શિતા અને વ્યવસ્થામાં ગતિ હોય ત્યાં નિવેષકો આપોઆપ આકર્ષિત થાય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 નવી દિલ્હીમાં યોજાયેલા કર્ટેન રેઈઝર એવેન્ટમાં આ મત વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીએ ઇન્વેસ્ટર્સ અને બિઝનેસ લીડર્સને ગુજરાતમાં રોકાણોથી વિકાસયાત્રામાં સહભાગી બનવા નિમંત્રણ પાઠવતાં રાજ્યમાં હરેક નિવેશને વિકાસનું માધ્યમ, ઉદ્યોગને રોજગારનો આધાર, ઇનોવેશનને ભારતની શક્તિ બનાવીને વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત 2047ના નિર્માણમાં ભાગીદાર બનવા આ ઇવેન્ટમાં આહવાન કર્યું હતું.વિશ્વાસનું પ્રતીક અને નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બનીવડાપ્રધાન મોદીએ 2003માં એક નવતર વિચાર સાથે વિશ્વના રોકાણકારોને ગુજરાત સાથે જોડવા વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવી હતી. આ સમિટ આજે દુનિયાના ઉદ્યોગ-રોકાણકારોના ગુજરાત પરના વિશ્વાસનું પ્રતીક અને નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બની ગઈ છે. નવી દિલ્હીના ભારત મંડપમાં સૌપ્રથમવાર યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની આ પ્રમોશનલ ઇવેન્ટમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો, નિવેષકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતની 25 વર્ષની અવિરત વિકાસયાત્રાની સફળતા અને નવા ગુજરાતની નવી આકાંક્ષાઓનો ઉદઘોષના અવસર છે. આ પણ વાંચોઃ Patan News: લઠ્ઠાકાંડના આક્ષેપ વચ્ચે SPએ આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

Read Full Story arrow_forward