android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indian Navyમાં INS નિપુણ સામેલ, ઊંડા દરિયામાં ડાઈવિંગ ક્ષમતા વધુ મજબૂત બનશે
calendar_today August 31, 2026

Indian Navyમાં INS નિપુણ સામેલ, ઊંડા દરિયામાં ડાઈવિંગ ક્ષમતા વધુ મજબૂત બનશે

ભારતીય નૌસેનાએ પોતાની અંડરવોટર ઓપરેશનલ ક્ષમતામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કર્યો છે. INS નિપુણ, નિસ્તાર ક્લાસનું બીજું ડાઈવિંગ સપોર્ટ વેસલ (DSV), 31 ઓગસ્ટ 2026ના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌસેનામાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું. નૌસેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાINS નિપુણના કમિશનિંગ સમારોહની અધ્યક્ષતા ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ એડમિરલ કૃષ્ણ સ્વામિનાથને કરી હતી. આ પ્રસંગે વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ સંજય વત્સાયન સહિત નૌસેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં વિશાખાપટ્ટનમ સ્થિત હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડના પ્રતિનિધિઓ, નૌસેનાના ભૂતપૂર્વ અધિકારીઓ, વિશિષ્ટ મહેમાનો તેમજ INS નિપુણના કમિશનિંગ ક્રૂના પરિવારજનો પણ હાજર રહ્યા હતા.અંડરવોટર સપોર્ટ કામગીરી માટેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશેINS નિપુણને ભારતીય નૌસેનામાં સામેલ કરવાથી ઊંડા દરિયામાં ડાઈવિંગ અને અંડરવોટર સપોર્ટ કામગીરી માટેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. ડાઈવિંગ સપોર્ટ વેસલ તરીકે આ જહાજને દરિયાની ઊંડાઈમાં વિવિધ પ્રકારની કામગીરીને સહાય આપવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. નૌસેનાની અંડરવોટર ક્ષમતાઓને મજબૂત બનાવવાની દિશામાં INS નિપુણનું કમિશનિંગ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.ખાસ કરીને ઊંડા દરિયામાં ડાઈવિંગ, અંડરવોટર સપોર્ટ અને સંબંધિત ઓપરેશન દરમિયાન આવા વિશિષ્ટ જહાજોની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે. નિસ્તાર ક્લાસના બીજા DSV તરીકે INS નિપુણનું નૌસેનામાં આગમન ભારતની દરિયાઈ સુરક્ષા અને સ્વદેશી નૌકાદળ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં પણ મહત્વપૂર્ણ પગલું છે.આ પણ વાંચો : India: સંકટ સમયે નેપાળેને ભારતનો સપોર્ટ, રાહત-બચાવમાં ઉતરી ભારતીય ટીમ

Read Full Story arrow_forward
Indus Water Treaty: 'કોર્ટની રચના જ ખોટી રીતે કરવામાં આવી છે...', ભારતે સિંધુ જળ સંધિ અંગે આંતરરાષ્ટ્રીય કોર્ટને બતાવ્યો અરીસો
calendar_today August 31, 2026

Indus Water Treaty: 'કોર્ટની રચના જ ખોટી રીતે કરવામાં આવી છે...', ભારતે સિંધુ જળ સંધિ અંગે આંતરરાષ્ટ્રીય કોર્ટને બતાવ્યો અરીસો

Indus Water Treaty: સિંધુ જળ સંધિ અંગેનું સસ્પેન્શન અનિશ્ચિત સમય માટે અમલમાં રહેશે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે કોઈને પણ હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. પાકિસ્તાન દ્વારા આ મુદ્દાને મધ્યસ્થી કોર્ટમાં લઈ જવાના પગલા અંગે ભારતે જણાવ્યું હતું કે કોર્ટનો ભારતના સાર્વભૌમ નિર્ણયો પર કોઈ અધિકારક્ષેત્ર નથી.એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, "આજે ગેરકાયદેસર રીતે રચાયેલી કહેવાતી મધ્યસ્થી કોર્ટ (CoA) એ સિંધુ જળ સંધિની વચગાળાના પગલાં અને સ્થિતિ અંગે એક ચુકાદો જારી કર્યો છે." ભારતે જણાવ્યું હતું કે, "આ કહેવાતી કોર્ટની રચના વિશ્વ બેંક દ્વારા સંધિની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન કરીને કરવામાં આવી હતી અને ભારત તેના કહેવાતા ચુકાદાને સ્પષ્ટપણે નકારી કાઢે છે, જેમ તેણે આ ગેરકાયદેસર રીતે રચાયેલી સંસ્થા દ્વારા અગાઉના તમામ ચુકાદાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે."વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે, "ભારતે ક્યારેય આ ગેરકાયદેસર રીતે રચાયેલી અને કહેવાતી મધ્યસ્થી અદાલતના અસ્તિત્વને માન્યતા આપી નથી; અમે સતત કહ્યું છે કે આ કથિત મધ્યસ્થી સંસ્થાની રચના જ સિંધુ જળ સંધિનું ગંભીર ઉલ્લંઘન છે. પરિણામે, ભારત ક્યારેય આ સંસ્થા સમક્ષ હાજર થયું નથી અને તેના અગાઉના કોઈપણ ચુકાદાને સ્વીકારવાનો કે તેના પર કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો છે."નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, "આ કહેવાતી મધ્યસ્થી અદાલતને ભારતના સાર્વભૌમ નિર્ણયો પર નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. તેના ચુકાદાઓનો ભારત દ્વારા હાથ ધરવામાં આવતા પ્રોજેક્ટ્સ પર હાલ કે ભવિષ્યમાં કોઈ પ્રભાવ પડશે નહીં. સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય અમલમાં રહેશે."આ પણ વાંચો: ભોજન બનાવવા માટે કયા વાસણનો કરવો ઉપયોગ? ખાસ જાણવા જેવું...

Read Full Story arrow_forward
Amit Shahની હાજરીમાં બિહાર-ઝારખંડ વચ્ચે સોન નદીના પાણી વહેંચણી મામલે MOU સાઈન થયા
calendar_today August 31, 2026

Amit Shahની હાજરીમાં બિહાર-ઝારખંડ વચ્ચે સોન નદીના પાણી વહેંચણી મામલે MOU સાઈન થયા

બિહાર અને ઝારખંડ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સોન નદીના પાણીની વહેંચણીના મુદ્દાને ઉકેલવા માટે મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે. નવી દિલ્હીમાં સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બંને રાજ્યો વચ્ચે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મંત્રી સીઆર પાટીલ પર રહ્યા હાજરઆ MoU પર બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની હાજરીમાં હસ્તાક્ષર થયા હતા. આ પ્રસંગે બંને રાજ્યોના સંબંધિત અધિકારીઓ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ મુદ્દો લાંબા સમયથી પડતર હતોસોન નદીના પાણીની વહેંચણીનો મુદ્દો બંને રાજ્યો વચ્ચે લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. પાણીના ઉપયોગ, ઉપલબ્ધતા અને વહેંચણીને લઈને રહેલા મતભેદોને કારણે આ મુદ્દો લાંબા સમયથી પડતર હતો. હવે બંને રાજ્યો વચ્ચે થયેલી આ સમજૂતીથી પાણીની વહેંચણીને લઈને સહમતિનો માર્ગ મોકળો થયો છે. MoUને બિહાર અને ઝારખંડ વચ્ચેના જળ સહયોગની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. વ્યવસ્થાના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરાશેબંને રાજ્યોના અધિકારીઓ અને સંબંધિત કેન્દ્રીય મંત્રાલયોની હાજરીમાં થયેલી આ સમજૂતીથી સોન નદીના પાણીના વ્યવસ્થિત ઉપયોગ અને વહેંચણી માટે આગળની પ્રક્રિયાને વેગ મળવાની શક્યતા છે. કેન્દ્ર સરકારની મધ્યસ્થીમાં થયેલી આ પહેલથી બંને રાજ્યો વચ્ચેનો લાંબા સમયથી ચાલી રહેલો પાણીનો મુદ્દો ઉકેલવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. હવે MoU મુજબની વ્યવસ્થાના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.આ પણ વાંચો : Indus Water Treaty: 'કોર્ટની રચના જ ખોટી રીતે કરવામાં આવી છે...', ભારતે સિંધુ જળ સંધિ અંગે આંતરરાષ્ટ્રીય કોર્ટને બતાવ્યો અરીસો

Read Full Story arrow_forward