android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
OTT Platform: જાહેરાતો જોવી ન પડે એ માટે પૈસા ભર્યા, હવે Amazon Prime Video ચૂકવશે વળતર!
calendar_today October 24, 2026

OTT Platform: જાહેરાતો જોવી ન પડે એ માટે પૈસા ભર્યા, હવે Amazon Prime Video ચૂકવશે વળતર!

હૈદરાબાદમાં Amazon Prime Video પર સબ્સ્ક્રિપ્શનની મુદત પૂરી થાય તે પહેલાં જ જાહેરાતો બતાવવાના મામલે ગ્રાહક આયોગે કંપનીને ગ્રાહકને આશરે ₹1,499 રિફંડ, ₹5,000 વળતર અને ₹3,000 કાનૂની ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો છે.આજકાલ લોકો ફિલ્મો અને વેબ સિરીઝ જોવા માટે OTT પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ઘણા ગ્રાહકો જાહેરાતો વિના વીડિયો જોવા માટે વાર્ષિક સબ્સ્ક્રિપ્શન પણ ખરીદે છે. પરંતુ જો પૈસા ચૂકવ્યા પછી પણ વીડિયો વચ્ચે જાહેરાતો આવવા લાગે, તો પરેશાની થવી સ્વાભાવિક છે. આવો જ એક મામલો હૈદરાબાદમાં સામે આવ્યો છે, જ્યાં એક ગ્રાહકની ફરિયાદના આધારે ગ્રાહક આયોગે Amazonને કુલ ₹9,499 ચૂકવવાનો આદેશ આપ્યો છે.ગ્રાહક રાજેશનું કહેવું હતું કે તેમણે જે સુવિધા માટે પૈસા ચૂકવ્યા હતા, તેમાં વચ્ચે જ ફેરફાર કરવામાં આવ્યો. તેમણે Amazonના ગ્રાહક સહાય વિભાગનો સંપર્ક કરીને જાહેરાતો દૂર કરવાની અથવા સબ્સ્ક્રિપ્શનની સંપૂર્ણ ફી પરત કરવાની માગ કરી હતી. જોકે, તેમની ફરિયાદ મુજબ, કંપનીએ પૂરી રકમ પરત કરવાને બદલે બાકી રહેલી મુદતના આધારે જ રિફંડ આપવાનો વિકલ્પ આપ્યો હતો.ત્યારબાદ ગ્રાહકે ગ્રાહક આયોગનો દરવાજો ખખડાવ્યો હતો. તેમણે સબ્સ્ક્રિપ્શનની સંપૂર્ણ રકમ પરત કરવા ઉપરાંત માનસિક પરેશાની બદલ વળતર અને કાનૂની ખર્ચની પણ માગ કરી હતી.₹1,499નો વાર્ષિક પ્લાન લીધા પછી પણ દેખાવા લાગી જાહેરાતોમીડિયા અહેવાલો અનુસાર, હૈદરાબાદના રહેવાસી કોંડોબા રાજેશે 11 મે, 2025ના રોજ ₹1,499માં Amazon Primeનું વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લીધું હતું. ગ્રાહકના જણાવ્યા મુજબ, આ પ્લાન હેઠળ તેમને એક વર્ષ સુધી મોબાઇલ, ટીવી અને લેપટોપ પર જાહેરાતો વિના વીડિયો જોવાની સુવિધા મળી હતી.જોકે, તેમનો આરોપ હતો કે વાર્ષિક પ્લાનની મુદત પૂરી થાય તે પહેલાં જ 17 જૂન, 2025થી Prime Video પર જાહેરાતો દેખાવા લાગી હતી. ત્યારબાદ જાહેરાતો વિના વીડિયો જોવા માટે તેમની પાસે વધારાના ₹699 ચૂકવવાની માગ કરવામાં આવી હતી.Amazonને કેટલા પૈસા ચૂકવવા પડશે?ગ્રાહકની ફરિયાદ પર રાહત આપતાં આયોગે Amazonને ત્રણ પ્રકારની ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે:- ₹1,499: વાર્ષિક સબ્સ્ક્રિપ્શનની સંપૂર્ણ રકમ પરત કરવા માટે.- ₹5,000: ગ્રાહકને વળતર તરીકે.- ₹3,000: કાનૂની ખર્ચ માટે.આમ, કંપનીએ ગ્રાહકને કુલ ₹9,499 ચૂકવવાના રહેશે. આદેશનું પાલન કરવા માટે આયોગે કંપનીને 45 દિવસનો સમય આપ્યો છે.ઓનલાઇન સબ્સ્ક્રિપ્શન લેતી વખતે ગ્રાહકોને કઈ સુવિધાઓ આપવાનું વચન આપવામાં આવે છે અને કંપનીઓની જવાબદારી શું છે, તે દૃષ્ટિએ આ મામલો મહત્ત્વનો છે.ગ્રાહક આયોગે શું કહ્યું?હૈદરાબાદના જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગ-1એ 1 ઓક્ટોબર, 2026ના રોજ આ મામલે આદેશ આપ્યો હતો. આયોગે નોંધ્યું હતું કે ગ્રાહકના વાર્ષિક પ્લાનની મુદત પૂરી થાય તે પહેલાં જાહેરાતો બતાવવામાં આવી હતી અને જાહેરાતો વિના વીડિયો જોવા માટે વધારાના પૈસા માગવામાં આવ્યા હતા.આયોગના જણાવ્યા મુજબ, કંપની એ સાબિત કરી શકી નહોતી કે સબ્સ્ક્રિપ્શન ખરીદતી વખતે ગ્રાહકને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે પ્લાનની મુદત દરમિયાન જાહેરાતો શરૂ થઈ શકે છે અને તેને દૂર કરવા માટે અલગથી ચુકવણી કરવી પડશે.આ ઉપરાંત, Amazon તરફથી આયોગ સમક્ષ હાજર થઈને જવાબ પણ રજૂ કરવામાં આવ્યો નહોતો.

Read Full Story arrow_forward
Ahmedabad News: કોંગ્રેસના વિરોધ સામે ભાજપ લોકતંત્ર બચાવો ભીડ તંત્ર હટાવો ના નારા સાથે પદયાત્રા યોજશે
calendar_today October 24, 2026

Ahmedabad News: કોંગ્રેસના વિરોધ સામે ભાજપ લોકતંત્ર બચાવો ભીડ તંત્ર હટાવો ના નારા સાથે પદયાત્રા યોજશે

સમગ્ર દેશમાં કોંગ્રેસ અને સીજેપી દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શનના જવાબમાં ભાજપ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકતંત્ર બચાવો, ભીડ તંત્ર હટાવો જેવા નારા સાથે આ પદયાત્રા યોજાશે. રાજ્યમાં આગામી 27 ઓક્ટોબરથી આ યાત્રા શરૂ થશે. રાજકોટ, વડોદરા અને સુરતથી નીકળેલી યાત્રા અમદાવાદ પહોંચશે. આ યાત્રામાં ધારાસભ્યો, સાંસદો અને ભાજપના હોદ્દેદારો જોડાશે.આ પદયાત્રા દ્વારા ભાજપ જનતા વચ્ચે જઈને પોતાનો પક્ષ રજૂ કરશે અને કોંગ્રેસના વિરોધનો જવાબ આપશે. દેશમાં કોંગ્રેસ દ્વારા થઈ રહેલા વિરોધ સામે પદયાત્રાદેશમાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દિલ્હી સહિતના રાજ્યોમાં કોંગ્રેસ દ્વારા વોટચોરીને લઈને આંદોલનો થઈ રહ્યાં છે. બીજી તરફ સીજેપી દ્વારા પણ આંદોલનો થઈ રહ્યાં છે. ત્યારે આ આંદોલનોમાં એકઠી થતી ભીડને લઈને ભાજપે તૈયારી શરૂ કરી છે. ભાજપ દ્વારા આગામી 27 ઓક્ટોબરથી લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો જેવા નારા સાથે એક પદયાત્રાનું આયોજન કરાયું છે. ગુજરાતમાં રાજકોટ, વડોદરા અને સુરતમાંથી આ યાત્રા નીકળશે અને નિર્ધારિત રૂટ પર આગળ વધીને અંતે અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદ પહોંચનારી આ પદયાત્રા થકી ભાજપ સમગ્ર રાજ્યમાં એકતાનો સંદેશ આપવા માંગે છે.ઝોન પ્રમાણે આ યાત્રાનું આયોજન કરવામાં આવશેભાજપે જાહેર કરેલી આ યાત્રામાં પક્ષના તમામ સાંસદો, ધારાસભ્યો, તેમજ સંગઠનના હોદ્દેદારો જોડાશે. દેશમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ અને ખાસ કરીને મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારનું રાજીનામું આપવા માટે આંદોલન અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. દિલ્હીમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળ આંદોલન થઈ રહ્યાં છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યાં છે. હવે આ આંદોલન સામે ભાજપે લોકતંત્ર બચાવો, ભીડ તંત્ર હટાવો નામથી એક પદયાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે. સમગ્ર રાજ્યમાં ઝોન પ્રમાણે આ યાત્રાનું આયોજન કરવામાં આવશે.  રાહુલ ગાંધી પર આકરા પ્રહારોગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ડૉ.અનિલ પટેલે દેશમાં ભીડતંત્ર દ્વારા અરાજક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમને લીડર ઑફ ઓપોઝિશનને બદલે લાયર ઑફ ઓપોઝિશન ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સતત રાજકીય હાર અને સત્તા વિના તડપી રહેલી આ ટોળકી દ્વારા ખોટી વાતો ફેલાવીને નાગરિકોને ભડકાવવાનું અને લોકતંત્ર પર હુમલા કરવાનું કામ થઈ રહ્યું છે, જેની સામે વિપક્ષના મલિન રાજકીય ઈરાદાઓ ઉજાગર કરવા અને જનતાનો વિશ્વાસ વધુ મજબૂત કરવા માટે ભાજપ દ્વારા રાજ્યવ્યાપી 'લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો' અભિયાન શરૂ કરવામાં આવશે. ધારાસભ્યો અને સાંસદોની ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાશેઆ અભિયાન અંતર્ગત આગામી 24 થી 28 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં પદયાત્રાઓ,જનજાગૃતિના કાર્યક્રમો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચાઓ યોજાશે,જેની શરૂઆત 25 ઓક્ટોબરના રોજ સાંજે સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, જગદીશ વિશ્વકર્મા તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં થશે, જ્યારે વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત, 27 ઓક્ટોબરના રોજ વ્યાસવાડી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ તથા ઉત્તર ગુજરાતના ધારાસભ્યો અને સાંસદોની ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાશે, તેમજ યુવા સંસદનું આયોજન કરીને વિદ્યાર્થીઓ સાથે વિશેષ સંવાદ કરવામાં આવશે.આ પણ વાંચોઃ Morbi News: જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના બાકી 3 મુદ્દાઓ પર સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે

Read Full Story arrow_forward
Ahmedabad પોલીસ બેડામાં શોકનું મોજું, ફરજ પરથી ઘરે પરત ફરતી વખતે પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત
calendar_today October 24, 2026

Ahmedabad પોલીસ બેડામાં શોકનું મોજું, ફરજ પરથી ઘરે પરત ફરતી વખતે પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અચાનક આવતા હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ વિભાગમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતા એક કર્મચારીનું ફરજ પરથી પરત ફરતી વખતે અચાનક હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. આ અચાનક બનેલી દુર્ઘટનાને પગલે સમગ્ર અમદાવાદ પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.A-2 શાખાના હેડ ક્લાર્ક કિરીટદાન ગઢવીનું સારવાર દરમિયાન મોતમળતી માહિતી મુજબ, મૃતક કર્મચારીની ઓળખ કિરીટદાન ગઢવી તરીકે થઈ છે. તેઓ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેની 'A-2' શાખામાં હેડ ક્લાર્ક તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. કિરીટદાન ગઢવી પોતાની દૈનિક ફરજ પૂર્ણ કરીને કચેરીથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે જ સમયે માર્ગમાં અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તબિયત લથડતાં જ તેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.પોલીસ કમિશનર કચેરીના સ્ટાફમાં ઘેરો શોકકિરીટદાન ગઢવીના અચાનક અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં પોલીસ કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને તેમની સાથે ફરજ બજાવતા સહકર્મીઓ હોસ્પિટલ અને તેમના નિવસ્થાને દોડી આવ્યા હતા. એક નિષ્ઠાવાન અને સનિષ્ઠ કર્મચારીને અચાનક ગુમાવી દેતાં કચેરીના તમામ સ્ટાફ મિત્રોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ, પરિવારના કમાનાર મોભીનું આ રીતે અચાનક હાર્ટ એટેકથી મોત થતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.આ પણ વાંચો : Vadodara Accident Update : ગોત્રી પોલીસ મથકે મૃતકોના પરિવારજનોનો આક્રોશ, કાર ચાલક નબીરાને ફાંસીની સજા આપવાની ઉગ્ર માંગ!

Read Full Story arrow_forward