android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahalના ઘોઘંબામાં ભારે રોષ, વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી જતાં ગામમાં સજ્જડ બંધનું એલાન
calendar_today October 24, 2026

Panchmahalના ઘોઘંબામાં ભારે રોષ, વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી જતાં ગામમાં સજ્જડ બંધનું એલાન

પંચમહાલના અંતરિયાળ વિસ્તાર ગણાતા ઘોઘમ્બા તાલુકા મથકેથી એક અત્યંત સંવેદનશીલ અને ચર્ચાસસ્પદ ઘટના સામે આવી છે. ગામના જ એક વિધર્મી યુવાન દ્વારા સ્થાનિક હિન્દુ યુવતીને ભગાડી જવામાં આવી હોવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સામાજિક અને રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ઘટનાના વિરોધમાં અને યુવતીને સલામત રીતે પરત લાવવાની માંગ સાથે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઘોઘમ્બા ગામ સજ્જડ બંધ રાખવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું.સ્થાનિક વેપારીઓએ આપ્યું સજ્જડ સમર્થનહિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવેલા આ બંધના એલાનને ઘોઘમ્બા ગામના તમામ લોકો અને વેપારીઓ તરફથી અભૂતપૂર્વ અને સજ્જડ સમર્થન સાંપડ્યું છે. સવારથી જ ગામના તમામ નાના-મોટા વેપારીઓએ પોતાની દુકાનો, શોરૂમ અને ધંધા-રોજગાર સ્વયંભૂ બંધ રાખીને ઘટના પ્રત્યે પોતાનો ભારે આક્રોશ નોંધાવ્યો હતો. ગામના મુખ્ય બજારો અને માર્ગો પર સુમસામ ભાસ્વર વાતાવરણ જોવા મળ્યું હતું.ગામમાં ઉચ્ચ સુરક્ષા વ્યવસ્થા અને જનઆક્રોશથોડા સમય પહેલાં બનેલી આ ઘટનાને કારણે સ્થાનિકોમાં અંદરખાને ભારે અસંતોષ અને રોષ વ્યાપેલો હતો, જે આજે બંધના સ્વરૂપે બહાર આવ્યો છે. બંધના પગલે કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષાના કડક બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે. સ્થાનિક નાગરિકો અને સંગઠનોની સ્પષ્ટ માંગ છે કે આ મામલે સત્વરે યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને યુવતીને તેના પરિવાર પાસે સુરક્ષિત પહોંચાડવામાં આવે.આ પણ વાંચો : Ahmedabad પોલીસ બેડામાં શોકનું મોજું, ફરજ પરથી ઘરે પરત ફરતી વખતે પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત

Read Full Story arrow_forward
Tropical Cyclone: આવી રહ્યું છે ચક્રવાતી તોફાન.. દરિયાકાંઠા સહિત આ રાજ્યોમાં વરસાદની શક્યતા
calendar_today October 24, 2026

Tropical Cyclone: આવી રહ્યું છે ચક્રવાતી તોફાન.. દરિયાકાંઠા સહિત આ રાજ્યોમાં વરસાદની શક્યતા

બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી હવામાન પ્રણાલી આગામી થોડા દિવસોમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 ઓક્ટોબરની સવારે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ (low-pressure area) રચાયું છે. 26 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાન 26 ઓક્ટોબર સુધીમાં તે ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. તેની અસર ઓડિશા, આંધ્રપ્રદેશ અને પડોશી રાજ્યોમાં જોવા મળી શકે છે. 28 થી 30 ઓક્ટોબર દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ અને તેજ પવન ફૂંકાવાનું જોખમ છે. જોકે, આ તોફાન ચોક્કસ કઈ જગ્યાએ તટ પર ટકરાશે (landfall) તે હજુ સ્પષ્ટ નથી.આ હવામાન પ્રણાલીની અસર ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે, જ્યાં વરસાદ થવાની સંભાવના છે. આગામી થોડા દિવસોમાં આ હવામાન પ્રણાલીના માર્ગ અને તેની તીવ્રતા અંગે વધુ માહિતી મળવાની અપેક્ષા છે.આ પ્રણાલી કેવી રીતે ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે?હવામાન વિભાગના અનુમાન મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલું હળવા દબાણનું ક્ષેત્ર 24 ઓક્ટોબર સુધીમાં 'ડિપ્રેશન' (depression) અને 25 ઓક્ટોબર સુધીમાં 'ડીપ ડિપ્રેશન' (deep depression) માં ફેરવાઈ શકે છે. = ત્યારબાદ, 26 ઓક્ટોબર સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં વિકસિત થવાની સંભાવના છે. તે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે; જોકે, તે ચોક્કસ કયા સ્થળે તટ પર ટકરાશે તે હજુ અનિશ્ચિત છે.23 થી 29 ઓક્ટોબર દરમિયાન પડશે વરસાદ આ હવામાન પ્રણાલીની સૌથી વધુ અસર ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, 23 થી 29 ઓક્ટોબર દરમિયાન આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને યાનમમાં અનેક જગ્યાએ વરસાદ પડી શકે છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ થવાની પણ શક્યતા છે.50 થી 70 કિમીની ઝડપે ફૂંકાઇ શકે પવન ઓડિશામાં 26 ઓક્ટોબરથી વરસાદ વધવાની શક્યતા છે અને 27 થી 29 ઓક્ટોબર દરમિયાન ઘણા સ્થળોએ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે, જેની ગતિ 50 થી 60 કિમી પ્રતિ કલાક રહી શકે છે અને ક્યારેક પવનના ઝાપટાં 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ તેજ પવનને કારણે વૃક્ષો ધરાશાયી થઈ શકે છે, વીજળીના તાર તૂટી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. =માછીમારો માટે સલાહ: દરિયામાં ન જવુંહવામાન વિભાગે બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવા અંગે ચેતવણી જારી કરી છે. 26 થી 28 ઓક્ટોબર દરમિયાન, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં પવનની ગતિ પ્રતિ કલાક 70 થી 80 કિમી સુધી પહોંચી શકે છે, અને પવનના ઝાપટાં પ્રતિ કલાક 90 કિમી સુધી પહોંચવાની શક્યતા છે. આથી, માછીમારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અસરગ્રસ્ત દરિયાઈ વિસ્તારોમાં ન જાય. જેઓ દરિયામાં જવાનું આયોજન કરી રહ્યા હોય, તેમણે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણીઓ પર ધ્યાન આપવું જોઈએ.ચક્રવાત ક્યાં ત્રાટકશે ? ચક્રવાત ક્યાં ત્રાટકશે (ક્યાં લેન્ડફોલ કરશે) અથવા તે કેટલું તીવ્ર બનશે તે હજુ સ્પષ્ટ નથી.  આગામી દિવસોમાં તેનો માર્ગ અને તીવ્રતા બદલાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ હવામાન વિભાગના તાજેતરના અપડેટ્સ પર સતત નજર રાખવી જોઈએ. ભારે વરસાદ દરમિયાન, પાણી ભરાયેલા રસ્તાઓ પર મુસાફરી કરવાનું ટાળો અને જ્યારે તેજ પવન ફૂંકાતો હોય ત્યારે વૃક્ષો તથા વીજળીના થાંભલાઓથી દૂર રહો.

Read Full Story arrow_forward
Uttar Pradesh: નિકાહની જીદમાં 100 ફૂટ ઉંચા મોબાઇલ ટાવર પર ચડી યુવતી..પોલીસે કાજીને બોલાવી ટાવર પર જ પરણાવી દીધી!
calendar_today October 24, 2026

Uttar Pradesh: નિકાહની જીદમાં 100 ફૂટ ઉંચા મોબાઇલ ટાવર પર ચડી યુવતી..પોલીસે કાજીને બોલાવી ટાવર પર જ પરણાવી દીધી!

પ્રેમી મુંબઈમાં, પ્રેમિકા 100 ફૂટ ઊંચા મોબાઇલ ટાવર પર અને કાજી સાહેબ ફોન પર! ઉત્તર પ્રદેશના બહરાઇચમાં નિકાહ માટે એક યુવતીએ એવો રસ્તો અપનાવ્યો કે અંતે ટાવર પરથી જ વીડિયો કોલ પર તેના નિકાહ કરાવવાની નોબત આવી!પ્રેમપ્રકરણમાં મોબાઇલ ટાવર પર ચડી યુવતીબહરાઇચ પાસે આવેલા બસ્થનવા ગામની યુવતી મહેકને પોતાના જ ગામના નૂરુદ્દીન સાથે લાંબા સમયથી પ્રેમસંબંધ હતો. બંને લગ્ન કરવા માંગતાં હતાં, પરંતુ પરિવારજનો તૈયાર નહોતા. નૂરુદ્દીન કામના કારણે મુંબઈમાં રહેતો હતો. મહેકને સવારે તેની માતા સાથે લગ્ન બાબતે ઝગડો થતા તે ગુસ્સામાં આવીને ગામમાં આવેલા BSNLના મોબાઇલ ટાવર પર ચડી ગઇ અને નિકાહની માંગ શરૂ કરી દીધી.મહેકને ટાવર પર ચડેલી જોઈને ગામમાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને યુવતીને નીચે ઉતારવા સમજાવટ શરૂ કરી. પરંતુ યુવતીનો એક જ સૂર હતો—લગ્ન થાય તો જ નીચે આવું! લોકો સમજાવતા રહ્યા, પરંતુ યુવતી પોતાની વાત પર અડગ રહીઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવતીને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે તેને ઘણી સમજાવવામાં આવી. જોકે, લગ્નની માંગ પૂરી ન થાય ત્યાં સુધી તે નીચે આવવા તૈયાર નહોતી. આવી સ્થિતિમાં પોલીસ સામે બે પડકાર હતા. પહેલો, યુવતીને સુરક્ષિત રીતે નીચે ઉતારવી અને બીજો, જે વિવાદને કારણે તે ટાવર પર ચઢી હતી તેનો ઉકેલ લાવવો.પોલીસે બંને પરિવારો સાથે વાતચીત કરી અને લગ્નના મુદ્દે મધ્યસ્થી કરી. ઘણા પ્રયત્નો બાદ બંને પરિવારો લગ્ન માટે રાજી થયા. ત્યારબાદ ટાવરની નીચે કાજીને બોલાવવામાં આવ્યા. યુવતી બહરાઇચમાં મોબાઇલ ટાવર પર હતી, જ્યારે તેનો પ્રેમી કામના કારણે મુંબઈમાં હાજર હતો. બંનેનાં લગ્ન કરાવવા માટે ઑનલાઇન નિકાહની વ્યવસ્થા કરવામાં આવી. કાજીની હાજરીમાં ઑનલાઇન નિકાહની વિધિ કરાવવામાં આવી.નિકાહ થયા બાદ યુવતીને ટાવર પરથી નીચે ઉતરવા માટે સમજાવવામાં આવી. ઘણી સમજાવટ બાદ તે સુરક્ષિત રીતે ટાવર પરથી નીચે ઉતરી આવી.સામાન્ય રીતે લોકો લગ્ન માટે સ્થળ નક્કી કરે, મંડપ સજાવે અને મહેમાનોને બોલાવે. પરંતુ આ પ્રેમકહાનીમાં લગ્નનો મંડપ નહોતો, જાનૈયાઓની ભીડ નહોતી અને વરરાજા પણ સામે હાજર નહોતો. તેમ છતાં નિકાહ ઑનલાઇન થઈ ગયો!

Read Full Story arrow_forward