android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi Delhi : મારી નીતિઓના કેન્દ્રમાં યુવા જ છે, ચિન્મય મહોત્સવમાં બોલ્યા પીએમ મોદી
calendar_today October 23, 2026

PM Modi Delhi : મારી નીતિઓના કેન્દ્રમાં યુવા જ છે, ચિન્મય મહોત્સવમાં બોલ્યા પીએમ મોદી

શુક્રવારે, વડાપ્રધાન મોદીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે 'ચિન્મય અમૃત મહોત્સવ' કાર્યક્રમમાં હાજરી આપી હતી. ચિન્મય મહોત્સવમાં સંબોધન કરતા જણાવ્યું કે આદ્યાત્મિક ઉન્ન્તિને વ્યક્તિગત ઉન્નતિ સાથે જોડો. આજે ટેક્નોલોજી મારફતે ગુરુદેવ સાથે વાત થઇ-પીએમ મોદી 'ચિન્મય' એ એક એવી વિભાવના છે જેનો ઉદ્ભવ ઋષિ ચિન્મયથી થયો છે. જે 'ચિન્મય' (શુદ્ધ ચેતના) છે, તે સ્વયં અમર છે; તેથી, આ કાર્યક્રમનું નામ ઊંડો અર્થ ધરાવે છે. ટેક્નોલોજીએ આ કાર્યક્રમને વધુ સમૃદ્ધ બનાવ્યો છે. આજે સ્વામીજીના હોલોગ્રામ સાથે સંવાદ સાધતી વખતે એવું અનુભવાયું જાણે હું 33 વર્ષ પાછળ સમયમાં પાછો જતો રહ્યો હોઉં. 1993માં ગુરુદેવ સાથે થયેલી મારી વાતચીત તેમનો સ્નેહ અને આશીર્વાદ સહિત આજે મારી આંખો સમક્ષ જીવંત થઈ ઊઠી.  = દેશના યુવાનો મારા પ્રયાસોના કેન્દ્રસ્થાને - પીએમ મોદી તેમને મળ્યાના થોડા વર્ષો બાદ, જનતાના આશીર્વાદથી મને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા કરવાની તક મળી. ત્યારથી, હું સરકારના વડા તરીકે રાષ્ટ્રની સેવા કરી રહ્યો છું. આ સમગ્ર સમયગાળા દરમિયાન, દેશના યુવાનો મારા પ્રયાસોના કેન્દ્રસ્થાને રહ્યા છે.ભાગલા પાડતી તાકાતો વિરુદ્ધ એકજૂથ થાઓ- પીએમ મોદી ભાગલા પાડતી તાકાતો સામે એક જૂથ થવાનું છે. આત્મનિર્ભરતા માટે દેશને જાગૃત કરવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશનો વિકાસ અને ગૌરવ તે તમામનુ લક્ષ્ય છે. ઋષિમુનિઓનું વિઝન એ આપણી શક્તિ- પીએમ મોદી આજે સમગ્ર ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી એક સાંસ્કૃતિક નવજાગરણ આકાર લઈ રહ્યું છે. પછી તે અયોધ્યામાં રામ મંદિર હોય, ઉજ્જૈનમાં મહાકાલ ધામ હોય, કે પછી કેદારનાથ અને બદ્રીનાથ હોય, આ પરિવર્તન દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે.એક સમય એવો હતો જ્યારે ભારતમાંથી ઘણી મૂર્તિઓ ચોરાઈને વિદેશ લઈ જવામાં આવતી અને ત્યાં વેચી દેવામાં આવતી. ત્યારે તેમની સંભાળ રાખનાર કે તેમને પાછી લાવવાનો પ્રયાસ કરનાર કોઈ નહોતું. છેલ્લાં 12 વર્ષોમાં, અમે આવી 600 મૂર્તિઓને પરત લાવ્યા છીએ. આજે આપણો દેશ આપણા ઋષિ-મુનિઓ અને દેશભક્તોએ કલ્પેલી દિશામાં આગળ વધી રહ્યો છે. તેમનું વિઝન (દ્રષ્ટિકોણ) જ આપણી શક્તિ છે. =

Read Full Story arrow_forward
Patan: HNGUના પરીક્ષા ખંડમાં ડિજિટલ ગેજેટ્સ સાથે ચોરીનો પર્દાફાશ! પહેલા જ દિવસે 23 વિદ્યાર્થીઓ સકંજામાં
calendar_today October 23, 2026

Patan: HNGUના પરીક્ષા ખંડમાં ડિજિટલ ગેજેટ્સ સાથે ચોરીનો પર્દાફાશ! પહેલા જ દિવસે 23 વિદ્યાર્થીઓ સકંજામાં

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા આયોજિત પરીક્ષાઓના પ્રારંભે જ ચોંકાવનારી ગેરરીતિઓ સપાટી પર આવી છે. સેમેસ્ટર-૩ અને સેમેસ્ટર-૫ ની પરીક્ષાના પ્રથમ દિવસે જ યુનિવર્સિટીની ફ્લાઇંગ અને ઓબ્ઝર્વર સ્કવોડ ટીમે પાટણ અને મહેસાણા જિલ્લાની વિવિધ કોલેજોમાં સપાટો બોલાવ્યો હતો. ઓચિંતા હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન અલગ-અલગ 6 પરીક્ષા કેન્દ્રો પરથી કુલ 23 વિદ્યાર્થીઓ રંગેહાથ કોપી કરતા ઝડપાઈ ગયા હતા. પરીક્ષા ખંડમાંથી ગેરકાયદે લખાણવાળા સાહિત્ય તેમજ પ્રતિબંધિત ડિજિટલ ગેજેટ્સ જેવી વાંધાજનક સામગ્રી મળી આવતાં સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે.પાટણ અને મહેસાણાની 6 કોલેજોમાં સામૂહિક ગેરરીતિનો પર્દાફાશયુનિવર્સિટીની સતર્ક ઓબ્ઝર્વર ટીમે પાટણ અને મહેસાણા જિલ્લા હેઠળ આવતી ૬ સંવેદનશીલ કોલેજોમાં અચાનક દરોડા પાડ્યા હતા. સેમેસ્ટર-3 અને સેમેસ્ટર-5 ની પરીક્ષા આપી રહેલા 23 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી કાપલીઓ, હસ્તલિખિત સાહિત્ય અને ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ડિજિટલ ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. તમામ 23 વિદ્યાર્થીઓ સામે નિયમાનુસાર સ્થળ પર જ 'કોપી કેસ' નોંધી તેમના પેપરો સીલ કરવામાં આવ્યા હતા.10 હજાર સુધીનો દંડ અને 2 વર્ષ માટે પરીક્ષા પ્રતિબંધની જોગવાઈયુનિવર્સિટીના પરીક્ષા નિયમનપત્રક અનુસાર, ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની ગેરરીતિ તપાસ સમિતિ (Unfair Means Committee) સમક્ષ સુનાવણી માટે બોલાવવામાં આવશે. દોષિત સાબિત થયેલા વિદ્યાર્થીઓ સામે ગેરરીતિની ગંભીરતા મુજબ રૂપિયા 3,000 થી લઈને ₹10,000સુધીનો રોકડ દંડ ફટકારવામાં આવી શકે છે.આ ઉપરાંત, ગંભીર ગેરરીતિ અને ડિજિટલ સાધનોના ઉપયોગ બદલ વિદ્યાર્થીને ચાલુ પરીક્ષા રદ કરવા સહિત 1 થી 2 વર્ષ સુધી યુનિવર્સિટીની કોઈપણ પરીક્ષા આપવા પર કડક પ્રતિબંધ (ડિબાર) મૂકવાની જોગવાઈ પણ લાગુ થશે.આ પણ વાંચો: Surat: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં સુરતથી બંદૂક રિકવર કરી FSLમાં મોકલાઈ, શૂટર્સના આખા નેટવર્કનો થયો પર્દાફાશ

Read Full Story arrow_forward
Junagadh News: માંગરોળમાં ઓઇલની દુકાનમાં ભીષણ આગ, શોર્ટ સર્કિટથી મોટું આર્થિક નુકસાન
calendar_today October 23, 2026

Junagadh News: માંગરોળમાં ઓઇલની દુકાનમાં ભીષણ આગ, શોર્ટ સર્કિટથી મોટું આર્થિક નુકસાન

જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિસ્તારમાં આવેલી એક ઓઇલ અને સ્પેર પાર્ટ્સની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ઓઇલ અને જ્વલનશીલ સામગ્રીના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના ઉંચા લપકારો અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.અફરાતફરીનો માહોલ અને સ્થાનિકોમાં ભયબજાર વિસ્તારમાં આવેલી દુકાનમાં આગ લાગતા જ આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ વધુ પ્રસરે તે પહેલા સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા, અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રાથમિક પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે ઓઇલ હોવાના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ રહી હતી.ફાયર ફાઇટરોની તાત્કાલિક કામગીરીબનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ફાયર ફાઇટરોની સમયસૂચકતાના કારણે આસપાસની અન્ય દુકાનો અને મિલકતોને મોટી હોનારતમાંથી બચાવી લેવાઈ હતી.તમામ સ્પેરપાર્ટ્સ બળીને ખાખ, ભારે આર્થિક નુકસાનઆ દુર્ઘટનામાં દુકાનની અંદર રાખવામાં આવેલો ઓઇલનો જથ્થો તેમજ તમામ કિંમતી સ્પેર પાર્ટ્સ બળીને સાવ ખાખ થઈ ગયા છે. પ્રાથમિક અંદાજ મુજબ આ ઘટનામાં દુકાનદારને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકાપ્રાથમિક તારણ મુજબ વિદ્યુત વાયરોમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અને થયેલા નુકસાનનો આંકડો મેળવવા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Junagadh : માં નવરાત્રીમાં મધરાતે પોલીસ કોન્સ્ટેબલને ઠોકર મારી કાર ચાલક ફરાર

Read Full Story arrow_forward