android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi: પોલીસનો માનવીય અભિગમ, 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 62.63 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો
calendar_today February 1, 2026

Morbi: પોલીસનો માનવીય અભિગમ, 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 62.63 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો

મોરબી શહેરના નાગરિકો માટે મોરબી 'એ' ડિવિઝન પોલીસ આજે 'દેવદૂત' સાબિત થઈ છે. પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત વર્ષોની મહેનતની કમાણી સમાન ખોવાયેલો અને ચોરાયેલો કુલ ₹62.63 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરી તેમના ચહેરા પર ખુશી લાવી દીધી છે. આ અદભૂત કામગીરીમાં સોનાના દાગીના અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.ટેકનોલોજીના ઉપયોગથી મળી સફળતામોરબી પોલીસે ગુમ થયેલા કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢવા માટે ભારત સરકારના CEIR (Central Equipment Identity Register) પોર્ટલનો અસરકારક ઉપયોગ કર્યો હતો. ટેકનોલોજી અને હ્યુમન ઈન્ટેલિજન્સના સમન્વયથી પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ ટ્રેસ કરવામાં સફળતા મેળવી હતી.પરત કરાયેલા મુદ્દામાલની વિગતપોલીસે જે માલ-સામાન પરત કર્યો છે  કુલ કિંમત ₹52,50,000. જેમાં ₹6 લાખનું સોનાનું પેન્ડલ, 4 સોનાના બિસ્કીટ અને સોનાના ચેનનો સમાવેશ થાય છે. ગુમ થયેલા 22 જેટલા સ્માર્ટફોન, જેની બજાર કિંમત આશરે ₹4,13,089 જેટલી થાય છે. રોકડ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ આંકડો ₹62.63 લાખ પર પહોંચ્યો છે.અરજદારોમાં ખુશીનો માહોલપોતાની મહેનતની કમાણીના દાગીના અને અંગત ડેટા ધરાવતા મોબાઈલ ફોન પરત મળતા અરજદારો ગદગદિત થઈ ગયા હતા. એક અરજદારે જણાવ્યું કે, "દાગીના ખોવાયા બાદ પરત મળવાની આશા છોડી દીધી હતી, પરંતુ પોલીસે જે રીતે જહેમત ઉઠાવીને અમારો સામાન પરત અપાવ્યો છે તે કાબિલે તારીફ છે." આ પણ વાંચો: Vadoadara: પાદરા રોડ પર રિક્ષા પલટી ખાતા મુસાફરો ફંગોળાયા, હૃદયદ્રાવક અકસ્માત CCTVમાં કેદ

Read Full Story arrow_forward
Vadodara News : કેસ દબાવવા PSI એ દોઢ લાખ પડાવ્યા, યુવકે સ્ટિંગ કરી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો
calendar_today February 1, 2026

Vadodara News : કેસ દબાવવા PSI એ દોઢ લાખ પડાવ્યા, યુવકે સ્ટિંગ કરી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો

વડોદરામાં ખાખીને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં જવાહરનગર પોલીસ મથકના PSI ઝવેરી સામે ગંભીર આક્ષેપો થયા છે. વર્ષ 2025ના ઓક્ટોબર મહિનામાં ઇનાયત નામના વ્યક્તિના ભાઈનો કોઈ સાથે ઝઘડો થયો હતો, જે મામલે કાયદેસરનો કેસ નહીં કરવાના બદલામાં પોલીસકર્મીઓએ મોટી રકમની માંગણી કરી હતી. આક્ષેપ છે કે PSI ઝવેરી અને અન્ય બે પોલીસકર્મીઓએ મળીને કુલ દોઢ લાખ રૂપિયા પડાવ્યા હતા. પોલીસની આ ઉઘાડી લૂંટ સામે ઇનાયતે હિંમત બતાવી 'સ્ટિંગ ઓપરેશન' કરી પોલીસના ભ્રષ્ટ ચહેરાને ખુલ્લો પાડ્યો છે.PSI લાંચ લેતા કેમેરામાં કેદ આ સ્ટિંગ ઓપરેશનમાં ઇનાયતે 75 હજાર રૂપિયાની લાંચ આપતા હોય તેવા દ્રશ્યો કેદ કરી લીધા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇનાયતના આક્ષેપ મુજબ, અગાઉ પણ પૈસા લીધા હોવા છતાં વધુ નાણાંની માંગણી કરવામાં આવતી હતી, જેને પગલે તેમણે પુરાવા સાથે આ હિંમતભર્યું કદમ ઉઠાવ્યું છે. વડોદરા પોલીસ વિભાગમાં PSI કક્ષાના અધિકારી સામે થયેલા આ સ્ટિંગ અને લાંચના આક્ષેપોએ ખળભળાટ મચાવી દીધો છે. હવે આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેવી તપાસ કરવામાં આવે છે અને ભ્રષ્ટ પોલીસકર્મીઓ સામે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર ટકી છે. આ પણ વાંચો : Union Budget 2026 : અંકલેશ્વરના ઉદ્યોગકારોએ બજેટને વધાવ્યું, ઉદ્યોગકારોમાં ખુશીની લહેર

Read Full Story arrow_forward
Maharashtra : કોણ બનશે હવે NCPનું પ્રદેશ અધ્યક્ષ? નાયબ મુખ્યપ્રધાન પદ બાદ હવે પ્રમુખ પદને લઈને અટકળો શરૂ
calendar_today February 1, 2026

Maharashtra : કોણ બનશે હવે NCPનું પ્રદેશ અધ્યક્ષ? નાયબ મુખ્યપ્રધાન પદ બાદ હવે પ્રમુખ પદને લઈને અટકળો શરૂ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના નિધન બાદ તેમના પત્ની સુનેત્રા પવારને નાયબ મુખ્યપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ પક્ષના પ્રદેશ પ્રમુખ હવે કોણ બનશે તે અંગેની અટકળો ચાલુ થઈ ગઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે રવિવારે અજિત પવારના નિધન બાદ તેમને પક્ષના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાના અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા અને આ અટકળોને પાયાવિહોણી અને ખોટી ગણાવી હતી.રાજ્યસભાના સાંસદ પટેલે X પરની એક પોસ્ટમાં કહ્યું, "મેં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારી નિમણૂક અંગેના કેટલાક મીડિયા અહેવાલો જોયા છે . હું સ્પષ્ટપણે કહેવા માગુ છું કે આ અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને તેમાં કોઈ સત્ય નથી." પ્રફુલ્લ પટેલે પ્રમુખ બનવાના અહેવાલોને ફગાવી દીધા તેમણે વધુમાં કહ્યું, "રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એક લોકશાહી સંગઠન છે. આટલો મોટો નિર્ણય અમારા વરિષ્ઠ નેતૃત્વ અને ધારાસભ્યોની સલાહ લીધા પછી અમારા સમર્પિત પાર્ટી પદાધિકારીઓ સાથે વાત કર્યા પછી અને અમારા બધા પાર્ટી સભ્યોની લાગણીઓ અને સામૂહિક ઈચ્છાશક્તિનો આદર કર્યા પછી જ લેવામાં આવશે. એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે, અમે આ બાબતોમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીએ છીએ." પ્રફુલ્લ પટેલનું પદ રાજકીય રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે તે NCPમાં સત્તા, સંઘર્ષ અને શરદ પવારની આગેવાની હેઠળના NCP (SP) સાથે સંભવિત વિલીનીકરણ અંગેની ચર્ચાઓ વચ્ચે આવ્યું છે. NCP પ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહેલા 66 વર્ષીય અજિત પવારનું 28 જાન્યુઆરીએ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. સુનેત્રા પવારે શનિવારે જ નાયબ મુખ્યપ્રધાન પદના લીધા શપથ અજિત પવારના નિધન બાદ તેમના પત્ની, સુનેત્રા પવાર, શનિવારે NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા અને બાદમાં તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. આ પછી પક્ષના કેટલાક જૂથોએ માગ કરી છે કે તેઓ પણ પક્ષ પ્રમુખની ભૂમિકા સંભાળે. અજિત પવારના મૃત્યુથી NCPની અંદર બે જૂથો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો પર અસર પડી છે. NCPના સૂત્રોના જણાવ્યા મુજબ સંગઠન પર નિયંત્રણ માટે NCPની અંદર સંઘર્ષ ચાલી રહ્યો છે. એક જૂથ નિયંત્રણ જાળવી રાખવા માગે છે અને વિલીનીકરણ ઈચ્છતું નથી. સુનેત્રા પવારની ધારાસભ્ય પક્ષના નેતા અને નાયબ મુખ્યમંત્રી તરીકે ઉતાવળમાં નિમણૂકને પણ પક્ષ પર નિયંત્રણ જાળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.આ પણ વાંચો : IAFના પૂર્વીય કમાન્ડને મળ્યા નવા વડા, એર માર્શલ ઈન્દ્રપાલસિંહ વાલિયાએ સંભાળ્યો કાર્યભાર

Read Full Story arrow_forward