android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath : તાલાલા પંથકમાં આંબામાં મોર મોડો આવતા કેસર કેરી ઉત્પાદન પર અસરની ભીતિ, બાગાયતી ખેડૂતોમાં ચિંતા
calendar_today January 30, 2026

Gir Somnath : તાલાલા પંથકમાં આંબામાં મોર મોડો આવતા કેસર કેરી ઉત્પાદન પર અસરની ભીતિ, બાગાયતી ખેડૂતોમાં ચિંતા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકને દેશભરમાં કેસર કેરીના ગઢ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, આ વર્ષે આંબાના વૃક્ષોમાં મોર મોડો આવતા બાગાયતી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સામાન્ય રીતે જાન્યુઆરીના અંત સુધીમાં આંબામાં મોર આવી જાય છે, પરંતુ આ વર્ષે લગભગ 30 દિવસનો વિલંબ નોંધાયો છે.માત્ર 30થી 35 ટકા જેટલા આંબાના વૃક્ષોમાં જ મોર જોવા મળી રહ્યો છે હાલ સમગ્ર પંથકમાં માત્ર 30થી 35 ટકા જેટલા આંબાના વૃક્ષોમાં જ મોર જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હવામાનમાં અચાનક થયેલા ફેરફારો, લાંબા સમય સુધી રહેલી ઠંડી, પવનની દિશામાં ફેરફાર તેમજ તાપમાનમાં થયેલી વધઘટને કારણે આંબામાં મોર મોડો આવ્યો છે. કેસર કેરીના ઉત્પાદન પર વ્યાપક અસર થવાની શક્યતા મોર મોડો આવવાથી આ વર્ષે કેસર કેરીના ઉત્પાદન પર વ્યાપક અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ બજારમાં કેસર કેરી મોડી આવવાની સંભાવના પણ વધી છે, જેના કારણે વેપારીઓ અને ખેડૂતો બંને ચિંતિત બન્યા છે. આ વર્ષ બાગાયતી ખેડૂતો માટે નબળું જવાની આશંકા ધાવા ગીર ગામના ખેડૂત ગિરધરભાઈએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ અને અનિશ્ચિત હવામાનના કારણે આ વર્ષે આંબામાં મોર મોડો આવ્યો છે. હાલ જે મોર જોવા મળે છે તે પણ માત્ર 30થી 35 ટકા જેટલો છે, જેથી આ વર્ષ બાગાયતી ખેડૂતો માટે નબળું જવાની આશંકા છે. ઠંડીના કારણે ફ્લાવરિંગ બળવા લાગ્યું આ બાબતે ધાવા ગામના જશવંતભાઈએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા ચારથી પાંચ દિવસથી પડી રહેલી કડક ઠંડીના કારણે ફ્લાવરિંગ બળવા લાગ્યું છે, જેના કારણે પૂરતું ઉત્પાદન મળવાની શક્યતા ઓછી છે.” આંબાના બગીચા કટીંગ કરીને અન્ય પાક તરફ વળવા મજબૂર બન્યા પૂરતું ઉત્પાદન ન મળવાની આશંકાને કારણે અનેક ખેડૂતો હવે આંબાના બગીચા કટીંગ કરીને અન્ય પાક તરફ વળવા મજબૂર બન્યા છે. આવી પરિસ્થિતિથી કેસર કેરીના ઉત્પાદન પર અસર થવાની સાથે બજારમાં કેરી મોડી આવવાની પણ પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પણ વાંચો-----     DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ

Read Full Story arrow_forward
Banaskantha : પાલનપુર નગરપાલિકાની અંતિમ સાધારણ સભા મળી, વિકાસના અનેક કામોને મંજૂરી
calendar_today January 30, 2026

Banaskantha : પાલનપુર નગરપાલિકાની અંતિમ સાધારણ સભા મળી, વિકાસના અનેક કામોને મંજૂરી

બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર નગરપાલિકાની આજે અંતિમ સાધારણ સભા મળી હતી.નગરપાલિકાની મુદત આગામી 7 માર્ચના રોજ પૂર્ણ થવા જઈ રહી છે, તે પહેલા યોજાયેલી આ અંતિમ સાધારણ સભામાં શહેરના વિકાસ કામોને લઈ શાશક પક્ષ અને વિપક્ષ ગરમ માહોલ જોવા મળ્યો હતો.ટર્મની અંતિમ સાધારણ સભા મળી પાલનપુર નગર પાલિકામાં આજે ટર્મની અંતિમ સાધારણ સભા મળી. જેમાં શહેરના વિકાસ અને શહેરને સ્માર્ટ સીટી બનાવવાના વચનો વચ્ચે પાલિકા અને વિપક્ષ વચ્ચે ગરમા ગરમીનો માહોલ પણ સર્જાયો હતો. વિકાસના અનેક કામોને મંજૂરી પાલિકા ના સતાધીશો નું કહેવું છે કે નગરપાલિકાની આ સાધારણ સભામાં શહેરના વિકાસના અનેક કામોને મંજૂરી આપવામાં આવી છે.અને આ કામો સમયસર પૂર્ણ કરવામાં આવશે. સ્વચ્છતાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે સેનિટેશન, બાંધકામ, ટ્રાન્સપોર્ટ શાખા સહિત વિવિધ વિકાસ કામોની ચર્ચા કરીને બહાલી આપવામાં આવી છે.શહેરમાં સ્વચ્છતાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે અને સફાઈ એજન્સી દ્વારા વધુ અસરકારક રીતે કામ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.આ પણ વાંચો----    DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ

Read Full Story arrow_forward
Surat News : સુરતમાં પાટીદાર સમાજના બંધારણનો ડ્રાફ્ટ તૈયાર, ખર્ચાળ રિવાજો બંધ કરવા લોકોનું સમર્થન
calendar_today January 30, 2026

Surat News : સુરતમાં પાટીદાર સમાજના બંધારણનો ડ્રાફ્ટ તૈયાર, ખર્ચાળ રિવાજો બંધ કરવા લોકોનું સમર્થન

ગુજરાતમાં ઠાકોર અને રબારી સહિતના સમાજ દ્વારા સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજનું બંધારણ ઘડવા માટે એક નિવેદન આપ્યું હતું. હવે સુરતમાં પાટીદાર સમાજમાં સામાજિક બંધારણની તૈયારી કરવામાં આવી છે. પદ્મશ્રી મથુર સવાણીએ આ બંધારણ મુદ્દે પાટીદાર સમાજનું સમર્થન માંગ્યું હતું. સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં નવા નિયમો માટેની માગ ઉઠી હતી. જનજાગૃતિ અભિયાનને બહોળો પ્રતિસાદ મળ્યો સુરતમા પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ માટે સોશિયલ મીડિયામાં લાખો લોકોએ સમર્થન આપ્યું હોવાની વિગતો સામે આવી છે. પદ્મશ્રી મથુર સવાણીએ કહ્યું હતું કે, અનેક લોકોએ બંધારણ માટે સમર્થન આપ્યું છે. ખર્ચાળ રિવાજો બંધ કરવા બંધારણનો ડ્રાફ્ટ તૈયાર છે. એક હજારથી વધુ સંગઠનોને મથુર સવાણીએ પત્ર લખ્યો હતો. આ જનજાગૃતિ અભિયાનને બહોળો પ્રતિસાદ મળ્યો છે. લોકોના અભિપ્રાયથી પાટીદાર સમાજનું બંધારણ બનશે પદ્મશ્રી મથુર સવાણીએ લોકોના મળેલા પ્રતિસાદનો આભાર વ્યક્ત કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તેમણે આ પત્રને લોકો સુધી પહોંચાડવા અપીલ કરી છે. લાખો લોકોએ બંધારણ બાબતે અભિપ્રાય આપ્યા છે. લોકોના અભિપ્રાયની લાગણીઓને પત્રના માધ્યમથી રાજ્યના એક હજારથી વધુ પાટીદાર સમાજના સંગઠનના આગેવાનો સુધી પહોંચાડાશે. લોકોના અભિપ્રાયથી હવે પાટીદાર સમાજનું બંધારણ બનશે. આ પણ વાંચોઃ Surat News: ગેરકાયદે પાણી માફિયા પર તવાઈ, મનપાનું બુલડોઝર એક્શન

Read Full Story arrow_forward