android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar : પોલીસ ભરતીની પરીક્ષામાં ગોટાળો, બે એસઆરપીએફ કોન્સ્ટેબલે RFID ચિપ બદલી અન્યને પરીક્ષા અપાવતા ફરિયાદ નોંધાઇ
calendar_today January 29, 2026

Jamnagar : પોલીસ ભરતીની પરીક્ષામાં ગોટાળો, બે એસઆરપીએફ કોન્સ્ટેબલે RFID ચિપ બદલી અન્યને પરીક્ષા અપાવતા ફરિયાદ નોંધાઇ

જામનગરમાં 23 જાન્યુઆરીના રોજ યોજાયેલી પોલીસ ભરતી બોર્ડની પરીક્ષામાં ગોટાળાની ઘટના સામે આવી છે. જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડમાં બનેલી ઘટનાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.RFID ચિપ બદલી અન્યને પરીક્ષા અપાવતા ફરિયાદ પ્રાપ્ત માહિતી અનુસાર, પરીક્ષા માટે લાગુ કરાયેલા RFID ચિપ સાથે ચકાસણી દરમિયાન ટેકનિકલ એનાલિસિસ દ્વારા એ બહાર આવ્યું કે, કેટલાક ઉમેદવારોએ પોતાની જગ્યાએ અન્ય વ્યક્તિને પરીક્ષા આપી દેવામાં આવી હતી. બે એસઆરપીએફ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઇ  આ મામલે SRPF કોન્સ્ટેબલ અર્જુનસિંહ જાડેજા અને શિવભદ્રસિંહ જાડેજા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ શરુ કરી RFID લગાવેલ ચિપ સાથે પોતે પરીક્ષા આપવાને બદલે અન્યને ચિપ લગાવી હોવાનું ટેકનિકલ એનાલિસિસ બાદ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ મામલે બંને જવાનો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આ પણ વાંચો----    Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

Read Full Story arrow_forward
Botad News : ગઢડાના જલાલપુર ગામમાં ડિસ્ટ્રીક્ટ બેંક કૌભાંડ, બ્રાન્ચ એકાઉટન્ટ આનંદ સગર અને પત્ની સામે નોંધાઈ ફરિયાદ
calendar_today January 29, 2026

Botad News : ગઢડાના જલાલપુર ગામમાં ડિસ્ટ્રીક્ટ બેંક કૌભાંડ, બ્રાન્ચ એકાઉટન્ટ આનંદ સગર અને પત્ની સામે નોંધાઈ ફરિયાદ

આનંદ સગરના ખાતામાં શંકાસ્પદ વ્યવહારને લઇ તપાસ શરૂ કરવામાં આવી છે, આનંદ સગર અને પત્નીના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર થઇ હતી અને ગઢડા તાલુકાના જલાલપુર ગામમાં ડિસ્ટ્રીક્ટ બેંક કૌભાંડમાં બે લોકો સામે નોંધાઈ પોલીસ ફરીયાદ. ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકમાં 2.14 કરોડ રૂપિયાની ઉચાપત થઈ હતી, જલાલપુર ડિસ્ટ્રીક્ટ બેંકના બ્રાન્ચ એકાઉન્ટન્ટ આનંદ પોપટભાઈ સગર અને પત્ની જાગૃતિબેન સગર સામે ફરિયાદ.બેંક મેનેજર વિજયસિંહ પરમારે ઢસા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ વાત એમ છે કે, 49 ખાતેદારો સહિત કુલ 51 ખાતામાં ગોલમાલ કરી ઉચાપત કરી છે અને આનંદ સગરના ખાતામાં શંકાસ્પદ વ્યવહારોને લઈ સાયબર ક્રાઈમની તપાસ ચાલુ હતી જેમાં તપાસમાં આનંદ સગર અને પત્નીના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર થયાનું ખુલ્યું છે અને ઢસા પોલીસે BNS એક્ટ કલમ 316(5), 338, 344, 54 તથા IT એક્ટ 66 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઢસા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો 15 જાન્યુઆરી 2026ના રોજ આવતા હેડ ઓફિસની સુચના અનુસાર તે લોકર પણ હોલ્ડ ઉપર મુકવામા આવેલ છે અને તે લોકરમા તેના પિતાએ આપેલ દાગીનાની પોટલી સચવવા મુકેલ છે. તે લેવા આવેલ હોવાનું જણાવેલ અને જાગૃતિબેને બેન્કમાં અરજી આપી એવી ધમકી આપેલ કે તે આત્મહત્યા કરશે અને બેંકના અધિકારી તથા બેન્કનાં ડાયરેક્ટર વલ્લભભાઈ વિરૂધ્ધ પણ આક્ષેપો કર્યાં હતા.  આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરના વલાદ ગામે જુગાર રમતા 10 શકુની ઝડપાયા, ખુલ્લા ખેતરમાં બાજી પાડી અને ગાંધીનગર એલસીબીએ આરોપીઓને પોલીસે દબોચ્યા

Read Full Story arrow_forward
બે દિવસ પહેલા સુરતમાં હતું Baramati plane crashનું પ્લેન, જાણો કારણ
calendar_today January 29, 2026

બે દિવસ પહેલા સુરતમાં હતું Baramati plane crashનું પ્લેન, જાણો કારણ

મહારાષ્ટ્રના રાજકારણ અને સમગ્ર દેશમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પુણે જિલ્લાના બારામતીમાં થયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે.સુરત સાથેનું ખાસ કનેક્શન તપાસમાં આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું સીધું કનેક્શન સુરત શહેર સાથે હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર, VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું આ લિયરજેટ-45 (Learjet-45) ચાર્ટર્ડ પ્લેન છેલ્લા બે દિવસથી સુરત એરપોર્ટ પર જ પાર્ક હતું. સેલિબ્રિટીઝની અવર-જવર માટે થયો હતો ઉપયોગ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી સેલિબ્રિટી ક્રિકેટ મેચમાં સ્ટાર્સ અને વીઆઈપી મહેમાનોને લાવવા-લઈ જવા માટે આ પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિમાન 25 અને 26 જાન્યુઆરી દરમિયાન સુરત એરપોર્ટ પર પાર્ક કરવામાં આવેલું હતું. 28 જાન્યુઆરીની સવારે 8 કલાકે આ વિમાને મુંબઈથી બારામતી જવા માટે ટેક-ઓફ કર્યું હતું, જે કમનસીબે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અન્ય 4 લોકોના પણ મોત બારામતી પ્લેન ક્રેશની દુર્ઘટના સમયે વિમાનમાં અજિત પવારની સાથે અન્ય ચાર વ્યક્તિઓ પણ સવાર હતી, જેમના પણ આ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યા છે. ટેકનિકલ ખામી કે ખરાબ હવામાન, દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે અત્યારે હાઈ-લેવલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો - Ajit Pawar Funeral: અંતિમ યાત્રા પર અજિત દાદા, હિબકે ચઢ્યું બારામતી

Read Full Story arrow_forward