android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur : ગોલા ગામડી ચેકપોસ્ટમાં ડ્રાઈવર કરે છે રોયલ્ટી ચેક કરવાનું કામ, અધિકારીએ કહ્યું હું બહાર ચેકિંગમાં જાઉં તો ચેકપોસ્ટ સાથે લઇને જાઉં..?
calendar_today January 29, 2026

Chhota Udepur : ગોલા ગામડી ચેકપોસ્ટમાં ડ્રાઈવર કરે છે રોયલ્ટી ચેક કરવાનું કામ, અધિકારીએ કહ્યું હું બહાર ચેકિંગમાં જાઉં તો ચેકપોસ્ટ સાથે લઇને જાઉં..?

છોટાઉદેપુર જિલ્લાના ગોલા ગામડી પાસે આવેલી ખાણખનિજ વિભાગની ચેકપોસ્ટ પર ગંભીર બેદરકારી સામે આવી છે. રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ગેરહાજરીમાં તેની જવાબદારી અધિકારીના ડ્રાઈવર દ્વારા સંભાળવામાં આવી રહી હોવાનું ખુલ્યું છે, જે સમગ્ર વિભાગની કામગીરી પર સવાલો ઉભા કરે છે.રોયલ્ટી ચેકિંગ જેવી મહત્વપૂર્ણ કામગીરી અધિકારીના બદલે ડ્રાઈવર દ્વારા કરાય છે પ્રાપ્ત વિગતો અનુસાર, રોયલ્ટી ચેકિંગ જેવી મહત્વપૂર્ણ કામગીરી અધિકારીના બદલે ડ્રાઈવર દ્વારા કરવામાં આવી રહી હતી. આ દરમિયાન રોયલ્ટી ઇન્સ્પેક્ટર ચેકપોસ્ટ પર પહોંચતા તેમણે પ્રશ્નો સામે ઉડાઉ જવાબો આપ્યા હતા. હું બહાર ચેકિંગમાં જાઉં ત્યારે ચેકપોસ્ટ સાથે લઈ ને જાઉં.રોયલ્ટી ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, માણસ ના હોય, કામમાં ગયા હોય ત્યારે એન્ટ્રી કરવા માટે જોઈએ ને? તેમણે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે "હું બહાર ચેકિંગમાં જાઉં ત્યારે ચેકપોસ્ટ સાથે લઈ ને જાઉં." વિભાગની કામગીરીમાં બેદરકારી આ નિવેદનોને કારણે વિભાગની કામગીરીમાં બેદરકારી અને જવાબદારીના અભાવની સ્પષ્ટ ઝલક જોવા મળી છે. મહત્વની વાત એ છે કે, રોયલ્ટી ચેકિંગ જેવી કાયદેસર જવાબદારી અધિકારીના બદલે ડ્રાઈવર કરી રહ્યો હોવા છતાં અધિકારી બેફિકર દેખાયા હતા. જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો આ સમગ્ર ઘટનાને લઈ એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયો વાયરલ થતાં ખાણખનિજ વિભાગની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસની માંગ ઉઠી છે. આ પણ વાંચો----     Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

Read Full Story arrow_forward
Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડા બીજા દિવસે યથાવત, ભાગેડુ મેહુલ ચોક્સીના કનેકશનને લઇ પણ તપાસનો ધમધમાટ
calendar_today January 29, 2026

Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડા બીજા દિવસે યથાવત, ભાગેડુ મેહુલ ચોક્સીના કનેકશનને લઇ પણ તપાસનો ધમધમાટ

ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ મૂક્યાની માહિતી પણ છે અને મોટી ટેક્સ ચોરીની આશંકાને લઇ તપાસ કરવામાં આવી રહી છે, અલગ અલગ 30 સ્થળે 110 અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ડાયમંડ, રિયલ એસ્ટેટ, શિક્ષણક્ષેત્રે તપાસ ચાલુ છે અને ગઈકાલે દરોડા દરમિયાન દસ્તાવેજ જપ્ત કરાયા છે, લોકર સીલ કરીને રકમ, જ્વેલરી અંગે પણ તપાસ કરાઈ રહી છે. ભાગીદારોના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા આ દરોડા ફકત ગજેરા પરિવાર પૂરતા નથી પણ તેમના વ્યવસાયિક ભાગીદારોને ત્યાં પણ પાડવામાં આવ્યા છે. અને આઈટી દ્વારા અલગ-અલગ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે અને ટેકસ કેટલો ભર્યો છે અને કેટલી ચોરી ટેકસમાં કરી છે તે દિશામાં પણ તપાસ ચાલું છે, આઈટી વિભાગે અલગ-અલગ દસ્તાવેજો તપાસ માટે લીધા છે આ ઓપરેશનને પગલે સુરતના અન્ય મોટા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુરતના અન્ય વેપારી અને ઉદ્યોગ જગતમાં ફફડાટ ઈન્કમ ટેકસ વિભાગે વહેલી સવારથી દરોડા પાડયા હતા અને આઈટીના મોટા કાફલા સાથે આ દરોડા પાડવામાં આવ્યા હતા, સુરતમાં ડાયમંડના ધંધા સાથે સંકળાયેલા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. લક્ષ્મી ડાયમંડ ગ્રુપની વિવિધ જગ્યાઓ પર આ દરોડા પાડવામાં આવ્યા છે, વસંત ગજેરાના જે ગ્રુપ છે ધંધાને લઈ ત્યાં આગળ આ ચેકિંગ કરવામાં આવ્યું છે. IT અધિકારીઓની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો : Junagadh News : CM ભૂપેન્દ્ર પટેલે સાસણમાં સ્વદેશી અને સ્થાનિક પ્રોડક્ટ વેચતા તથા હસ્તકલાના સ્થાનિક વેપારીઓને કર્યા પ્રોત્સાહિત 

Read Full Story arrow_forward
Ahmedabad : નવા નરોડાની આર પી વસાણી સ્કૂલને 5 લાખનો દંડ, શાળાએ દરખાસ્ત વગર ફી વસૂલતા FRCએ દંડ ફટકાર્યો
calendar_today January 29, 2026

Ahmedabad : નવા નરોડાની આર પી વસાણી સ્કૂલને 5 લાખનો દંડ, શાળાએ દરખાસ્ત વગર ફી વસૂલતા FRCએ દંડ ફટકાર્યો

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી આર.પી. વસાણી સ્કૂલને ફી વસુલાત નીતિના ઉલ્લંઘન માટે ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા 5 લાખ રૂપિયાનું દંડ ફટકારાયોછે.ફી મંજૂર ન કરાવી છતા વધુ ફી વસુલી માહિતી અનુસાર, સ્કૂલે વર્ષ 2024-25 માટે ફી મંજુર નથી કરાવી, છતાં વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી વસુલ કરવામાં આવી હતી. જરૂરી મંજુરી વગર ફી વસુલ કરવી તે ગેરકાયદેસર નોંધનીય છે કે, શાળાને વર્ષ 2023-24 માટે ફી મંજુર કરી દેવામાં આવી હતી, પરંતુ નવું વર્ષ શરૂ થતા અગાઉ જરૂરી મંજુરી વગર ફી વસુલ કરવી તે ગેરકાયદેસર છે. શાળાએ દરખાસ્ત વગર ફી વસૂલતા FRCએ દંડ ફટકાર્યો હતો FRC દ્વારા સુનાવણી કરવામાં આવી હતી પરિસ્થિતિ સામે આવતાં FRC દ્વારા સુનાવણી કરવામાં આવી હતી ત્યારબાદ સુનાવણીમાં જ શાળાને 5 લાખનો દંડ ફટકારાયો છે, જે શાળાએ જમા કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પણ વાંચો----      Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

Read Full Story arrow_forward